બસ આટલુ કરો તમારા વડીલો માટે – સીનીયર સિટીઝનને આ યોજના હેઠળ ૧૦,૦૦૦ રુ. દર મહીને મળશે

આજે આપણે એક અલગ જ ટોપિક પર વાત કરવાના છીએ જી હા, મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક યોજના વિશે જેમાં રોકાણ કરવાથી સીનીયર સીટીઝનને ઘણો લાભ થશે અને ખુશ પણ થાશે. જણાવી દઈએ કે આ યોજનાનું નામ છે “પ્રધાન મંત્રી વય વંદના યોજના”. આ યોજના વર્ષ ૨૦૧૭ માં પણ ચાલુ થયેલી પરંતુ ત્યારે તેની ડેડ લાઈન ૨૦૧૮ સુધી સીમિત હતી જેમાં ફેરફાર કરીને વર્ષ ૨૦૨૦ કરી દેવામાં આવ્યું છે.

આ યોજનાનો લાભ લેવા માટે ૬૦ અથવા ૬૦ થી વધુ ઉંમર હોવી ફરજીયાત છે. આ યોજનામાં મોટો અને મહત્વનો બદલાવ એ થયો છે કે પહેલા આ યોજનામાં માત્ર 7.5 લાખનું જ રોકાણ કરી શકાતું હતું પરંતુ હવે તેને વધારીને 15 લાખ થઇ ગઈ જેમાં પેન્શરની રકમ માં પણ 5000 માંથી 10,000 કરી દેવામાં આવી છે. યોજના દરમિયાન ભાગ લેનારને દર મહીને 10 વર્ષ સુધી ૫૦૦૦ કે ૧૦૦૦૦ રૂપિયા પેન્શન મળશે. અને દસવર્ષ બાદ પુરેપુરી રકમ પરત મળી જશે.

આ મુજબ હશે પોલીસી અને કંડીશન :

આ યોજનામાં ભાગ લેવા માટે તમે નાજીકની LIC ની ઓફિસે જઈને અરજી કરી શકો છો અથવા ઓનલાઈન અરજી પણ કરી શકો છો.જણાવી દઈએ કે અહી તમારે 7.5 લાખ અથવા 15 ;લાખ તમે જે ઈચ્છો તે પુરેપુરી રકમ ભરવી પડશે, ત્યારબાદ તમારી મહીને 5000 અથવા 10000 પેન્શર તરીકેની આવક ચાલુ થઇ જશે.

મિત્રો આમાં આગત્યની વાત એ પણ છે કે 10 વર્ષ સુધી દર મહીને આવક ચાલુ પણ રહેશે અને 10 વર્ષ પુરા થયા પછી તમે જે રકમ ભરી હશે તે પુરેપુરી રકમ પણ પરત મળશે. અને જો આ  10 વર્ષની મુદત પૂરી થયા પહેલા સીનીયર સિટીઝન મૃત્યુ પામે તો પણ તેને જીવતા હોય ત્યાંસુધી નું પેન્શન અને મૃત્યુ પછી વારસદારને પુરેપુરી રકમ મળશે.

તેમજ અગત્યની વાત એ પણ છે કે તમારે ઘરમાં તાત્કાલિક પૈસાની જરૂર પડે તો પણ આ યોજના બંધ કરાવીને તમે તમારા પૈસા મેળવી શકો છો પરંતુ આવું કરવાથી તમને પૂરી રકમ નહિ મળે પરંતુ 98% રકમ જ મળશે. તેમ છતાં તમે નુકશાનમાં તો નહિ જ જાવ, કેમ કે તમારે પૈસાની જરૂર એક બે અથવા પાંચ વર્ષ પછી પડે છે તો ત્યાં સુધી તમારો મહીને 5000 કે 10000 પેન્સર તરીકે મળેલી રમ 2% કરતા વધારે જ હશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!