કળિયુગનો અંત થતાં પહેલા મળશે આ 6 સંદેશ, ભગવાન શ્રી કૃષ્ણએ જાતે જ કરી હતી આ 6 ભવિષ્યવાણી

દોસ્તો હિંદુ ધર્મ પ્રમાણે કુલ ચાર યુગ માનવામાં આવ્યા છે. એ ચાર યુગ છે નીચે પ્રમાણે છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ તથા કળીયુગ. જે પૈકી ત્રણ યુગ પૂર્ણ થઈ ગયા છે. અને આ ત્રણેય યુગમાં ભગવાને અલગ અલગ અવતાર ધારણ પણ કર્યા છે. અને હાલના સમયમાં લાસ્ટ યુગ એટલે કે કળીયુગ. વર્ષો પહેલાથી જ શરુ થઇ ગયો છે. અને આ યુગના અંત સાથે સૃષ્ટિનો પણ અંત થશે એવી જાણકારી આપણને આપના બાપ દાદા મારફતે મળે છે.

કળીયુગ અંત થતાં પહેલા આપણને કેટલાક લક્ષણો પણ જોવા મળી રહેશે એવી વાત પણ આપણને અવારનવાર સાંભળવા મળે છે. એના કહ્યા અનુસાર જયારે કળીયુગમાં ઘરતી પર પાપ ચરણ સીમાએ પહોંચી જશે, અને બધી બાજુ અત્યાચાર તથા અધર્મ ફેલાવા લાગશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર રૂપે આવશે, અને સૃષ્ટિનો ઉદ્ધાર કરવા માટે કળીયુગનો સંપૂર્ણ અંત કરી ફરીથી નવા ધર્મયુગની રચના કરશે. આજે અમે તમને એવા જ 6 લક્ષણો વિશે કહેવાના છીએ, જેને જોઈને તમે કળીયુગના અંતનો અંદાજ લગાવી જ શકો છો.

કળીયુગના અંતના 6 લક્ષણ :

  1. પ્રથમ લક્ષણ એવું કહે છે કે, જયારે આ કળીયુગનો અંત સમય આવી જશે, ત્યારે લોકોને સૌથી પહેલા સમસ્યા ભોજનની જ આવશે. અને બધા સમયે લોકોને ભૂખ તરસની ચિંતા હમેશાં લાગેલી રહેશે. મનુષ્યના શરીરમાં વિવિધ રોગ થઈ જશે, અને મનુષ્યની વધારેમાં વધારે ઉંમર 20 થી 30 વર્ષ સુધી સીમિત રહી જશે.

 

  1. આ ઉપરાંત જયારે કળીયુગનો અંત આવશે ત્યારે ધરતી પરના બધા નદી-તળાવ સંપૂર્ણ સુકાઈ જશે. પાણીનો પણ અંત આવી જશે, અને પાણીની અછત હોવાને લીધે સમગ્ર ધરતી પર હાહાકાર મચી જશે. પાણીની અછતથી બધા વૃક્ષ-છોડ અને જીવ-જંતુનો નાશ થઈ જશે. અને કળીયુગનો પણ અંત થશે.

  1. ત્રીજું લક્ષણ એવું છે કે, જયારે કળીયુગનો અંત આવવા લાગશે ત્યારે પતિ-પત્નીના સંબંધ બહુ બધા ખરાબ થઈ જશે. પતિ-પત્ની એકબીજા સાથે દુશ્મન જેવો વ્યવહાર ચાલુ કરશે. એને બીજા સ્ત્રી અથવા પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવા લાગશે. લોકોને લગ્ન કરવામાં કોઈ રુચિ નહિ રહે અને સંબંધોનો કોઈ અર્થ રહેશે નહિ.

 

  1. એવી ભવિષ્ય વાણી પણ કૃષ્ણ માટે  કરી છે કે કળીયુગનો અંત સમયમાં તીર્થ સ્થળ, ધર્મ અને પવિત્રતાના સ્થાનોનો સંપૂર્ણ નાશ થઈ જશે, અને દરેક જગ્યાએ અધર્મ અને પાપ થવા લાગશે. અને જે કંઈપણ ધર્મ સ્થાન રહેશે તે ફક્ત ઘન કમાવવાનું સાધન જ બની જશે.

  1. બીજુ એક લક્ષ્ય એ પણ છે કે કળીયુગના અંત સમયમાં લોકો એકદમ નાના-નાના સ્વાર્થ માટે એકબીજાની હત્યા પણ કરવા લાગશે. ત્યારે મનુષ્યના જીવનની કોઈ કિંમત નહિ રહે. અને ધન કમાવવા માટે મનુષ્ય કોઈ પણ પાર સુધી જવા માટે તૈયાર પણ રહેશે. પછી ભલે તે કામ ખોટા કેમ હોય.

 

  1. તે ઉપરાંત છેલ્લો સંકેત એવો છે, કે કળીયુગના અંતમાં ધર્મની જગ્યાએ અધર્મના પૂજા-પાઠ થવા લાગશે. ધર્મમાં માનવા વાળા લોકો પણ એકદમ નાસ્તિક બની જશે. અને સમગ્ર માનવ જાતિનો સંહાર થઈ જશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!