કળીયુગમાં આ રીતે રહી શકાય પાપથી દુર – શ્રી કૃષ્ણ ભગવાને કહેલી ૪ મહત્વની વાત

ભગવાન શ્રી કૃષ્ણ એટલે સંપૂર્ણ નીતિદર્શક, રાજનીતિજ્ઞ તથા ધર્મની સ્થાપના કરનાર યુગ પુરુષ છે. તેમના દ્વારા કહેવામાં આવેલી તમામ વાતો અથવા ઉપદેશ આજે આટલા વર્ષો પછી પણ એટલા જ ઉપયોગી ન8વડે છે. કારણ કે આજે પણ લોકો તેના બતાવેલા માર્ગને ફોલોવ કરીને તેના પર ચાલે છે.

આજનો પૃથ્વી પરનો કળિયુગ ઘણા બધા કુકર્મોથી ભરેલો છે. ત્યારે લાખો વર્ષો પહેલા જ ભગવાન શ્રી કૃષ્ણએ માણસના જીવનને સફળ થતા સરળ બનાવવા માટે ઘણા ઉપદેશ તથા સંદેશો આપ્યા છે. તો તમે પણ તમારું જીવન સરળ અને સફળ બનાવવા માંગો છો, તો એક વાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેલી આ 4 વાતો અવશ્ય જાણી લેવી જોઈએ.

શ્રીમદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી નીતિઓનો સંદેશ પણ આપ્યો છે. જે આજે કળિયુગમાં પણ ઘણો ઉપયોગી તથા લાભદાયી બને છે. આજે આ અત્યંત આધુનિક સમયમાં જીવનમાં સફળતાતો સાચો અર્થ ફક્ત પૈસા તથા આરામની વસ્તુઓ છે. એટલે કે જેટલી સફળતા મેળવો છો તેટલું વિશ્વ તમને બોલાવે છે. આમ પૈસા કમાવવાની રેસમાં, ભૌતિકસુખનો આનંદ પ્રાપ્ત કરવાને માટે કેટલા પાપો થયા તેના વિશે કોઈ વિચારતું જ નથી.

આ સિવાય શ્રીમદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી નીતિઓનો સંદેશ પણ આપ્યો છે. જે આજના યુગમાં ઘણી લાભદાયી નીવડે છે. તેમાં લખેલ એક શ્ર્લોક પ્રમાણે જે માણસ આ 4 સરળ કાર્યો કરે છે, તે ચોક્કસપણે સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આવા વ્યક્તિ દ્વારા જાણી જોઈને કે અજાણતાં કરેલા પાપોને સંપૂર્ણ માફ કરવામાં આવે છે અને તેને નર્કમાં જવું પડતું નથી. આવો, આપણે આ લેખના માધ્યમ દ્વારા આ 4 વાતો વિશે જાણી લઈએ.

  • સૌથી પહેલા દાન : દાન આપવું તેનો સીધો મતલબ એ છે, કે આપણે જરૂરિયાતમંદોને જે વસ્તુની જરૂર છે અને તે મેળવવામાં તે અસક્ષમ છે, તો તેવા લોકોને દાન આપવું અવશ્ય જોઈએ. જ્યારે દાન કરતા પહેલા અને પછી દાન વિશે કોઈને પણ દાન આપ્યું છે તેના વિશે કહો નહિ. કારણ કે દાનને જો ગુપ્ત રાખવામાં આવે તો તેનું ફળ ખુબ જ શુભ માનવામાં છે.

  • ત્યાર બાદ છે સ્વ નિયંત્રણ : ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણું હૃદય તથા મગજ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં સ્થાંતર થતાં હોય છે અને ત્યારે આવી કપરી સ્થિતિમાં આપણે અધર્મમાં ભૂલથી કરી નાખીએ છીએ. ગીતામાં આપવામાં આવેલ જ્ઞાન પ્રમાણે મનને વશ કરીને કોઈ પાપ કરે તેવી સંભાવના છે. તેથી દરરોજ આપણા પર કાબૂ રાખવું જરૂરી છે. આપણા મગજ તથા લાગણી બંનેઓ પર નિયંત્રણ રાખવું ખુબ જ જરૂરી છે.

  • ત્રીજું છે સાચું કહેવું : આ ઘોર કળિયુગમાં સત્ય તથા અસત્ય વચ્ચેનો ભેદ શોધવો અઘરો છે. ફક્ત કોઈપણ એક માણસની વાતો સાંભળીને એમ ન કહી શકાય કે, તે ખોટું છે અથવા સાચું છે. આથી તેનો ઉપાય એ છે કે જો તમે ભૂતકાળમાં કંઇક પણ ખોટું કામ કર્યું હોય, તો તમે તમારા પછીના જીવનમાં સાચું બોલીને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી શકો છો. એટલા માટે હંમેશા સત્ય બોલવું જોઈએ.

  • ચોથું છે ધ્યાન અથવા જાપ : આજે આ કળિયુગમાં ખુબ જ સામન્ય લોકો ધ્યાન કે જપ, કે પુજા અર્ચના કરે છે. જે લોકો ઉપાસના પણ કરે છે તેઓ ભગવાનને ફક્ત ખુશ કરવા માટે નહીં, પરંતુ સમાધાન માટે આ બધું કરે છે. આત્મનિરીક્ષણ દ્વારા પોતાની જાતને મળવા માટે કરવી જોઈએ. શુદ્ધ મનથી દરરોજ રીતે જો તમે જાપ કરો છો અથવા ધ્યાન કરો છો, તો ભૂલથી થયેલી ભૂલો દૂર થઈ શકે છે. એટલા માટે ઈશ્વરનું ધ્યાન તથા જાપ અવશ્ય કરવું જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!