કરોડપતિ ખાનદાનની દિકરી હોવા છતાં સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે આશી – ટૂંક સમયમાં જ થઇ ફેમસ

બોલીવુડ અને ટીવી જગતમાં ઘણા એક્ટર્સ અને એક્ટ્રેસ છે જે કરોડો રૂપિયા કમાય છે, પરંતુ ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ એવા પણ છે જે લક્ઝરી લાઈફ છોડીને સામાન્ય જીવન જીવવાનું પસંદ કરે છે. આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ટીવી જગતમાં ઘણા ઓછા સમયમાં ફેમસ થઇ ગઈ છે પરંતુ તે સિમ્પલ લાઈફ જીવવાનું પસંદ કરે છે.

સોની ટીવી પર પ્રસારિત ધારાવાહિક “યે ઉન દિનો કી બાત હૈ” થી ફેમસ થયેલ અભિનેત્રી આશી સિંહએ ઘણા ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી છે.આ સીરીયલમાં સિમ્પલ લૂકસમાં જોવા મળતી આશી તેની રીયલ લાઈફમાં પણ ખુબ જ સિમ્પલ છે. જણાવી દઈએ કે અભિનય કરિયરની શરૂઆત કર્યા પહેલાથી જ આશી કરોડપતિ ખાનદાનમાંથી આવે છે.

આશીના પિતા એક મોટા બિઝનેશમેન છે તેની કમાણી કરોડોમાં છે. આટલા મોટા અને પ્રખ્યાત પિતાની દીકરી હોવા છતાં આશીને સિમ્પલ લાઈફ સ્ટાઈલ પસંદ છે. કદાચ એટલે જ બધા આશીને પસંદ કરે છે. આશીએ કરિયરની શરૂઆત સાવધાન ઇન્ડિયામાં સપોર્ટીંગ કિરદાર નિભાવીને કરી હતી.

પરંતુ તેને લોકપ્રિયતા “યે ઉન દિનો કી બાત હૈ” થી મળી હતી. આ સીરીયલમાં આશીએ નૈના નો કિરદાર નિભાવ્યો હતો. આ કિરદાર નિભાવીને આશી ઘરે ઘરે ફેમસ થઇ ગઈ હતી, તેમજ લોકોએ તેની એક્ટિંગ ખુબ જ પસંદ કરી.

જણાવી દઈએ કે આ લીસ્ટમાં માત્ર આશી જ નહિ પરંતુ અન્ય અભિનેત્રીઓ પણ શામિલ છે. જો વાત કરીએ સારા અલી ખાનની તો સારા નવાબી ખાનદાનમાંથી આવે છે પરંતુ તે સિમ્પલ લાઈફ જીવવાનું જ પસંદ કરે છે. બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. આજકાલ સારા અલી ખાનનો એક વિડીઓ ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીઓમાં સારા અલી ખાન જીમમાં પરસેવો પાળતી દેખાય છે.પોતાની ફિટનેસને જાળવી રાખવા માટે સારા અલી ખાન કેટલી મહેનત કરે છે એ તે વિડીઓમાં સાફ સાફ જોવા મળે છે.

સારા અલી ખાને તેનો વિડીઓ શેર કરતા કેપ્શનમાં લખ્યું, “દરેક દિવસો સમર્પણ, પછી ગીલ્ટ ફ્રિ વેકેશન” તેના ફેંસ આ વિડીઓમાં કોમેન્ટ્સ કરીને ખુબ જ વખાણ કરે છે. વાત કરીએ તેના વર્કફ્રન્ટની તો સારા જલ્દી “લવ આજ કલ 2” અને “કુલી નંબર વન” દ્વારા બોક્સ ઓફીસ પર ધમાલ મચાવશે. “કુલી નંબર વન” માં સારા સાથે વરુણ ધવન લીડ રોલ પર છે. અને “લવ આજ કલ 2” માં સારા સાથે કાર્તિક આર્યન જોવા મળશે. જણાવી દઈએ કે સારાએ ફિલ્મ કેદારનાથ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું જેના માટે તેને ડેબ્યુ એક્ટ્રેસ આઈફા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!