જીવનની દરેક સમસ્યાનો હલ આપશે ભગવાન શ્રી કૃષ્ણની આ એક વાત – જરૂર વાંચજો

તમે જાણો જ છો કે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ જોવા મળે કે જેને કોઈ પણ વસ્તુથી ડર ન લાગતો હોય. પરંતુ ડર લાગવો તે એક સામાન્ય વાત ગણી શકાય. બધાજ વ્યક્તિની અંદર કોઈને કોઈ જાતનો ભય રહેલો હોય છે. અને કોઈ લોકોનો ડર તો એટલો શરીર પર ભારે થઇ જાય છે કે તે વ્યક્તિને તેનો એક પ્રકારનો ફોબિયા થઇ જાય છે. તે ન હોય તો પણ તે પરિસ્થિતિને ઈમેજીન કરી કરીને દરરોજ ડરતી રહે છે. પરંતુ આજે અમે તમને એક નાની સ્ટોરી દ્વારા ભાગવત ગીતામાં કહેલી વાત દ્વારા તમારા ડર પર જીત કંઈ રીતે મગજમાં ઉતળવી તેના વિશે જણાવવા જઇ રહ્યા છીએ. મિત્રો આ આર્ટીકલ જરૂર વાંચજો તમારા દરેક પ્રકારના ડર પર તમે જીત મેળવીને તેને હરાવી શકો છો.

સંપૂર્ણ મહાભારત દરમિયાન અર્જુનનો જાતે ભગવાન શ્રી કૃષ્ણે હાથ પકડી અર્જુનના મનનો ડર કાયમ માટે દૂર કર્યો હતો. અર્જુનને ફક્ત એક જ ડર હતો એ હતો પોતાના પરિવાર અને પ્રિયજનોને લડાઈને કારણે ખોઈ બેસવાનો. પણ શ્રી કૃષ્ણે અર્જુનને એક એવી ખાસ તકનીકનો ઉપયોગ કરીને અર્જુનને મદદ કરી. જેના દ્વારા પહેલા તો અર્જુને પોતાના ડર પર જીત મેળવી લીધી ત્યાર પછી યુદ્ધમાં પણ વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ટેકનીકને જાણવા માટે અને તેને સારી રીતે સમજવા માટે આપણે એક નાની સ્ટોરી દ્વારા જાણીએ જેના દ્વારા તે ટેકનીક થોડી સરળતાથી સમજાઈ જશે તેમજ આપણને ખબર પડશે કે આખરે ડર વાસ્તવમાં હોય છે શું ?

આ વાર્તા પ્રણામ એકવાર એક બકરી ચરાવવા વાળો જંગલમાં દૂર દૂર બકરી ચરાવતો હતો. એવામાં એક બકરી અને તેના નાના નાના બાળ બચ્ચા ભૂલથી જંગલમાં જ ભૂલી ગયો. પહેલા તો બકરી ખૂબ વધુ ગભરાઈ ગઈ, કેમ કે તે ખૂબ સારી રીતે જાણતી હતી કે જંગલમાં જંગલી પ્રાણીઓ રહેતા હોય છે. આજની રાત્રે તે કોઈપણ એક સિંહનો શિકાર તો બની જ જશે. બકરીને પોતાના બાળ બચ્ચાના મોતનો ડર પરેશાન કરવા લાગે છે. માને ડરેલી જોઈ બકરીના બચ્ચા પણ ડરી જાય છે. પોતાના બચ્ચાને ઉદાસ અને ડરેલા જોઈ બકરી એક યોજના બનાવે છે. તે બકરી પોતાના બચ્ચાને પોતાનો પ્લાન જણાવે છે. બચ્ચાઓને આ યુક્તિ જાણી થોડી નિરાત થઇ. જેવો સાંજે સિંહના શિકારનો સમય થઇ જાય છે ત્યારે સિંહ પોતાની ગુફામાંથી બહાર નીકળે છે અને શિકાર ગોતવા જાય છે. પરંતુ તે બકરી પોતાના બચ્ચાને લઇ તે સિંહની ગૂફામાં જઈને જ પોતે સંતાઈ જાય છે. પરંતુ ગુફાની સામે વૃક્ષ પર બેઠેલો વાંદરો આ બધું નિહાળતો હોય છે. આ તરફ શિકાર માટે ગયેલ સિંહ સમગ્ર જંગલ ફરી વળ્યો પણ તેને કોઈ શિકાર મળ્યો નહિ કેમકે બકરી અને બચ્ચા તો તેની ગુફામાં સંતાયા હતા. અને સિંહ થાકીને ગૂફા તરફ પાછો આવી રહ્યો હોય છે ત્યાં વૃક્ષ પર બેઠેલો વાંદરો સિંહને કહે છે કે અંદર ગૂફામાં બકરી તેના બચ્ચાને લઈને સંતાઈને બેઠી છે.

પરંતુ સિંહને વાંદરાની આ વાત પર વિશ્વાસ આવતો નથી તે સમજે છે કે બકરીની ક્યારેય એટલી હિંમત થાય જ નહિ કે તે સિંહની ગૂફામાં એકલી સંતાઈ. પરંતુ વાંદરો તેને ખૂબ મનાવે છે રીઝવે છે કે બકરી સાચે જ તમારી ગુફાની અંદર જ છે. આ વાતને માનીને સિંહ વિચાર કરે છે વાહ આજે તો તેને દાવત મળી જશે. ત્યાં અંદર બકરી અને બકરીના બચ્ચા સિંહને બહાર ઉભેલો જોઈ પહેલા તો એકદમ ડરી જાય છે પરંતુ બકરી જણાવે છે કે ડરવાની તેની જરૂર નથી પરંતુ આપણે જે યુક્તિ બનાવી છે તેજ પ્રમાણે આગળ વધવાનું છે.

જેવો સિંહ ગૂફા તરફ આગળ પ્રયાણ કરે છે ત્યાં યુક્તિ પ્રમાણે બકરીના બચ્ચા બકરીને કેહવા લાગે છે કે માં માં અમને ખૂબ ભૂખ પણ લાગી છે. અને બકરી કહે છે હંમણા જ સિંહ મામા આવશે આપણે તેનો શિકાર કરી તેને ભાગ પાડીને જમી લેશું. આ વાત સાંભળી સિંહ પાછો વાંદરા પાસે આવે છે અને કહે છે કે સાચું બોલ અંદર કોણ છે ? વાંદરો કહે છે કે અંદર બકરી છે  અને તેના બચ્ચા પણ તેની સાથે જ છે.

પરંતુ આ સિંહને આ વાત માનવા તૈયાર જ નથી અને તેને એવો ડર પણ સતાવે છે કે તેનાથી પણ વધારે તાકાત વાળો પ્રાણી અંદર જ છે માટે તે વાંદરાને જણાવે છે કે ચાલ તો તું પણ ગૂફામાં તો માનું કે મારી ગુફામાં બકરી જ છે. તેટલું જ નહિ મિત્રો સિંહને ખૂબ જ બીક લાગતી હતી તેથી તે ઉંધો ફરીને જતો હતો જેથી કોઈ મુશ્કેલી ઊભી થાય તો તે તરત જ ભાગી શકે અને તેણે વાંદરાને પણ પોતાની પકડમાં પકડી રાખ્યો હોય. જેવો વાંદરો અને સિંહ ગુફા તરફ પ્રયાણ કરે છે તેટલામાં જ બચ્ચા કહે છે માં માં ખૂબ જ વધુ ભૂખ લાગી છે હવે મારાથી સહન નથી થતી ભૂખ, ત્યારે બકરી કહે છે ધીરજ રાખો હંમણા વાંદરા ભાઈ સિંહને લઈને અંદર જ આવતા હશે પછી આપણે સિંહનો શિકાર કરીને ખાઈ લેશું. આ સાંભળી સિંહ પણ વિચારે છે કે વાંદરાએ આ જાળ બિછાવી છે તેનો શિકાર બનાવવા માટે અને તે ડરીને ત્યાંથી ભાગી જાય છે અને તેની સાથે વાંદરો પણ ગુફાની બહાર ભાગી જાય છે. આ રીતે બકરીની યુક્તિથી બકરી અને તેના બચ્ચા બંને સિંહના શિકારથી બચી જાય છે.

હવે આ વાર્તા પરથી તમને ગીતાના જ્ઞાનની વાત કરીએ. સિંહને એક જાતનો ડર હતો કે તેની ગૂફામાં તેનાથી પણ વધારે તાકાત વાળું પ્રાણી રહેલું છે જે તેને ખાઈ જશે અને તે ડરથી સિંહ ત્યાંથી ભાગી જાય છે. તેવી જ રીતે અર્જુનને પણ ડર હતો પોતાના પરિવાર જનો અને સગા સંબંધીઓને આ યુદ્ધ દરમિયાન ખોઈ બેસવાનો. પરંતુ અર્જુને પોતાનો ડરનો સામનો કર્યો અને ડર આગળ જીત મેળવી. પરંતુ વાત કરીએ સિંહની તો સિંહ માટે જે પરિસ્થિતિ એકદમ નવી હતી

મિત્રો આવી પરિસ્થિતિ આપણા કંફર્ટ ઝોનની બહારની હોય છે. દોસ્તો આપણે આપણા કંફર્ટ ઝોનની બહાર રહેવા માટે જો સિંહની જેમ દૂર ભાગી જઈએ તો ક્યારેય ડર આગળ વિજય પ્રાપ્ત ન કરી શકીએ. સિંહ ડરી ગયો જો તેને નીડરતાથી સામનો કર્યો હોત અને ફરી એકવાર પાછળ ફરીને જોયું હોત તો તેને ખબર પડી જાત કે તેનો ડર જરૂરી નથી તેને પણ તેના ડર પર વિજય મેળવ્યો હોત. પરંતુ તેને તેવું ન કર્યું અને એક તાકાતવર સિંહ ડરીને દૂર ભાગી ગયો. સિંહ બકરી બની ગયો તેવું કહીએ તો પણ તે પણ કંઈ ખોટું નથી.

દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત ગીતાના પાંચમાં અધ્યાયના પંદરમાં શ્લોકમાં જણાવે છે કે “જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું છે અને તેનાથી લોકો ખૂબ જ  પ્રભાવિત થાય છે.”

એક બાજુ બકરી જણાવે છે કે જે સિંહની તુલનાએ ખૂબ જ નબળું છે. પરંતુ બકરીએ પોતાના મન પર કાબૂ રાખ્યું અને રિઝલ્ટ ની ચિંતા કર્યા વગર પોતાનું બેસ્ટ આપ્યું. અને છેવટે તેને તેનાથી સફળ થઇ. શ્રીમદ્દ ભાગવત ગીતાના બીજા આધ્યાયાયનો ૪૭માં શ્લોકમાં ભગવાન જણાવે છે કે “તું કર્મ કર ફળની ચિંતા ન કર.”

તો મિત્રો આપણે પણ આપણી લાઇફ માં એક સિંહથી કંઈ ઓછા નથી. પરંતુ આપણને આપણી અંદર રહેલો શક્તિનો કોઈ અંદાજો નથી. કેમ કે આપણા તે જ્ઞાને અજ્ઞાનતાની ચાદર ઢંકાયેલી છે માટે આપણે આપણી અંદર છૂપાયેલી શક્તિને ઓળખી શક્તા જ નથી. તેનું કારણ છે અજ્ઞાન. અર્જુનની અજ્ઞાનતા ભગવાને આ વાર્તા દ્વારા દૂર કરી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!