શ્રી કૃષ્ણ ના ભાભી કોણ હતા? – કેબીસીમાં પૂછવામાં આવેલા ૨૫ લાખના આ પ્રશ્નનો જવાબ ઘણાને નથી ખબર

મિત્રો તમે બધા જાણો છો કે સોની ટીવી પર આવનાર ખુબ જ લોકપ્રિય કાર્યક્રમ ‘કૌન બનેગા કરોડ પતિ’ હાલમાં ટીઆરપી ની ચરમ સીમા પર છે અને આખરે હોય પણ કેમ નહિ આ શોને હોસ્ટ કરનાર બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન છે. જો કે તમે જાણતા જ હસો કે આ એક એવો શો છે જેમાં ભાગ લીધેલ વ્યક્તિ મીનીટોમાં લાખપતિ અને કરોડ પતિ બની જાય છે.

જો કે તેના માટે તમારે જ્ઞાનનો ઉપયોગ કરવો પડે છે ત્યારે જ શક્ય બંને છે. એવામાં હાલમાં જ કેબીસી માં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેનો સાચો જવાબ આપવા પર પ્રતિયોગીને 25 લાખ ની રકમ મળવાની હતી. પરંતુ અફસોસ કે તેને સાચો જવાબ ખબર ન હોવાથી ગેમ અધવચ્ચે છોડી દીધી અને માત્ર 12 લાખ 25 હજાર જીતીને જ આવી.

ખરેખર માં કેબીસી માં 25 લાખ રૂપિયાનો સવાલ અમિતાભે તેની સામે બેઠેલ પ્રતિયોગીને પૂછ્યો કે “ભગવાન શ્રી કૃષ્ણનાં ભાભીનું નામ શું હતું” અહી જ વાત અટકી ગઈ અને આખી ગેમ  જ છોડાવી પડી. જો કે ભગવાન શ્રી કૃષ્ણ વિશે તો ઘણી જાણકારી ખબર હોય પરંતુ આ સવાલા નો જવાન આપી ન શક્યા. જો કે આ સવાલાનો સાચો જવાબ તમને પણ નહિ ખબર હોય. તો ચાલો જાણીએ..

દેવકીના સાતમાં પુત્ર હતા કૃષ્ણના મોટા ભાઈ :

સૌ પ્રથમ તો તમને એ વાત જણાવી દઈએ કે શ્રી કૃષ્ણનાં મોટા ભાઈ એટલે કે બાલારામ જી નો જન્મ વાસુદેવની પહેલી પત્ની રોહિણીનાં ગર્ભમાં થયો હતો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પુરાણો અનુશાર શ્રી કૃષ્ણના ભાઈ બાલરામનો જન્મ ખુબ જ ચમત્કારિક રીતે થયો હતો. જેને આજના વૈજ્ઞાનિક જમાનામાં આપણે સેરોગેસી નો જ એક ભાગ માનીએ છીએ. ખરેખર બાલારામ દેવકીનાં સાતમાં પુત્ર હતા. જો કે તેને યોગમાયાએ દેવકીના ગર્ભ માંથી કાઢીને રોહિણીનાં ગર્ભમાં સ્થાપિત કરી દીધા હતા.

બલારામજી ની પત્ની એક દિવ્ય કન્યા હતી :

શ્રીકૃષ્ણના મોટા ભાઈ હતા બાલારામજી જેને તે પ્રેમથી દાઉં કહીને બોલાવતા હતા. જણાવી દઈએ કે જેમ બલરામજી નો જન્મ ખુબ જ વિશેષ રૂપે થયો હતો તેવી જ રીતે તેના લગ્નની કહાની પણ અદભુત અને દિવ્ય જણાવવામાં આવે છે. હકીકત માં તેના લગ્ન તેની ઉંમરથી ઘણા લાખ વર્ષો મોટી એક દિવ્ય કન્યા સાથે થયા હતા. જો કે આ સાંભળીને તમને થોડું અજીબ જરૂર લાગશે પરંતુ આ વાતનો ઉલ્લેખ શ્રીમદ ભગવતમાં કરવામાં આવ્યો છે, તેની પત્નીનું નામ રેવતી હતું અને તેનો જન્મ અગ્નિથી થયો હતો.

પૂરનો અનુશાર જણાવ્યું છે કે તે સમયમાં ધરતી લોક પર રેવત નામનો એક રાજા હતો. જેને તેની વિશેષ રૂપથી ઉત્પન્ન કન્યાને ખુબ જ વિશેષ શિક્ષા આપી અને તમામ ગુણોથી પરીપૂર્ણ બનાવી. જણાવવામાં આવ્યું છે કે જ્યારે રેવતી વિવાહને લાયક થઇ તો રાજા તેના માટે કોઈ યોગ્ય વર જે તેને સમાન હોય, શોધમાં લાખ પ્રયત્નો કાર્ય પરંતુ તેને તેવો વર ન મળ્યો તો તે સમસ્યાની સાથે સાથે તેની દીકરીને લઈને બ્રહ્મલોક માં પહોંચ્યા.

ત્યાં બ્રહ્માજી એ તેને કહ્યું કે તમે પુન: ધરતી પર જાવ જ્યાં અત્યારે ભાહાવાન વિષ્ણુ જે એક માનવના રૂપમાં (શ્રી કૃષ્ણના રૂપમાં) છે. તેમજ તેના સિવાય શેષનાગ જેને બલરામજીનાં રૂપમાં અવતાર લીધો છે. તેની સાથે જ આ દિવ્ય કન્યાના વિવાહ કરાવો તે જ આ કન્યા માટે સર્વશ્રેષ્ઠ વર છે.

રાજા રાવતનાં પ્રસ્તાવને સાંભળીને બળરામજી લગ્ન માટે તૈયાર થઇ ગયા. પરંતુ હવે તેની પાસે એક નવી સમસ્યા આવી અને તે હતી ઉંમર અને કાદ કાઠીની, જે બલરામજી રકરતા ઘણી મોટી હતી. જો કે તેના પર શ્રીકૃષ્ણ એ કહ્યું કે આ સમસ્યા એ માટે છે કેમ કે, રાજા રેવાતાને બ્રહ્મલોકમાં જવામાં અને ત્યાંથી પરત આવવામાં સતયુગ અને ત્રેતા યુગ બંને યુગ વીતી ગયા. આટલા સમયમાં મનુષ્યનાં આકાર અને પ્રકૃતિમાં ઘણો બદલાવ આવે છે. આ જ કારણે તમારો આકાર મોટો છે અને અમારો ઓછો છે.

પરંતુ તેનાથી રાજા રેવત કઈ સંતુષ્ટ થયા નહિ અને દુવિધામાં હતા ત્યારે બાલારામજીએ તેની સમસ્યાનો ખુબ જ અનોખો ઉપાય બતાવ્યો અને તેનું દિવ્ય હળ ઉઠાવ્યું અને તેને રેવતીના માથા અને ખંભા પર રાખી દીધું. આવું કરતા રેવતીનો આકાર ઘટવા લાગ્યો અને બાલારામ જેવો જ થઇ ગયો. આ ચમત્કાર બાદ રેવત ખુબ જ રાજી થઇ અને બાલારામ અને રેવતીના લગ્ન થયા. તેથી આવી રીતે ભગવાન શ્રીકૃષ્ણને રેવતીનાં રૂપમાં તેની ભાભી મળી હતી, જે વાતથી આજે પણ ઘણા લોકો અજાણ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!