પ્રિયંકા સાથે લગ્ન કરવની ચાહ હતી ત્યારે પત્ની ગૌરીની સામે શાહરૂખ આવી હરકતો કરતા

તમે શાહરૂખ ખાનની લવ સ્ટોરીના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે અને એ વાત તો જરૂર સાંભળી હશે કે ગૌરીનો પ્રેમ મેળવવા માટે ઘણી રાતો સ્ટેશન પર ગુજારી ચુક્યા છે. શાહરૂખની લવ સ્ટોરી સાંભળીને બધા એમ જ કહે છે કે શાહરૂખ ગૌરીને કેટલો પ્રેમ કરે છે. તેના જેટલો પ્રેમ કરનાર પતિ ભગવાન દરેક પત્નીને આપે.

પરંતુ શું તમે જાણો છો કે પોતાની પત્ની પર જાન કુરાબાન કરનાર શાહરૂખ થોડા વર્ષ પહેલા તેને છોડવાની તૈયારીમાં હતો. જી હા, તેને બોલીવુડની એક અભિનેત્રી સાથે એટલો પ્રેમ થઇ ગયો હતો કે તે તેની પત્ની ગૌરીને છોડવા માટે પણ તૈયાર હતો.

જણાવી દઈએ કે વાત એ સમયની છે જ્યારે શાહરૂખ ખાન ડોન ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. તે ફિલ્મમાં તેની હિરોઈન પ્રિયંકા ચોપડા હતી. ફિલ્મ સમયે પ્રિયંકા અને શાહરૂખની કેમેસ્ટ્રી ખુબ જ સારી હતી અને સાથે સાથે કામ કરતા કરતા બંને ખુબ જ નજીક પણ આવી ગયા હતા.

ફિલ્મ ‘ડોન’ સમયે બંનેના રીલેશનશીપ ની ખબર ખુબ જ ચર્ચામાં હતી. અને તે પ્રિયંકા માટે ગૌરીને તલાક પણ દેવાના છે. અફવાઓ તો ત્યાં સુધી હતી કે બંનેએ લગ્ન પણ કરી લીધા છે. આ અફવાઓથી શાહરૂખ-ગૌરી ની જિંદગીમાં ઉથલ પાથલ મચી ગઈ હતી.

આ અફવાઓ ત્યારે વધુ ફેલાણી જ્યારે શાહરૂખ ખાન અન્ય અભિનેત્રીઓની જગ્યાએ પ્રિયંકાને પ્રાયોરિટી દેવા લાગ્યા. જો કે, ગૌરીએ તેને માત્ર પ્રોફેશનલ સંબંધ કહ્યો. હ્રિતિક રોશન અને અર્જુન રામપાલની એક્સ વાઈફ સુજૈન અને મેહર ગૌરીની બેસ્ટ ફ્રેન્ડ હતી.

સુજૈન અને મેહારે ગૌરીને પ્રિયંકાથી સાવધાન રહેવાની ચેતવણી આપી પરંતુ ગૌરીએ તેના પર વધુ ધ્યાન ન આપ્યું. ગૌરી હેરાન ત્યારે થઇ જ્યારે શાહરૂખ ખાન મન્નતની પ્રાઈવેટ પાર્ટીઓમાં પ્રિયંકાને ઇન્વાઈટ કરવા લાગ્યા જેમાં માત્ર ઘરના અને નજીકના જ લોકો સામેલ હોય. અહીથી ગૌરીનો વિશ્વાસ શાહરૂખ પરથી ડગમગવા લાગ્યો.

એક વખત શાહરૂખ ખાન બર્લિન થી ફિલ્મ ‘ડોન 2’ ની શૂટિંગ પૂરી કરીને આવ્યો અને ઘરે પાર્ટી રાખી હતી અને તેમાં પ્રિયંકાને પણ બોલાવી હતી. ત્યારે મેહર અને સુજૈન એ ફરીવાર ગૌરીને સાવધાન રહેવાનું કહ્યું પરંતુ ગૌરીએ તેને ચુપ કરી. તેમજ ગૌરીએ પાર્ટીમાં પ્રિયંકા સાથે ઘણો સમય વિતાવ્યો, આવી રીતે ધીરે ધીરે પ્રિયંકા નું આવવા જવાનું વધી ગયું, તેમજ શાહરૂખને દરેક જગ્યાએ જેમ કે એવોર્ડ ફંકશનમાં, બ્રાંડ ઇન્ડોર્સ્મેન્ટ પાર્ટી કે કોઈ ફિલ્મ ફેસ્ટીવલ પ્રિયંકા સાથે જોવા મળતા.

સંબંધ એટલી હદે વધી ગયો કે જે પાર્ટીમાં પ્રિયંકાનું નામ ગેસ્ટ લીસ્ટમાં ન હોય તેમાં પણ શાહરૂખ ખાન લખાવી દેતા હતા. એક ઘટના ગૌરી કદાચ ક્યારેય નહિ ભૂલી શકે તે ઘટના છે કરણ જૌહરની બર્થ ડે પાર્ટીની. તે સમય દરમિયાન કારણ અને પ્રિયંકાનો સંબંધ ખાસ ઠીક ન હતો તેથી કારણે પ્રિયંકાને પાર્ટીમાં ઇન્વાઈટ કરી ના હતી, એવામાં શાહરૂખ ખાનના કહેવાથી કારણે પ્રિયંકાને ઇન્વાઈટ કરી અને પ્રિયંકા જ્યારે પાર્ટીમાં આવી તો શાહરૂખ ખાન ગૌરીને એક ખૂણામાં છોડી ને પ્રિયંકાને બધા સાથે મળાવવા લાગ્યા.

ગૌરીએ આ જોઇને શાહરૂખને પ્રિયંકાથી દુર રહેવાની ચેતવણી આપી અને કહ્યું કે જો તે એવું નહિ કરે તો તેને છોડીને ચાલી જશે. આ વાતને લઈને ગૌરીએ ઘણા દિવસો સુધી શાહરૂખ સાથે વાત કરી નહતી. ગૌરીની નારાજગી શાહરૂખ ખાન સહન ન કરી શક્યા અને પ્રિયંકા સાથે દુરી બનાવી લીધી. ગૌરીએ શાહરૂખ ખાનને સાફ સાફ કહી દીધું કે તે ક્યારેય પ્રિયંકા સાથે કામ નહિ કરે અને ત્યારથી લઈને અત્યાર સુધી શાહરૂખ ખાન અને પ્રિયંકા સાથે જોવા મળ્યા નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!