અશોક વાટિકામાં જયારે ગુસ્સામાં આવીને સીતા માતાને તલવાર મારવા જાય છે… ત્યારે હનુમાનજી…

આજના જમાનામાં બહું બધા લોકોના મનમાં એવું થતું હોય છે કે, “જો હું ન હોત, તો શું થાત ?” પણ રામયણના આ એક નાનકડા પ્રસંગ પરથી આજે દરેક લોકોને ખ્યાલ આવી જ જશે કે, “આપણે ન હોઈએ તો શું થાત ?” આજનો અમારો આર્ટિકલ દરેક માણસના જીવનમાં એક નવો ઉદ્દેશ આપી જાય છે. માટે આ આર્ટિકલ ને છેલ્લે સુધી વાંચો અને કોમેન્ટ કરીને અમને જણાવો.

રાવણની અશોક વાટિકામાં જ્યારે રાવણ ગુસ્સામાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા જાય છે, ત્યારે હનુમાનજીને લાગે છે કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું ત્યાજ કાપી નાખવું જોઈએ. પણ એ જ સમયે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો. આ સમગ્ર ચિત્ર જોઈને હનુમાનજી ગદગદ થઈ ગયા. પણ હનુમાનજી વિચારવા લાગ્યા કે, “જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો ખોટો ભ્રમ થઈ જાત કે, હું ન હોત તો આજે સીતા માતાનું શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવે ?”  તો આવી જ રીતે બહું બધી વખત આપણને પણ એવો ભ્રમ થતો હોય છે કે હું ન હોત તો શું થાત?

પણ ત્યારે બન્યું એવું કે સીતાજીને મદદ કરવાનું આ કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને આપ્યું. ત્યારે હનુમાનજી તરતજ સમજી ગયા કે, “પ્રભુ જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ તે કામ કરવા માંગે છે.” ભગવાનની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું નથી.

આગળ જતા જ્યારે ત્રીજટાએ રાવણને જણાવ્યું કે, “લંકામાં કોઈ વાનર ઘુસી ગયો છે અને તે લંકાને સળગાવવાનો પ્રયત્ન કરે છે.” ત્યારે હનુમાનજી તકલીફમાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે, “પ્રભુએ મને લંકા સળગાવવાનું તો કીધું નથી. તો પછી આ ત્રીજટા કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર લંકાને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ? હનુમાનજીએ ત્યારે જણાવે છે જેવી ઈશ્વરની ઈચ્છા.

જ્યારે રાવણનાં સૈનિકો તલવાર સાથે હનુમાનજીને મારવા માટે દોડે છે, ત્યારે હનુમાનજીએ પોતાના બચાવના પક્ષમાં થોડો પણ પ્રયાસ ન કર્યો. પરંતુ એ સમય જ ત્યાં વિભીષણ આવ્યા અને જણાવ્યું કે, કોઈ દૂતને મારવા એ અનીતિ છે. ત્યારે પણ હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ ગોઠવણી કરી છે.

હનુમાનજીને ખુબ જ નવાઈ લાગે છે કે જ્યારે રાવણે જણાવ્યું કે, આ વાનરને મારવો નથી,પણ તેની પૂછડી પર કપડું બાંધી, ઘી નાખી તથા આગ લગાવી દો. ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રીજટાના સપનાની વાત સાચી હતી. કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? તથા આગ પણ કંઈ રીતે પ્રગટાવેત ? પણ આ બધી તૈયારીઓ પ્રભુએ રાવણ પાસે જ કરાવી લીધી. ત્યારે હનુમાનજી જણાવે છે, જ્યારે તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં આશ્વર્ય કર્યા જેવું કંઈ નથી. ત્યારે હનુમાનજીને મનમાં સમજાય જાય છે કે આપણા વગર પણ બધું શક્ય હોય છે. આપણે બસ નિમિત હોઈએ.

તેથી હંમેશા યાદ રાખો કે આ વિશ્વમાં જે કંઈ પણ થાય છે, તે ક્રમબદ્ધ થાય છે. હું અને તમે, તેના માત્રને માત્ર  નિમિત જ બનીએ છીએ. તેથી ક્યારે પણ મનુષ્ય જીવે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે, “હું ન હોવ તો શું થાત ?” જો આપણે એ જગ્યા પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાને કોઈ બીજા પાત્રને નિમિત બનાવે.

પણ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે, લોકો તેના છોકરાવ ને ઘરે એકલા મુકીને બહાર જતા હોય છે. પણ ત્યાં તે પોતાના બાળકોની ચિંતા કરતા હોય છે કે, હું ઘરે નથી ! મારા બાળકોનું શું થશે ? છોકરા શું જમશે ? પરંતુ લોકોનો એ વહેમ હોય છે.બાકી બાળકો મોજથી પાણીપુરી ખાઈને મોજ મજા કરતા જ હોય છે. માટે આપણે જીવનમાં એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે, “જો આપણે કોઈ જગ્યા કે કોઈ સ્થિતિમાં ન હોઈએ તો શું થાય ?” પરંતુ ત્યારે ભગવાન દ્વારા જે નિમિત બનાવનું છે એ બનવાનું હોય છે. માટે બવ ચિંતા કરવી જોઈએ નહિ જય શ્રી રામ…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

error: Content is protected !!