ફિલ્મ વીર-ઝારા ને લઈને રાની મુખર્જીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું “શાહરૂખ ખાનની દીકરીની જેમ જ…”

બોલીવુડના ફેમસ ડાયરેક્ટર યશ ચોપડાએ તેના કરિયરમાં એકથી એક હિટ ફિલ્મો કરી છે. તેની દરેક ફિલ્મો બોક્સ ઓફીસ પર ધમાલ મચાવે છે. તેમાં વીર જારા પણ સામેલ છે. જે વર્ષ 2004માં રીલીઝ થઇ હતી. આ ફિલ્મમાં ઘણા મોટા મોટા કલાકારોએ જબરદસ્ત એક્ટિંગ કરી હતી. આ ફિલ્મમાં દર્શકોનો પણ ખુબ જ પ્રેમ મળ્યો. હાલમાં જ આ ફિલ્મએ તેની રીલીઝના 15 વર્ષ પુરા કર્યા. આ મોકાને યાદગાર બનાવવા માટે રાણી મુખર્જીએ ઘણા મોટા મોટા ખુલાસો કર્યા છે. જેનાથી તમે બધા અજાણ છો.

બોલીવુડ અભિનેત્રી રાણી મુખર્જીએ આ ફિલ્મ આ ફિલ્મમાં ખુબ જ સારી રીતે રોલ નિભાવ્યો હતો. જેના કારણે તેને ખુબ  જ વખાણ પણ થયા હતા. આ સમયને યાદગાર બનાવવા માટે રાણી મુખર્જીએ સેટ પાછળ જોડાયેલા અમુક કિસ્સાઓ તેના ફેંસ સાથે શેર કર્યા છે, જેને સાંભળીને ફેંસ ઘણા ઉત્સાહિક થઇ ગયા છે.

શાહરૂખ ખાન વિશે કહી આ વાત :

ફિલ્મ વીર જારામાં શાહરૂખ ખાન સાથે પ્રીતિ જીંટા અને રાની મુખર્જી હતી. આ ફિલ્મમાં રાણી મુખર્જીએ શાહરૂખ ખાનની દિકરીનો કિરદાર નિભાવ્યો હતો, જેના કારણે તે અસહજ થઇ ગઈ હતી. રાણી મુખર્જીએ જણાવ્યું કે તે શાહરૂખ ખબ સાથે હંમેશા રોમાંટિક રોલ્સ જ કરતી હતી.

પરંતુ આ ફિલ્મમાં તેને તેની દિકરીનો રોલ કરવાનો હતો, જે તેના માટે થોડું અજીબ હતું. એટલું જ નહિ રાણી મુખર્જીએ જણાવ્યું કે આ માત્ર મારા માટે જ નહિ પરંતુ શાહરૂખ ખાન માટે પણ અજીબ હતું, કેમ કે તેને પણ મને પોતાની દીકરી માનવાની હતી.

યશ ચોપડા સાથે કામ કરવાની મજા જ અલગ છે – રાણી મુખર્જી :

અભિનેત્રી રાણી મુખર્જીએ કહ્યું કે યશ ચોપડા સાથે કામ કરવું એક મોટી વાત છે. તેની સાથે જે કોઈપણ કામ કરે છે તેને સારો અનુભવ જ થાય છે. એવામાં હું ખુબ નસીબદાર છું કે મને યશ અંકલ સાથે કામ કરવાનો મોકો મળ્યો અને મેં આ મોકો ગુમાવ્યો નહિ. તેમજ તેને કહ્યું કે આ ફિલ્મમાંથી અમે બધાએ ઘણા અલગ અલગ અનુભવ મેળવ્યા. તેમજ તેને કહ્યું કે શાહરૂખ ખાન સાથે તેની દિકરીનો રોલ નિભાવવો તેના માટે ખુબ જ અજીબ હતો પરંતુ તેને એ પણ કર્યું.

અમિતાભ અને હેમા માલિની પણ જોવા મળ્યા હતા :

ફિલ્મ વીર જારામાં માત્રશાહરૂખ, પ્રીતિ અને રાણી મુખર્જી જ નહિ પરંતુ અમિતાભ બચ્ચન અને હેમા માલિની પણ સપોર્ટીંગ કિરદારમાં જોવા મળ્યા હતા. અને આ ફિલ્મએ બોક્સ ઓફીસ પર ધમાલ મચાવી હતી.

ફિલ્મમાં વાત કરીએ રાણી મુખર્જીની તો તેને આ ફિલ્મમાં પાકિસ્તાની વકીલનો રોલ નિભાવ્યો હતો. જણાવી દઈએ કે રાણી મુખર્જીને છેલ્લી વખત ફિલ્મ હિચકી માં જોવામાં આવી હતી. ત્યારબાદ હવે તેની મર્દાની-2 પણ ટૂંક સમયમાં રીલીઝ થવા જઈ રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!