અરેન્જ મેરેજ Vs લવ મેરેજ – શેમાં કપલ સૌથી વધુ ખુશ રહેતું હોય છે?- વાંચો તર્ક અને વિગત સાથે

સામાન્ય રીતે ભારતમાં બે પ્રકારનાં લગ્ન થાય છે. પહેલા માતા-પિતાની મરજીથી એક જ કાસ્ટ અને ધર્મમાં થનાર લગ્ન, જેને આપણે અરેન્જ મેરેજ કહીએ છીએ. પછી આવે છે બીજા પ્રકારનાં લગ્ન, જેમાં છોકરા-છોકરી પોતાના માટે જીવનસાથીની પસંદગી જાતે કરે છે. આ લાઈફ પાર્ટનર એના દોસ્ત અથવા પ્રેમી હોય શકે છે. આ પ્રકારનાં લગ્નને લવ મેરેજ કહેવાય છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, આ બંનેમાંથી સૌથી બેસ્ટ લગ્ન ક્યાં છે? અથવા એમ કહો કે લગ્ન પછી ક્યુ કપલ સૌથી વધુ સુખી રહે છે? આજે આપણે આ વિશે વિગતવાર ચર્ચા કરીશું…

(1) અરેન્જ મેરેજ :


ઘણા લોકોને એવો વહેમ હોય છે કે, અરેન્જ મેરેજ બાદ કપલ વચ્ચે પ્રેમ નથી હોતો અથવા એમના લગ્ન વધુ ટકતા નથી. ઘણા લોકો એવું પણ કહે છે કે, અરેન્જ મેરેજમાં માણસ સુખી નથી રહેતો. જોકે આ વાત ત્યારે જ લાગુ પડે કે, જ્યારે આ અરેન્જ મેરેજ છોકરો કે છોકરીની મરજી વિરુદ્ધ થયા હોય. મતલબ, તમે ભલે પોતાની કાસ્ટ કે ધર્મમાં લગ્ન કરાવો પણ એમાં ક્યાં છોકરા અથવા કઈ છોકરી સાથે લગ્ન કરવાના છે અને તે એમના માટે યોગ્ય છે કે નહીં એ વાતનો નિર્ણય પોતાના બાળકોને જાતે લેવા દો. મોટાભાગનાં અરેન્જ મેરેજમાં સમસ્યા એ છે કે, માતા-પિતા પોતાના બાળકોની પસંદ-નાપસંદ પર ધ્યાન નથી આપતા, એમને કોઈક વિશેષ સાથે લગ્ન કરવા માટે ફોર્સ કરે છે.

ક્યારેક એવું પણ બને કે, અમુક રૂઢિચુસ્ત સમાજમાં લગ્ન પહેલા છોકરા-છોકરીને વાતચીત કરવાની મનાઈ હોય, બંનેને ભેગા થવા ન દે અને એમને એકબીજાને સમજવાનો મોકો નથી મળતો. એવામાં લગ્ન બાદ બંને માટે એડજસ્ટ કરવું મુશ્કેલ બની જાય છે. જો તમે ઇચ્છો છો કે, અરેન્જ મેરેજમાં તમારો છોકરો કે છોકરી સુખી રહે તો એમને પોતાના ભાવિ જીવનસાથીને ઓળખવાનો મોકો આપો. લગ્નની તારીખ નક્કી કરતા પહેલા બંનેને થોડો સમય સાથે રહેવા દો. આ દરમિયાન જો તેઓ એકબીજાને પસંદ કરવા લાગે તો એના લગ્ન કરાવી દો. પછી તેઓ સુખી રહેશે.

(2) લવ મેરેજ


લવ મેરેજ વિશે પણ લોકોમાં ખોટી ધારણાઓ રહેલી છે, જેમ કે અમે પોતાની પસંદગીના છોકરો કે છોકરી સાથે લગ્ન કર્યા છે એટલે ખુશ જ રહીશું. પરંતુ ખરેખર એવું નથી હોતું. લગ્નસંસાર ફક્ત પ્રેમથી જ નથી ચાલતો. આમાં પરિવાર, જવાબદારી એ બધું પણ સામેલ થઈ જાય છે. હવે લવ મેરેજ માટે જો તમારા ઘરવાળા માની જાય અને તમારા લગ્ન રાજીખુશીથી કરાવે તો એ વાતનાં ચાન્સ વધી જાય કે તમે સુખી રહેશો. પરંતુ જો ઘરવાળા ન માને અને તમે એમની મરજી વિરુદ્ધ લગ્ન કરી લ્યો તો કદાચ તમે આગળ જતાં આટલા ખુશ ના રહો. તમને હંમેશા કંઈક અધૂરું-અધૂરું લાગે. ઘણી વખત તો લવ મેરેજમાં પણ યોગ્ય પાત્ર શોધવામાં ભૂલ થઈ જતી હોય છે. કારણ કે, ફોન પર વાતો કરવી અને એક છત નીચે સાથે રહેવામાં ઘણું અંતર હોય છે.

તો આ બંને પ્રકારના લગ્ન પર ચર્ચા કર્યા બાદ આપણે એવું કહી શકીએ કે, લવ મેરેજ અને અરેન્જ મેરેજ એમ બંનેમાં સુખી જીવન જીવી શકાય પણ શર્ત એ છે કે, બંને પરિવારનાં લોકોની રાજીખુશીથી લગ્ન થવા જોઈએ. બીજું એ કે તમે જે પાર્ટનરને પસંદ કરો છો એ તમારી આદતોને લઈને કેટલું એડજસ્ટ કરી શકે છે, લગ્નજીવનમાં આ વસ્તુ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!