બોલીવુડની જાણીતી અભિનેત્રી કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં કરી શકે છે આ વ્યક્તિ સાથે લગ્ન – નામ જાણીને ચૌકી જશો

રોહિત શેટ્ટી દ્રારા નિર્દેશિત ફિલ્મ સિંઘમમાં અજય દેવગણ સામે જોવા મળેલ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ આજકાલ તેના લગ્નનાં સમાચારોને લઈને ચર્ચાઓમાં છે. જી હા, હાલમાં જ કાજલ અગ્રવાલે તેના લગ્નને લઈને વાત કરી, જેના કારણે તે ખુબ જ ચર્ચામાં આવી છે.

એવામાં કાજલના ફેંસ એ વાત જાણવા આતુર છે કે આખરે કાજલનું અફેર આખરે કયા અભિનેતા કે કયા છોકરા સાથે ચાલી રહ્યું છે. જેની સાથે તે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે. કાજલ અગ્રવાલે બોલીવુડથી લઈને સાઉથ ફિલ્મો સુધી ધમાલ મચાવી છે. સાઉથથી લઈને નોર્થ સુધી કાજલનાં જોરદાર ફેંસફોલોવિંગ છે, તેની ફિલ્મોની લોકો ખુબ જ રાહ જોતા હોય છે.

તેના સિવાય કાજલ સોશિયલ મીડિયા પર પણ એક્ટીવ રહે છે. તેમજ ત્યાં તેના ફેંસ માટે તસ્વીરો અપલોડ કરતી રહે છે, જે તસ્વીરો ખુબ જ ઝડપી વાઈરલ થઇ જાય છે. જો કે આજે આપણે વાત કરવાના છીએ તેના લગ્ન વિશે, જેને લઈને તેને હાલમાં જ જણાવ્યું છે, ત્યારબાદ તેના ફેંસ ખુબ જ ઉત્સાહિક રહ્યા છે.

ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન :

હાલમાં જ એક કાર્યક્રમમાં કાજલ અગ્રવાલે જણાવ્યું હતું કે તે તેના લગ્નનો પ્લાન ખુબ જ જલ્દી શરુ કરશે. મતલબ તો તમે સમજી ગયા હસો કે તે હાલમાં કોઈની સાથે રીલેશનશીપમાં છે, અને તેની સાથે લગ્ન કરવાનું તેને નક્કી કર્યું છે. જો કે તેને એ વ્યક્તિ વિશે કઈ જ ખુલાસો કર્યો નથી. પરંતુ માત્ર એવી ચર્ચાઓ છે કે તે ખુબ જ જલ્દી લગ્ન કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેની આવનાર ફિલ્મ પછી તરત જ તે લગ્ન કરશે.

પતિમાં ઈચ્છે છે આ ખૂબીઓ :

કાજલે ભલે તેના અફેર વિશે કઈ જ નથી જણાવ્યું પરંતુ તેને એ જરૂર જણાવ્યું કે આખરે તેને કેવો પતિ જોય છે? તેનો જવાબ આપતા આજલ અગ્રવાલે કહ્યું કે તેને અધ્યાત્મિક, કેયરિંગ અને મને લઈને થોડો સીરીયસ હોવો જોઈએ. જેથી તે મને સમજી શકે અને મારી કેર કરી શકે. મતલબ સાફ છે કે તેને કોઈ એવો વ્યક્તિ મળી ગયો છે જેનામાં ઉપરની બધી જ ખૂબીઓ હોય. જો કે કાજલ અગ્રવાલ જ્યારે પણ લગ્ન કરશે તેના ફેંસ માટે ભેટ સમાન હશે.

આ ફિલ્મની શૂટિંગમાં છે વ્યસ્ત :

કાજલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં તેની આવનારી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે કાજલ અગ્રવાલ ઇન્ડિયન 2 ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ વર્ષ 1996માં આવેલ ફિલ્મ ઇન્ડિયન નો બીજો ભાગ છે. જેના ડાયરેક્ટર એસ શંકર છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ સાથે કમલ હસન જોવા મળશે, જેના કારણે આ બંને સિતારાઓ હાલમાં ખુબ જ ચર્ચાઓમાં છે. એવામાં જોવાનું હવે એ રહ્યું કે કાજલ ક્યારે લગ્ન કરશે અને કોની સાથે કરશે? જો કે એ તો સમય જ બતાવશે…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!