જાણો પ્રેગ્નન્સીના લક્ષણો, તેને રોકવાની દવા અને ઘરે કેવી રીતે કરી શકાય પ્રેગ્નન્સીની તપાસ

લગ્ન કરેલ દરેક કપલ આજની આ ભાગદોડ ભરી લાઈફમાં દરેક નિર્ણય સમજી વિચારીને લ્યે છે. નવા લગ્ન અને પછી ફેમિલી પ્લાનિંગ કરવું એ પણ એક પડકારરૂપ કાર્ય છે. આવા સંજોગોમાં દંપતી ફેમિલી પ્લાનિંગને લઈને ઘણા ચિંતિત રહેતા હોય છે. ઘણી વખત તો તેઓને એ પણ નથી સમજાતું કે જે પગથિયા દ્વારા તે આગળ વધી રહ્યા છે તેઓ તેની નજીક પહોંચી ગયા છે. મતલબ કે, પ્લાનિંગ કરીને તે માતા પિતા બનવા માટે આગળ વધી રહ્યા છે, તેની તો ખબર જ રહેતી નથી. લગ્ન થયેલ નવા દંપતી સામે એક મુશ્કેલી હોય છે કે તેમને પ્રેગ્નન્સીના લક્ષણો વિષે કશી જાણકારી હોતી નથી. એવા ઘણા પગલાંઓ કે જેને પ્રેગ્નન્સીના પ્રથમ મહિનામાં ન લેવા જોઈએ. તો આજે અમે તમને પ્રેગ્નન્સીના એવા લક્ષણો બતાવીશું જેનાથી તમે જાણી શકશો કે, સ્ત્રી ગર્ભવતી છે કે નહિ?

પ્રેગ્નન્સીના લક્ષણો:

(1) માસિક ન આવે – પ્રેગ્નન્સીના શરૂઆતનું સૌથી પહેલું લક્ષણ છે, જ્યારે પીરીયડ ચૂકાઈ જાય. અને જ્યારે આવું થાય ત્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ કરીને પાક્કું કરી શકાય.

(2) ક્રેવિંગ – એટલેકે, કોઈપણ વસ્તુ અચાનક ખાવાની ઈચ્છા થાય. અને આવા સંજોગોમાં ગર્ભવતી મહિલાને કોઈ ખાસ વસ્તુ ખાવાનું મન થાય છે. આખો દિવસ એ જ ખાવાનું મન થાય. અથવા તો એવી ચીજ ખાવાની ઈચ્છા થાય જે પેહલા તો ન ભાવતી હોય પણ અચાનક ખાવાની ઈચ્છા થાય. તો આ પ્રેગ્નન્સીના લક્ષણો છે. ઘણી વખત એવું પણ બને કે રોજબરોજની ડાયેટ અચાનક વધી જાય છે.

(3) શરીરનું તાપમાન અને મૂડ – જો કોઈ સ્ત્રી ગર્ભવતી છે તો તેના શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવા પામે છે, એટલુજ નહિ આવી સ્થિતિમાં તે સ્ત્રીનો સ્વભાવ બદલાતો રહે છે. સમયે સમયે મૂડ ચેન્જ થાય છે. ક્યારેય પણ કોઈપણ વાત પર વર્તન તરાહ બદલી જાય છે. સાથે જ કોઈપણ વસ્તુ સારી પણ લાગવા માંડે છે તો વળી ક્યારેક એ જ વસ્તુ પર નફરત પણ થઈ જાય. આ બધા જ પ્રેગ્નન્સીના લક્ષણો છે.

(4) કબજિયાતની ફરિયાદ – પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીના શરીરમાં હોર્મોન્સ બદલાય છે, જેની અસર સ્ત્રીની પાચન પ્રક્રિયા પર થાય છે. પ્રેગ્નન્સી દરમિયાન પાચન પ્રક્રિયા થોડી મંદ થઈ જાય છે, જેના કારણે હંમેશા કબજિયાતની સમસ્યા થાય છે.

(5) માથાનો દુખાવો – પ્રેગ્નન્સીના કારણે શરીરનું બ્લડ વોલ્યુમ વધવા લાગે છે જેના કારણે માથાના દુખાવાની સમસ્યા થાય છે. જે પ્રેગ્નન્સી શરૂઆતી લક્ષણોમાનું એક છે. પણ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.

(6) જલદી જલદી ટોયલેટ જવું – પ્રેગ્નન્સીની શરૂઆતમાં જ મહિલાઓને પહેલાંની તુલનામાં વધુ વખત ટોયલેટ જવું પડે છે. કેમ કે, પ્રેગ્નન્સી દરમિયાન કિડની સક્રિય થઈ જાય છે અને તેના કારણે જ. વારંવાર ટોયલેટ જવું પડે છે.

(7) હેવી બ્રેસ્ટ – બ્રેસ્ટ હેવી થવા એ પ્રેગ્નન્સીનુ એક સામાન્ય લક્ષણ છે, હકીકતમાં આ સમયે બ્રેસ્ટના ટીશ્યુઝ વધુ સંવેદશીલ થઈ જાય છે. સાથે જ શરીરમાં થતાં હોર્મોન્સ પરિવર્તન ને કારણે બ્રેસ્ટ પર સોજો પણ આવી જતો હોય છે અને વજન અનુભવાય છે.

(8) મોળો જીવ થાય અને ઉલ્ટી જેવું થાય – પ્રેગ્નન્સીના શરૂઆતી દિવસોમાં ગભરામણ થાય, ચક્કર આવે એ નોર્મલ વાત છે. ઘણી વખત કો ખાવાની વસ્તુની સુગંધ પણ સારી ન લાગે. તો ઘણી વખત મોળો જીવ થાય તેના કારણે ખાટું ખાવાની ઈચ્છા થાય.

(9) પીઠ દર્દ – પ્રેગ્નન્સીના કારણે પીઠનો દુખાવો પણ થતો હોય છે. કારણકે, પ્રેગ્નન્સીના કારણે લીગ્મેટસ લુઝ થતું હોય છે જેનાથી વજન વધવા માંડે છે પરિણામે શરીરનો બાંધો પણ ફેરવાય જાય છે.

(10) સુપર ગંધ – પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓની સૂંઘવાની શક્તિ ઘણી વધી જાય છે. આવી સ્થિતિમાં કોઈ પણ તેજ ગંધ વાળી વસ્તુ, સામાનથી દૂર રહેવું જોઈએ. હમેશા સારી સુગંધ વાળો બોડી સ્પ્રે, પરફૂમ વગેરેનો ઉપયોગ કરવો. નહીતર તમે અંદર અંદર જ ઘૂટાવા લાગશો.

પ્રેગ્નન્સી ટેસ્ટ શું છે?
ઉપર જણાવેલા તમામ લક્ષણો પ્રેગ્નન્સીના જ છે. તેમ છતાં તમે ગર્ભવતી છો કે નહીં તે વાતની ખાતરી ત્યારે જ થાય જ્યારે તમે પ્રેગ્નન્સી ટેસ્ટ કરીને પાક્કું કરી લ્યો.

(1) માર્કેટમાં મળતી પ્રેગ્નન્સી તપાસની કિટ દ્વારા પણ તમે ઘર બેઠા ગર્ભાવસ્થાનું પરીક્ષણ કરી શકો છો.

(2) દવાખાને જઈએ ડૉકટર તપાસ દ્વારા પણ ગર્ભાવસ્થાની તપાસ થઈ શકે.

(3) ઘરે સરળતાથી મળતી કેટલીક વસ્તુઓ દ્વારા પણ તમે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી શકો છો.

ઘરે કઈ રીતે કરી શકાય પ્રેગ્નન્સી ટેસ્ટ?

તમને જણાવી દઈએ કે, પહેલાંના જમાનામાં જ્યારે આટલા સંસાધનો નહોતા ત્યારે પણ, મહિલાઓ ઘરે જ પ્રેગ્નન્સી ટેસ્ટ કરતી હતી. તો ચાલો તમને જણાવી દઈએ કે, તમે ઘર બેઠા જ પ્રેગ્નન્સી ટેસ્ટ કરી શકો છો.

બ્લિચ :
થોડીક બ્લીચ લઈને તેમાં યુરીન સેમ્પલ મિક્સ કરો. જો તેની અંદર પરપોટા થાય તો તમારા માટે ખુશ ખબર હોય શકે.

ટૂથપેસ્ટ :
એક ચમચી કોઈ પણ સફેદ કલરની ટૂથપેસ્ટ યુરિન સેમ્પલમાં મિક્સ કરો. જો તેનો રંગ વાદળી દેખાય તો તમારો ટેસ્ટ પોઝિટિવ છે.

સિંહપર્ણી (એક પીળા ફૂલ ધરાવતો વગડાઉ છોડ)ની પાંદડીઓ

સિંહપર્ણીના પાંદડાઓ ને થોડી વાર માટે યુરીનમાં નાખી દેવા, જો તેમાં લાલ કલર બને તો સમજી લેવું કે તમે ગર્ભવતી છો.

ખાંડ :
એક બાઉલમાં ૩ ચમચી ખાંડ નાખો તેમાં તાજા યુરિનનું સેમ્પલ મિક્સ કરો. જો પાંચ મિનિટ પછી પણ તેમાં ખાંડ મિક્સ નથી થતી તો સમજી લેવું કે તમે ગર્ભવતી છો.

ફર્શ ક્લીનર :
બજારમાં સરળતાથી મળતું ફર્શ ક્લીનર પ્રવાહીમાં યુરિન સેમ્પલ મિક્સ કરો. થોડા સમય બાદ તેનો રંગ બદલાય તો તમે ગર્ભવતી હોય શકો.

સાબુ :
સાબુને પાણીમાં ઓગાળીને તેમાં ફ્રેશ યુરિન સેમ્પલ મિક્સ કરો. તેમાં જો પરપોટા થાય તો તમે ગર્ભવતી છો.

બજારમાં મળતી પ્રેગ્નન્સી કીટનો સાચી રીતે ઉપયોગ કઈ રીતે કરવો?

બજારમાં મળતી પ્રેગ્નન્સી કીટના ઉપયોગથી પણ તમે ગર્ભવતી છો કે નહીં તે જાણી શકાય છે, પણ તેનું સાચું પરિણામ મેળવવા જરૂરી છે કે તમે આ કીટનો સાચો ઉપયોગ કરો. પ્રેગ્નન્સી કીટથી મળતું રિઝલ્ટ ૧૦૦ ટકા સાચું નથી હોતુ.

પ્રેગ્નન્સી કીટથી તપાસ કરવાનો સૌથી સાચો સમય છે, સવારે વહેલા ઊઠીને, યુરિનનો નમૂનો અને તેમાંથી મળતું પરિણામ સાચું હોવાની શક્યતા સૌથી વધુ છે. પ્રેગ્નન્સી કીટથી ગર્ભાવસ્થાની તપાસ કરવા માટે સવારે પ્રથમ પેશાબનું સેમ્પલ એક નાના પાત્રમાં લઈને તપાસ કીટની સાથે આપેલ ડ્રોપરથી થોડાક ટીપા તપાસ પટ્ટી પર બનેલા ખાંચામાં નાખો. ત્યાર બાદ પાંચ મિનિટ રાહ જુઓ. તમને એક બે આછી કે ઘાટી ગુલાબી રેખાઓ બતાશે. એ રેખાઓ સમજવા માટે તપાસ કીટ સાથે આપેલ સૂચનાઓ ધ્યાનથી વાંચો. તેના આધારે તમે પ્રેગ્નન્સી ટેસ્ટ નિર્ણય સુધી પહોંચી શકો. અને જાણી શકો કે તમે ગર્ભવતી છો કે નહીં.

પ્રેગ્નન્સી રોકવાની દવા :

લીંબડો – પ્રેગ્નન્સી રોકવા માટે લીમડો એક પ્રભાવી દવા તરીકે કામ કરે છે. લીમડો સ્પર્મની ગતિ રોકવા માટે જાણીતો છે. લીમડો એ શુક્રાણુઓ ને ઓછા કરે છે જે, ગર્ભ રહેવા માટે કામ કરે છે. લીમડાના પાન,તેલ અને કેપસુલનો ગર્ભનિરોધ માટે પ્રયોગ કરી શકાય. જો તમને એવું લાગે કે તમે ગર્ભવતી છો તો લીમડાના પાન ચાવો.

લીમડાનું તેલ પણ ઉપયોગી છે. લીમડાના તેલને ઇંજેક્શન દ્વારા મહિલાની ફેલોપિયન નળી અને મહિલાના ગર્ભને જોડી રાખતી જગાએ લગાવાય છે. જેનાથી બધા જ શુક્રાણુ મરી જાય છે. જો કે, તેનો ઉપયોગ ડોકટરની સલાહ મુજબ કરવો જોઈએ.

પપૈયું – ન જોઈતી પ્રેગ્નન્સીથી બચી રહેવા માટે પપૈયાનું સેવન કરવું જોઈએ. પપૈયું ગરમ હોય છે. પરિણામે તે ગર્ભ ટકવા દેતું નથી. જો તમને ગર્ભ રહેવાની શક્યતા હોય તો રોજિંદા ખોરાકમાં પપૈયું ખાવ તથા તેનું જ્યુસ પણ પીવો.

આદુ – વણ જોઈતી પ્રેગ્નન્સી રોકવા માટે આદુ પણ ફાયદાકારક છે. આદુ પણ ગરમ પ્રકૃતિનું છે. તેનું સેવન કરવાથી વધારે માસિક ચાલુ થઈ જાય છે. વણ જોઈતી પ્રેગ્નન્સી રોકવા માટે કુદરતી ગર્ભ નિરોધ દવા તરીકે આદુ લઈ શકાય.

હિંગ – હિંગને પાણીમાં ઓગાળીને તેનું સેવન કરવાથી ગર્ભ રહેશે નહીં. સાથે જ રહી ગયેલો ગર્ભ પણ નીકળી જાય છે.

ગાજર – પ્રેગ્નન્સી રોકવા માટે ગાજર પણ ઘરેલુ ઉપચાર અને લાભકારી ઉપાય છે. તમને જણાવી દઈએ કે, ગર્ભ રોકવા માટે તમે ગાજરના બીયાનું સેવન કરો. અડધી ચમચી ગાજરના બિયાને પાણીમાં મિક્સ કરી, તેની પેસ્ટ બનાવી તેનું સેવન કરો.

સૂકું અંજીર – વણ જોઈતા ગર્ભને રોકવા માટે એક સરળ ઉપાય છે અંજીર. દિવસમાં બે વખત અંજીર ખાવ. કારણકે, અંજીરની પ્રકૃતિ પણ ગરમ હોવાથી તે ગર્ભ નિરોધક તરીકે કામ કરશે.

બજારમાં મળતી ગર્ભ નિરોધક ગોળીઓ પણ પ્રેગ્નન્સી રોકવા માટે લઈ શકાય. પણ ધ્યાન રાખો કે તેનો ઉપયોગ કરતા પહેલાં ડોકટરની સલાહ લેવી જરૂરી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!