ડુંગળીના 10 ચમત્કારિક અને અદ્ભુત ફાયદાઓ જાણીને તમે થઈ જશો દંગ, જાણો એક ક્લિક પર

ઘરમાં ડુંગળી સુધારવાની કે ખાવાની કોઈ વાત આવે તો ડુંગળી સુધારવી તે આપણા બધા માટે એક અઘરો ટાસ્ક બની જતો હોય છે. કેમ કે તેના લીધે આંખોમાં વધુ પ્રમાણમાં બળતરા થતી હોય છે અને ઘણી વખત આંસુ પણ આવી જતા હોય છે. પરંતુ આ એક અવગુણની સામે ડુંગળીના વિવિધ ફાયદાઓ પણ છે. જેને આપણે નજર અંદાજ ન કરી શકીએ. ડુંગળી એક એવી અનોખી વસ્તુ છે કે જેમાં શરીરની તંદુરસ્તીનો ખજાનો છુપાયેલો છે.

ડુંગળીમાં હાજર એન્ટી ફ્લેમેટરી, એન્ટી એલર્જીક, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી કર્સીનોજેનીક ગુણ શરીરને વધુ તંદુરસ્ત રાખવામાં હેલ્પ કરે છે. આ સિવાય ડુંગળીમાં વધુ પ્રમાણમાં વિટામીન એ, બી 6, બી કોમ્પ્લેક્સ અને વિટામીન-સી પુષ્કળ મળી આવે છે. ડુંગળીમાં આયરન, ફોલેટ અને પોટેશિયમ જેવા ખનીજો પણ વધુ માત્રામાં મળી રહે છે.

ડુંગળીના આમ જોવા જઈએ તો બહું બધા ફાયદા છે તેમાં વાળને લાંબા અને સિલ્કી કરવામાં હેલ્પ કરે છે. જો તમારા વાળ પણ જલ્દી લાંબા નથી થઇ રહ્યા, તો ડુંગળી તમારી આ તકલીફને છુમંતર કરી દેશે. આ સમસ્યાના ઉપયોગ માટે માત્ર ડુંગળીનો રસ વાળના મૂળમાં લગાવવાનો શરૂ કરવાનો છે. જેનાથી વાળ પણ લાંબા થશે. અઠવાડિયામાં એકથી બે વખત ડુંગળીના રસને વાળના મૂળમાં પણ લગાવવો જોઈએ.

કેન્સરના જોખમને કારણે પણ ડુંગળી બચાવે છે. તમને કહી દઈએ કે  ડુંગળીમાં એવા તત્વો છે, જે આપણને કેન્સરથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ સિવાય કાચી ડુંગળીના સેવનથી ઈમ્યુન સીસ્ટમ વધુ મજબુત થાય છે. જેના કારણે રોગ પ્રતીકારારક શક્તિમાં વધારો થાય છે.

બહું બધા લોકોને મોઢાની અંદર સમસ્યા થતી હોય છે. એવામાં તેઓ જુદાં જુદાં ઉપચાર અપનાવતા હોય છે. પણ ડુંગળીનું સેવન મોંની દરેક સમસ્યામાં મદદરૂપ થઈ શકે છે. ડુંગળીમાં વિટામીન-સી અને કેલ્શિયમ હોય છે. જે મોં સંબંધી દરેક તકલીફ સરળતાથી દુર કરી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ડુંગળી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમને કહી દઈએ કે જે લોકોને ડાયાબીટીસ છે, તે લોકો માટે ડુંગળીનું સેવન સૌથી વધુ શ્રેષ્ઠ વિકલ્પ રહે છે. ડુંગળી શરીરમાં ઇન્સુલીનની માત્ર વધારે છે. આ સાથે તે બ્લડ શુગરને પણ મર્યાદામાં રાખે છે.

ડુંગળીનું વજન ઓછું કરવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે પણ વજન ઓછું કરવા જુદી જુદી રીતો અપનાવી રહ્યા છો, તો તમારે નિયમિત રીતે લીલી ડુંગળીનું સેવન કરવું જોઈએ. તેમાં બોડીની કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે.

આ સિવાય કાનના દુઃખાવામાં પણ ડુંગળી શરીર માટે ફાયદાકરક સાબિત થાય છે. કાનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ડુંગળીને રાખમાં શેકીને તેનો રસ કાઢી લેવો. ત્યાર પછી આ રસને કાનમાં નાખવો તેનાથી કાનની સમસ્યામાં જરૂરી રાહત મળશે.

આ સિવાય ડુંગળી માસિક સ્ત્રાવ દરમિયાન થતા દર્દમાં પણ જરૂરી રાહત આપે છે. મહિલાઓ માસિક સ્ત્રાવ સાથે જોડાયેલી તકલીફોમાં ડુંગળીના રસમાં મધ ભેગું કરીને તેનું સેવન કરે તો તેમાં રાહત મળે છે.

ડુંગળી આ ઉપરાંત યાદશક્તિ વધારવામાં પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. તમને કહી દઈએ કે દરરોજ ડુંગળીનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. તેથી જો તમારે તમારા બાળકોની યાદશક્તિમાં જરૂરી વધારો કરવો હોય તો નાનપણથી જ તેને ડુંગળી ખાવાની એક ટેવ પાડી દેવી જોઈએ.

આ ઉપરાંત ઉનાળાની સીઝનમાં ડુંગળી લુ થી પણ બચાવે છે. જ્યારે પણ તમારે તડકામાં રહેવાનું થાય ત્યારે ખીચ્ચામાં એક ડુંગળી રાખી દેવી જોઈએ. તેવું કરવાથી લુ લાગતી નથી. આ સિવાય જો કોઈ બાળકને લુ લાગી ગઈ હોય, તો તેને ડુંગળીનો રસ પીવડાવો જોઈએ અને પગના તળિયામાં ડુંગળીના રસની માલીસ કરવી તેનાથી બાળકને લુ લાગવાથી થયેલ તકલીફોમાં રાહત મળે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!