સ્માર્ટનેસમાં બોલીવુડ એક્ટરને પણ ટક્કર મારે છે માધુરી દીક્ષિતનો 16 વર્ષનો દીકરો , ટૂંક સમયમાં કરી શકે છે બોલીવુડમાં એન્ટ્રી

માધુરી દીક્ષિત બોલીવુંળની સફળ એક્ટ્રેસ છે અને તેની સુંદરતાનાં લાખો દીવાનાઓ છે. લાખો લોકો તેની એક સ્માઈલ પર ફિદા છે. તેને લોકો અલગ અલગ નામોથી બોલાવતા હોય છે, કોઈ તેને “ધક-ધક ગર્લ” નાં નામે ઓળખે તો કોઈ તેને તેને “મોહિની” કહે છે. તેની સ્માઈલ તો કાતિલ છે જ સાથે સાથે લોકો તેના ડાન્સના પણ દીવાના છે.

ઇન્ડસ્ટ્રીઝમાં સફળતા મેળવીને માધુરી દીક્ષિતે વર્ષ 1999માં અમેરિકાના નામી સર્જન ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કાર્ય હતા. જ્યારે તેના લગ્ન થયા હતા ત્યારે તેના પતિને અંદાજ પણ ન હતો કે માધુરી ભારતની આટલી મોટી સ્ટાર્સ છે. લગ્ન પછી માધુરીના બે દીકરા થયા જેનું નામ આરીન અને રેયાન છે. માધુરી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના દીકરાઓની તસ્વીરો શેર કરતી રહે છે.

હાલમાં જ માધુરીએ સોશિયલ મીડિયા પર તેના મોટા દીકરા આરીનની તસ્વીર પોસ્ટ કરી હતી. તસ્વીર શેર કરતા માધુરીએ લખ્યું કે તેને વિશ્વાસ નથી આવતો કે સમય આટલો જલ્દી વીતી ગયો છે. જણાવી દઈએ કે મધુરીના મોટા દીકરાનું નામ આરીન છે. જણાવી દઈએ કે આરીન હાલમાં જ 16 વર્ષનો થયો છે.

આરીન બિલકુલ તેના પાપા જેવો દેખાય છે. હવે એ દિવસો પણ દુર નથી કે આરીન પણ બોલીવુડમાં એન્ટ્રી કરશે. આરીન અત્યારથી જ તેના ગૂડ લૂકસને કારણે ચર્ચાઓમાં આવી ગયો છે. આરીન વિશે કહેવામાં આવે છે કે તે સ્વભાવમાં એકદમ શાંત અને બિલકુલ તેના પિતા પર ગયો છે.

માધુરી હંમેશાથી કહેતી આવી છે કે તેને તેના દીકરાઓને સારા સંસ્કાર આપ્યા છે. અને તે ઈચ્છે છે કે તેના દીકરા સ્ટારડમ થી દુર જ રહે. અમેરિકામાં પાલન પોષણ થયું હોવા છતાં આરીન સંસ્કારી છે અને તે જેને પણ મળે છે તેના વ્યવહાર થી સામેવાળાનું દિલ જીતી લે છે.

એક સમય હતો જ્યારે માધુરી બોલીવુડ પર રાજ કરતી હતી. જો કે હજુ પણ તેની લોકપ્રિયતા એટલી જ છે, લોકો તેની ફિલ્મ જોવા માટે હજુ પણ એટલા જ ઉત્સુક હોય છે. તેની ફિલ્મો જોવા સિનેમા ઘરોમાં ભીડ જામે છે. છેલ્લી વખત માધુરી ફિલ્મ ‘કલંક’માં જોવા મળી હતી.

માધુરી લગ્ન કરીને અમેરિકામાં સેટલ થઇ ગઈ હતી પરંતુ હવે તેને હાલમાં જ મુંબઈમાં પોતાનું એક ગગન ચુમ્બી ઈમારતમાં ઘર ખરીદી લીધું છે. હાલમાં માધુરી તેના પતિ અને બંને દીકરાઓ સાથે પેન્ટ હાઉસમાં રહે છે. માધુરી ખુદ એક શાંત અને સિમ્પલ મહિલા છે અને તે તેના દીકરાઓને પણ એવા જ સંસ્કાર આપે છે.

માધુરી દીક્ષિતના પતિ શ્રીરામ નેને અમેરિકામાં પ્રખ્યાત સર્જન હતા પરંતુ પત્ની અને બાળકો માટે તે પણ ઇન્ડિયા આવી ગયા. ઇન્ડિયામાં આવીને માધુરીએ તેના બંને બાળકોનું એડમીશન મુંબઈની જાણીતી સ્કુલમાં કરાવ્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!