ઘરમાં ચાર દીકરીઓનો જન્મ થવાથી ગુસ્સાથી બેકાબુ થયા હતા પિતા – આજે બોલીવુડ પર રાજ કરે છે ચારે બહેનો

ભારત દેશમાં સ્ત્રીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે, હુંદુ ધર્મમાં લોકો નારીને દેવીનું રૂમ માને છે. સ્ત્રી વગર પુરુષોનું કઈ મહત્વ રહેતું નથી. પરંતુ આજના કલિયુગના સમયમાં સ્ત્રીઓની સ્થિતિ ખુબ જ ખરાબ છે. આજે પણ લોકો છોકરી જન્મે તો દુર્ભાગ્ય માને છે. એ જાણવા છતાં કે એક સ્ત્રી જ સંસારની મુખ્ય સુત્રધારક હોય છે તેમ છતાં લોકો તેની ઈજ્જત નથી કરતા. જો કે પહેલા કરતા હવે થોડો સુધારો જરૂર આવ્યો છે.

પરંતુ આજે પણ અમુક છેવટનાં એવા ગામડાઓ છે જ્યાં છોકરીનો જન્મ થાય તો માતમ મનાવવામાં આવે છે. પરંતુ તે લોકોને કદાચ ખબર નહ્હી હોય કે આજના સમયમાં સ્ત્રીઓ પુરુષ કરતા એક પણ બાબતમાં પાછળ પડે તેમ નથી. તે પુરુષની સાથો સાથ ચાલી રહી છે. છોકરીનો જન્મ થાય તો લોકો કહે છે કે અભિનંદન તમારા ઘરે લક્ષ્મી આવી છે. પરંતુ શું લોકો ખરેખર આ વાતને માને છે. માતા લક્ષ્મી એ જ ઘરમાં વાસ કરે છે જે ઘરમાં સ્ત્રીનું સન્માન થતું હોય.

આજના જમાનામાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષ કરતા આગળ વધી ચુકી છે. પરંતુ એક સમયે ઘરમાં છોકરીનો જન્મ થવો પણ અભિશાપ માનવામાં આવતો હતો. એવો જ એક વિચાર હતો શક્તિ મોહન, નીતિ મોહન, મુક્તિ મોહન અને કીર્તિ મોહન નાં પિતાનો. હવે તમે એ વિચારતા હતો કે આ કોણ છે. તો તમને જણાવી દઈએ કે નીતિ મોહન, મુક્તિ મોહન, શક્તિ મોહન આજે બોલીવુડમાં જાણીતું નામ છે.

બોલીવુડ પર રાજ કરે છે મોહન સિસ્ટર્સ :

આજે મોહન સિસ્ટર્સ બોલીવુડ પર રાજ કરી રહી છે. પરંતુ એક સમય એવો પણ હતો જયારે તેના પિતા છાર છોકરીઓના જન્મ થી ખુબ જ નારાજ હતા. તેને ચાર છોકરીઓના પિતા થવું મંજુર ન હતું. પરંતુ તેની આ દીકરીઓને લીધે જ લોકો આજે તેને ઓળખે છે. હવે તેના પિતાને અહેસાસ થઇ ગયો કે દીકરીઓ પણ કોઈનાથી ઓછી નથી હોતી. આખરે કોણ છે આ મોહન સિસ્ટર્સ અને બોલીવુડમાં શું છે તેનું યોગદાન, તો ચાલો જાણીએ.

 

નીતિ મોહન :

ચારે બહેનોમાં નીતિ મોહન સૌથી મોટી છે. નીતિ આજે બોલીવુડની એક જાણીતી સિંગર છે, તે અત્યારસુધી ઘણી ફિલ્મોમાં સોંગ ગાઈ ચુકી છે. તેને ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યેર’ ના સોંગ ‘ઈશ્ક વાલા લવ’ થી લોકપ્રિયતા મળી હતી. ત્યાર બાદ તેને ઘણા હિટ સોંગ આપ્યા. આજે હરકોઈનું સપનું છે કે તે નીતિ મોહન સાથે કામ કરે. હાલમાં જ નીતિ એ નિહાર પંડ્યા સાથે લગ્ન કર્યા છે.

શક્તિ મોહન :

શક્તિ મોહન આજે બોલીવુડની સૌથી ફેમસ કોરિયોગ્રાફર છે. તે ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’ રીયલીટી શો ની વિનર પણ રહી ચુકી છે. આજકાલ તે ઘણા રીયાલીટી શો માં જજ તરીકે જોવા મળે છે. શક્તિએ બોલીવુડના ઘણા ફેમસ સોંગની કોરિયોગ્રાફી કરી છે. ફિલ્મ પદ્માવત નું ફેમસ સોંગ “નૈના વાલે ને” ની કોરિયોગ્રાફી શક્તિએ જ કરી હતી.

મુક્તિ મોહન :

ત્યારબાદ નંબર આવે છે મુક્તિ મોહનનો જણાવી દઈએ કે મુક્તિ મોહન પણ એક કોરિયોગ્રાફર જ છે અને તેને બોલીવુડની ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. મુક્તિ ભારત ની એક ફેમસ કોરિયોગ્રાફર છે. તેમજ મુક્તિ એક એક્ટ્રેસ પણ છે તેને નાના પરદા પર એક્ટિંગ પણ કરી છે.

કીર્તિ મોહન :

 

કીર્તિ મોહન ચારે બહેનોમાં સૌથી નાની છે અને તે પોતાની અન્ય બહેનોની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નથી. ફિલ્મોથી દુર રહીને તે એક જાણીતી કંપનીમાં સોફ્ટવેર એન્જીનીઅર છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!