પારસી લોકોના અંતિમ સંસ્કારની રીત ઘણાને નહિ ખબર હોય, વિગત જાણી કંપી ઉઠશો

આપણે બધા એક વાત તો સામાન્ય રીતે જાણીએ છીએ કે માણસ આ દુનિયામાં આવે છે  તેમ આ દુનિયામાંથી એકદિવસ પાછા જવું પણ પડે છે. વિશ્વ પરના દરેક ધર્મમાં વ્યક્તિના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર કરવાની જુદી જુદી વિધિ હોય છે. પણ શું તમે જાણો છો કે પારસી ધર્મમાં વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછી અંતિમ સંસ્કાર કેવી રીતે કરે છે. તો ચાલો કહીએ તેનું મહત્વ શું છે.

પારસી ધર્મમાં કોઈ પણ માણસનું મૃત્યુ થયા પછી અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયા ખુબ જ અલગ હોય છે. પારસી લોકો મૃત જનોને સળગાવી દેતા નથી, દફન પણ કરતા નથી, નદીમાં પણ મૂકતાં નથી. પ્રાચીન સમયથી જ્યારે તેમના પૂર્વજ ઈરાનમાં રહેતા હતા ત્યારથી પારસી લોકોની સંપૂર્ણ રીતભાત બાકીના બીજા ધર્મો કરતા ખુબ જ અલગ તરી આવે છે. તેના રીતિરિવાજ પણ ખુબ જ અલગ બનાવે છે.

બધા ધર્મ કરતા પારસી ધર્મના લોકો અંતિમ સંસ્કાર માટે જે પ્રક્રિયાવિધિને કરવામાં આવે છે તે તોખ મીનાશની કહેવામાં છે. આ પછી શું કરવામાં આવે છે એ વાત પર થોડો વિવાદ છે અને અમારા એડિટર વધુ પ્રમાણિત વાતો પર રીસર્ચ કરી રહ્યા છે.

પારસી ધર્મનો 17% સમાજ મુંબઈમાં સ્થાયી રહે છે. સન 1661માં જ્યારે પારસી સમાજ મુંબઈમાં રહેવા લાગ્યો હતો. મુંબઈમાં પારસી ધર્મમાં એક અલગ જગ્યા બનાવવામાં આવી છે ત્યાં તે પારસીમાં જે માણસનું મરણ થાય તેની અંતિમ વિધિ પણ કરવામાં આવે છે. તે મલબાર હિલમાં ટાવર ઓફ સાઈલેન્સના નામથી ઓળખવામાં આવે છે. તે આમ તો એક બગીચો જેવું જ છે પરંતુ ત્યાં પારસીઓના શબનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

પારસી લોકો તેની પરંપરાને હમેશા ટકાવી રાખવા માટે ગીધ ઉપર વધારે પ્રમાણમાં નિર્ભર છે. પણ ગીધની ઘટતી સંખ્યા પારસી લોકો માટે મોટી મુશ્કેલી અને ચિંતાજનક વાત બની રહે છે. પારસી લોકો અગ્નિની પૂજા અને તોખ મીનાશની અંતિમ સંસ્કાર કરે છે.

પારસી ધર્મમાં મૃત્યુ બાદ અંતિમ વિધિમાં મૃત શરીરને એક ટાવર હોય છે ત્યાં ખુલ્લું લટકાવી દેવામાં આવે છે. તે જગ્યા પર કોઈ આવતું ન હોય એવી જગ્યા પર એકાંતમાં શબને લટકાવીને છોડી દેવામાં આવે છે. પછી એ મૃત શરીરને ગીધ પોતાનું ભોજન બનાવે છે. પારસી લોકો અગ્નિને શાશ્વત ઈશ્વર માને છે એટલે જ પારસી લોકો અગ્નિની કાયમ પૂજા પણ કરતા હોય છે.

જો પારસી ધર્મની કોઈ છોકરી બીજા સમાજના પુરુષો સાથે મેરેજ કરે તો તેને અને તેના બાળકોને પારસી મંદિર અને અંતિમ સંસ્કારની જગ્યાએ ધ ટાવર ઓફ સાઈલન્સમાં જવા દેતા નથી.

ભારતમાં મોટાભાગનો સૌથી મોટો પારસી સમાજ મુંબઈમાં જ સ્તિથ રહે છે. જે ટાવર ઓફ સાઈલન્સમાં શબોનું અંતિમ સંસ્કાર કરે છે. દર વર્ષે મુંબઈમાં આશરે 850 પારસી લોકોનું મૃત્યુ થાય છે. તેની સામે દર વર્ષે 200 બાળકો જ જન્મ લે છે.

દોસ્તો પારસી લોકો બહું બધા વર્ષોથી આપણા ભારત દેશોમાં સ્થાયી છે. એ લોકો જ્યારે ભારતમાં પ્રવેશ કર્યો ત્યારે તેને કિનારા પર જ રોકી દેવામાં આવ્યા હતા. અને એક રાજા તેને મળવા માટે ગયા ત્યારે રાજાએ પારસીઓને જણાવ્યું કે તે અહીં નહિ રહી શકો. ત્યારે પારસીઓએ ખુબ જ સુંદર ઉત્તર આપ્યો હતો. તેણે એક ભરેલો દૂધનો ગ્લાસ મંગાવ્યો અને થોડી સાકર ભેગી કરી. ત્યાર બાદ પારસીના અગ્રણીએ દૂધના ગ્લાસમાં સાકર નાખી અને જણાવ્યું કે અમે દૂધમાં જેમ સાકર ભળે એ રીતે તમારામાં ભળી પણ જશું. અને રાજાએ તેમને રહેવા માટે મંજુરી આપી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!