મનને કાબુમાં કરીને સફળતા મેળવવા ૩ મિનીટ નો સમય કાઢીને જરૂર વાંચજો આ વાત

ઘણી વાર એવું થતું હોય છે કે આપણે ખરાબ અથવા આપણને ન ગમતી આદત છોડવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ પરંતુ છોડી શકતા ન હોઈએ. પરંતુ સફળતા મેળવવા કે આગળ વધવા માટે મન પર કાબુ મેળવવો ખુબ જ જરૂરી છે. જો તમને પણ એવું લાગી રહ્યું હોય કે તમારે પણ જીવનમાં બદલાવ લાવવો જરૂરી છે અથવા તમારી હાલની જે સ્થિતિ છે તેને બદલાવી છે, તો ચાલો જોઈએ આજના લેખમાં તમારા માટે છે કંઇક ખાસ..

હવેના સમયમાં થોડા ઓછા જોવા મળે છે પરંતુ એક સમયે ગામડે ગામડે થી ઊંટનાં કાફલા નીકળતા આ, એક વખત થયું એવું કે કાફલો રણમાં પહોંચો અને રાત્રીનો સમય થયો એટલે વિસામો પણ લેવો પડે તેમ હતો. પરંતુ પછી તેને અચાનક યાદ આવ્યું કે આપણે ઊંટને જે દોરડે થી અને ખીલે થી બાંધીએ છીએ તે તો આગલી રાતે જ્યાં રોકાણ કર્યું ત્યાં જ રહી ગયા છે.

જો કે વિસામો લેવો પણ તેના માટે ખુબ જ જરૂરી હતો કેમ કે થાકોળો પણ ખુબ જ લાગ્યો હતો અને ઊંટ બાંધવા પણ એટલા જ જરૂરી હતી. કેમ કે જો ઊંટને  બાંધવામાં ન આવે તો સાવર સુધીમાં તો ઊંટ રણમાં ક્યાંના ક્યાય વયા જાય. તેથી સૌ કોઈ વિચારમાં લાગ્યા.

આ સમયે બધાને થયું કે ઊંટને નીચે બેસાડી દઈએ એવામાં બધા ઊંટને બેસાડવાનાં પ્રયત્નોમાં લાગ્યા પરંતુ એક પણ ઊંટ બેસે નહિ. આ બધું જોઈ રહેલા એક અનુભવી વડીલે તેઓને સલાહ આપી કે આ ઊંટ આમ નહિ બેસે, જો તેને બેસાડવા હોય તો તમે જે પ્રકિયા રોજ કરો છો તેવું જ આજે પણ કરો એટલે કે દોરડા બાંધવાની અને ખીલા ખોળીને બિલકુલ એવું નાટક કરો કે તમે ઊંટને બાંધી જ રહ્યા હોય.

જો કે વાડીલ અનુભવી હતા અને તેની સલાહ પણ બિલકુલ સાચી હોવાથી તેનું અમલ કરતા દરેક ઊંટ બેસિ ગયા. ખીલા બાંધવાનું અભિનય કરીને ખાલી ઊંટોને બેસવાનો ઇસારો કર્યો એટલે ઊંટ નીચે બેસી ગયા. આ જોઇને બધા આશ્ચર્ય ચકિત થઇ ગયા.

આ જ ક્રિયાનો ઉપયોગ સવારે પણ કરવો પડ્યો કેમ કે ખીલા અને દોરડા છોડવાના અભિનય વગર ઘણા પ્રયાન્તો કરવા છતાં એક પણ ઊંટ ઉભું ન થયું. પરંતુ સાંજ વાલી વડીલની સલાહ થી કાર્ય કર્યું તો બધા જ ઊંટ ઉભા થઇ ગયા અને કાફલો આગળ પણ ચાલવા લાગ્યો.

હવે તમે સમજી જ ગયા હસો કે આ વાત થી અમે તમને શું કહેવા માંગીએ છીએ. આપના જીવનમાં પણ એવું જ છે કે આપણે પણ કોઈ છોક્કસ વસ્તુ કે વ્યવહારની આદત પડી ગઈ છે અને આપણે તેના મુજબ જ ચાલીયે છીએ, ક્યારેય તેને  છોડવાની કોશીસ કરી જ નથી.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારું જીવન બદલી શકો છો? તો જવાબ છે હા…જો તમે મનથી ઈચ્છો તો તમારા જીવનની ગમે તેવી આદતો અને તમારું વર્તન બદલી શકો છો. તમારા જીવનમાં તમારે શું કરવું શું ન કરવું? કેમાં ફાયદો છે અને કેમાં નુકશાન છે? આ બાધી જ વાત આપણે સારી રીતે સમજી શકીએ છીએ, તેમ છતાં આપણી ટેવ અને આદતો મુજબ  વર્તન કરીએ છીએ. પરંતુ હવે તમે વિચારો કે તમારે શું પરિવર્તનની જરૂર છે અને તેમાં બદલાવ લાવવો જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!