મંદાકિનીએ 80 માં એવો હોટ સીન આપેલો કે લોકોની આંખો ફાટી ગયેલી – આજે પણ અજ્ઞાત જીવન જીવી રહી છે

૮૦ના દાયકાની અભિનેત્રી મંદાકિનીએ એવો સીન આપેલો કે લોકો સ્તબ્ધ બની ગયા હતા, એ જ મંદાકિની આજે ગુમનામ સ્થિતિમાં જીવન જીવી રહી છે. કહેવાય છે કે, દાઉદ ઇબ્રાહીમ સાથે તેને કનેક્શન હતું અને દાઉદની નજીક હોવાના કારણે જ મંદાકિનીનું બધું છીનવાઈ ગયું.

૮૦નો દશક એવો હતો કે, જ્યારે બોલીવુડની ફિલ્મોમાં વધુ પડતાં કામુક દ્રશ્યો ફિલ્માવવામાં આવતા ન હતા. જો કે આ પરંપરાને તોડનાર એક હિરોઇન હતી અને તે હતી મંદાકિની. તમને બધાયને યાદ હશે કે, ફિલ્મ ‘ રામ તેરી ગંગા મેલી’ માં એક દ્રશ્ય એવું હતું જેમાં એક ઝરણાની નીચે, સફેદ સાડી પહેરીને સ્નાન કરતી મહિલા હતી. એ કોઈ નહિ પણ પ્રખ્યાત અભિનેત્રી મંદાકિની હતી. અને આ ફિલ્મના કારણે જ તેને ઘણી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. ૩૦ જુલાઈ ૧૯૫૯ ના રોજ જન્મેલી મંદાકિની આજે તેનો ૫૦મો જન્મ દિવસ મનાવી રહી છે, ત્યારે અમે તમને એના જીવનના કેટલીક હ્રદયસ્પર્શી એવી હકીકતો જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમને પણ આઘાત લાગશે.

(1) મંદાકિનીના પિતા ઈસાઈ હતા અને તેની માતા મુસ્લિમ હતી. મંદાકિનીનુ સાચું નામ યેસમીન જોસેફ હતું. પરંતુ, ફિલ્મોમાં કામ કરવાના શોખના કારણે તેણે પોતાનું નામ બદલીને મંદાકિની કરી નાખ્યું હતુ.

(2) ‘ રામ તેરી ગંગા મેલી ‘ ફિલ્મ મળ્યા પહેલાં મંદાકિનીને અન્ય પણ બે ફિલ્મો માટે ઓડીશન આપેલા પરંતુ તેમાં તેને ના પાડી દેવામાં આવી હતી. નસીબ જોગ એક દિવસ અચાનક રાજ કપૂરની નજર મંદાકિની પર પડી અને રાજકપૂરને પોતાની ફિલ્મ માટે યોગ્ય હિરોઇન મળી ગઈ. અને તે સમયે મંદાકિનીની ઉંમર માત્ર ૨૨ વર્ષ હતી.

(3) મંદાકિનીની ફિલ્મ કારકિર્દી માત્ર ૬ વર્ષ જ ચાલી શકી. જેનું કારણ એ હતું કે, ‘ રામ તેરી ગંગા મેલી’ સિવાય બોલીવુડમાં તેની અન્ય ફિલ્મો ખાસ દેખાવ કરી શકી નહિ. પરિણામે ૧૯૯૬મા જ મંદાકિનીએ ફિલ્મોમાંથી સન્યાસ લઈ લીધો હતો.

(4) ફિલ્મ ‘ રામ તેરી ગંગા મેલી’ મા મંદાકિની ઝરણાં નીચે, માત્ર એક સફેદ સાડીમાં જ સ્નાન કરતી નજરે ચઢે છે. આ દ્રશ્ય એટલું મનમોહક અને આકર્ષક હતું કે હરકોઈ વ્યક્તિ મંદાકિનીની ફેન બની જાય. જો કે, હજુ સુધી એક વાત લોકો સમજી શક્યા નથી કે, આ પ્રકારનો સીન રાજ કપૂરે સેન્સર બોર્ડ પાસે કઈ રીતે પાસ કરાવ્યો હશે?

(5) ૧૯૯૪મા મંદાકિનીનુ નામ પ્રખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે પણ જોડાયું હતું. બન્નેની તસવીરો પણ મીડિયા પર પ્રકાશિત થઈ હતી. ઉપરાંત બન્ને વચ્ચે પ્રેમ સંબંધ છે એવી વાતો પણ વહેતી થઈ હતી. અરે,ત્યાં સુધીની વાત પણ સંભળાઈ હતી કે બન્નેને એક દીકરો પણ છે. જો કે, મંદાકિનીએ આ વાત તો સ્પષ્ટ રીતે નકારી દીધી હતી. તેનું કહેવું હતું કે, તે માત્ર દાઉદના શો કરવા માટે જ દુબઈ જતી હોય છે અને તેના કારણે દાઉદ સાથે મુલાકાત થયાની વાત મંદાકિનીએ કરી હતી.

(6) મંદાકિનીએ મિથુન ચક્રવર્તીની ફિલ્મ ‘ ડાંસ ડાંસ ‘ (૧૯૮૭) અને માધુરી દીક્ષિતની ફિલ્મ ‘ તેજાબ’ (૧૯૮૮) મા પણ કામ કર્યુ હતુ. આમ છતાં પણ મંદાકિનીને ખાસ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ નહિ. આ કારણે જ મંદાકિનીએ ફિલ્મોને અલવિદા કહી દીધું. બીજી બાજુ તેનું નામ દાઉદ સાથે પણ ચર્ચામાં હતું.

(7) ફિલ્મ ‘વન્સ અપોન ટાઈમ ઈન મંબઈ દોબારા ‘ પણ મંદાકિની અને દાઉદની પ્રેમ કહાનીથી પ્રેરિત હતી. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહાએ મંદાકિનીની ભૂમિકા ભજવી હતી, જ્યારે અક્ષય કુમારે દાઉદની ભૂમિકા ભજવી હતી.

(8) હાલના સંજોગોની જો વાત કરીએ તો મંદાકિની, ડૉ. કાગ્યુર ટી. રીનપોચે ઠાકુરની સાથે લગ્ન કરીને સેટ થઈ ગઈ છે. બન્ને મળીને તિબ્બતં હર્બલ સેન્ટર ચલાવી રહ્યા છે. બંનેન લગ્ન ૧૯૯૦માં થયા હતા. બન્નેને બે સંતાનો પણ છે. જેમાં પુત્ર રાબિલા ઠાકુર અને પુત્રી રાબઝે ઇનાયા ઠાકુર છે. એક સમય એવો પણ હતો કે જ્યારે મંદાકિની બૌદ્ધ સાધ્વી હતી.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!