પોતાની ઉંમરથી ઘણી નાની લાગે છે બોલીવુડની આ 10 અભિનેત્રીઓ – સુંદરતામાં પણ છે સૌની આગળ

Age Is Just A Number આજસુધી આ વાક્ય તમે ઘણી વાર સાંભળ્યું હશે. પરંતુ બોલીવુડની આ અભિનેત્રીઓએ આ વાત ને સાચી સાબિત કરી છે. આ અભિનેત્રીઓને જોઇને એવું લાગે છે કે તેની ઉંમર રોકાઈ ગઈ છે. 30 અને 40 ની ઉંમર પાર કાર્ય પછી પણ તેના ચહેરા પરથી તેની તેની ઉંમર જાણી શકવી ખુબ જ મુશ્કેલ છે

. આ અભિનેત્રીઓના ચહેરા પર 25 વર્ષ નું નુર દેખાઈ છે. તમે પણ તેને જોઇને તેની ઉંમરનો સાચો અંદાજ નથી લગાવી શકતા. આજે અમે તમને અમુક એવી જ અભિનેત્રીઓ વિશે જણાવા જઈ રહ્યા છીએ જેને જોઇને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

શ્વેતા ત્રિપાઠી :

શ્વેતા ત્રિપાઠી એ ફિલ્મ “મસાન” બાદ લોકોના દિલમાં તેની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. થોડા સમય પહેલા રીલીઝ થયેલ વેબ સીરીઝ “મિર્જાપુર” માં પણ તેની એક્ટિંગનાં ખુબ જ વખાણ કરવામાં આવ્યા. જણાવી દઈએ કે શ્વેતાની ઉંમર 33 વર્ષ છે પરંતુ તેને જોઇને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

કલ્કી કોચાલીન :

પોતાની બેસ્ટ એક્ટિંગ થી બોલીવુડમાં નામ બનાવનાર કલ્કીની ઉંમર 35 વર્ષ છે. કલ્કી એ અત્યાર સુધી “દેવ ડી”, “જીંદગી નાં મિલેંગી દોબારા”, “યહ જવાની હૈ દીવાની” અને હાલમાં જ રીલીઝ થયેલ ફિલ્મ “ગલી બોય” માં કામ કર્યું છે. કલ્કીને જોઇને પણ તમે તેની સાચી ઉંમરનો અંદાજો લગાવી શકશો નહિ.

રેખા :

રેખાને જોઇને ક્યારેય પણ અને કોઈ પણ એવું નહિ જ કહે કે તે 64 વર્ષની છે. તેની એજલેસ બ્યુટી ને જોઇને માત્ર પુરુષો જ નહિ પરંતુ મહિલાઓ પણ તેની દીવાની છે.

માધુરી દીક્ષિત :

બોલીવુડમાં ધક ધક ગર્લ થી ઓળખાતી માધુરી દીક્ષિતની ઉંમર 52 વર્ષ છે. રણવીર કપૂર, સંજય દત્ત, અનીલ કપૂર, અક્ષય કુમાર જેવા મોટા મોટા સિતારાઓ માધુરી દીક્ષિતની સુંદરતાનાં ઘાયલ છે.

શિલ્પા શેટ્ટી :

43 વર્ષની શિલ્પા શેટ્ટી ફીટનેશના મામલે નવી નવી અને યંગ એક્ટ્રેસ ને ટક્કર મારે છે. તેનો 7 વર્ષનો બાળક પણ છે. તેમ છતાં તેની ફીટનેશ આજે પણ યથાવત છે.

કરીના કપૂર ખાન :

કરીના કપૂર ખાન બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેની ઓળખાણની પણ કઈ જરૂર નથી. કરીના કપૂરની સુંદરતા જોઇને તમે એ વાત નો અંદાજ નહિ લગાવી શકો કે તેની ઉંમર 38 વર્ષ છે.

મલાઈકા અરોડા :

45 વર્ષની થવા છતાં મલાઈકા આજે પણ યંગ અને ફીટ જોવા મળે છે. મલાઈકાને જોઇને તમે વિચારી પણ નથી શકતા કે તેને 16 વર્ષનો દીકરો છે.

એશ્વર્યા રાય બચ્ચન :

અમુક લોકો એવા હોય છે જેને જોઇને એવું મહેસુસ થાય કે ઉંમર તેને સ્પર્સ પણ નથી કરી શકતી. એવું જ કંઇક મિસ વર્લ્ડ રહી ચૂકેલ એશ્વર્યા રાય બચ્ચનને જોઇને મહેસુસ થાય છે. એશ્વર્યા રાયની ઉંમર 45 વર્ષ છે. 1994 માં એશ્વર્યાએ મિસ વર્લ્ડનો એવોર્ડ જીત્યો હતો.

સોનમ કપૂર :

સોનમ કપૂરની ઉંમર 33 વર્ષ છે. એ વાત અલગ છે કે તે તેના પિતા એવરગ્રીન અનીલ કપૂર ની જેમ ઉંમરમાં ઘણી ઓછી નજરે આવે છે.

પ્રિયંકા ચોપડા :

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાની ઉંમર 36 વર્ષ છે. પ્રિયંકા ચોપડાએ મિસ વર્લ્ડનો એવોર્ડ જીતીને ભારતને વિદેશોમાં સન્માન અપાવ્યું છે. પ્રિયંકા એક ટેલેન્ટેડ અભિનેત્રી હોવાની સાથે સાથે વુમન પાવરની મિસાલ પણ છે. પ્રિયંકાએ તેની ઉંમરથી મોટું કામ કર્યું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!