આટલું મોટું નામ છે અને પૈસાની પણ કોઈ કમી ન હોવા છતાં આ અભિનેત્રીએ સહન કર્યું છે એકલતાનું દર્દ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની દુનિયા ઘણી અજીબ હોય છે. સ્ક્રીન પર ખુશ નજર આવતા ચહેરાઓ રીયલ લાઈફમાં કેટલા વધુ દુખી હોય છે તેનો અંદાજ અમે કે તમે લગાવી શકતા નથી. જી હા, લાઇમલાઇટની દુનિયામાં હંમેશા કલાકારો ખુશ દેખાવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેના અંગત જીવનમાં એટલું બધું ચાલી રહ્યું હોય છે કે તેને એના માટે સમય જ નથી મળતો. એવામાં આજે અમે તમને એક એવી અભિનેત્રીની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ. જેને ઘણા સમય પહેલા જ ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી છે. પરંતુ હવે તેના અંગત જીવન વિશે ઘણી વાતો સામે આવે છે.

 


મોડલમાંથી અભિનેત્રી અને પછી લેખિકા બનેલ લીજા રે હાલમાં જ દિલ્લી પહોંચી હતી. દિલ્લીમાં પ્રદુષણને લીધે તેને માસ્ક લગાવવું પડ્યું. તે દરમિયાન તેને તેના જીવનના અમુક અનુભવો શેર કર્યા. જે સાંભળીને તેના ફેંસની આંખોમાં આંસુ આવી ગયા. જણાવી દઈએ કે વર્ષો પહેલા લીઝા રે કેન્સરનો શિકાર બની ચુકી હતી. ત્યારબાદ ડોકટરે તેને જીવતા રહેવાની ઉમ્મીદ છોડી દીધી હતી. પરંતુ તેને હાર ન માની અને આજે આપની વચ્ચે મૌજુદ છે. હા, હવે તે પૂરી રીતે બદલી ચુકી છે.

મને ખુદ માટે સમય ન મળ્યો – લીઝા રે :

લીઝા રે એ કહ્યું કે તેનું શરીર તેને ઘણા સમયથી બીમારી તરફ ઈશારો કરી રહ્યું હતું. પરંતુ તે સમજી ન શકી. કેમ કે તે જે પ્રોફેશનમાં હતી, ત્યાં દવા લઈને ફરી કામે જવાનું હોય છે, એવામાં તેને પણ આવું કર્યું અને ધીરે ધીરે તે પણ કેન્સરનો શિકાર બની ગઈ, ત્યારબાદ ડોક્ટરોએ ઉમ્મીદ છોડી દીધી. પરંતુ તેની હિમત તૂટી નહિ. જો કે તેને કહ્યું કે તે સમયે હું ખુબ જ એકલી થઇ ગઈ હતી અને ત્યારબાદ મારું શરીર પણ બિલકુલ અલગ થઇ ગયું હતું. જેથી લોકો દુર ભાગવા લાગ્યા.

મુસ્કેલ સમયમાં પડી ગઈ હતી એકલી :

લીઝા રે એ કહ્યું કે તે સમયે મારી પાસે પૈસા, શોહરત અને બધું જ હતું, પરંતુ મારી પાસે માણસો ન હતા. જેના કારણે  હું એકલી થઇ ગઈ હતી અને ગભરામણ થતું હતું. જણાવી દઈએ કે વર્ષ 2009 માં લીઝા રે કેન્સરનો શિકાર થઇ હતી. પરંતુ હવે તે પૂરી રીતે ઠીક છે. તેમજ તેને કહ્યું કે મને ખબર હતી કે હું મારીસ નહિ, પરંતુ એ પણ ખબર હતી કે આસાન નથી. પરંતુ તેમ છતાં મેં એકલીએ આ સફર નક્કી કર્યું અને તમારા વચ્ચે આજે હું જીવંત છું.

આ ફિલ્મો માટે જાણીતી છે લીઝા :

જણાવી દઈએ કે લીઝા રે ને ફિલ્મ  વોટર થી ઓળખાણ મળી. પરંતુ ત્યારબાદ તેને ઘણીબધી ફિલ્મોમાં કામ કર્યું. જેમાં ‘કસૂર’, ‘વીરપ્પન’ અને ‘દોબારા’ સહીદ અન્ય ઘણી ફિલ્મો સામેલ છે.  તે દરમિયાન તેને કહ્યું કે સમાજ તમને બતાવે છે કે તમારી પાસે પૈસા, સોહરત અને પ્રતિષ્ઠા ભલે હોય પરંતુ તમે ખુશ નહિ રહી શકતા. એ સમયે આ બધું મેં મહેસુસ કર્યું. કેમ કે મારી પાસે મારું પોતાનું કોઈ ન હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!