હમેશાં રહેતા માથાના દુઃખાવાથી મેળવો હવે છુટકારો, અપનાવો આ અસરકારક ઉપાય

ભાગદોડ વાળું આ જીવન અને અમર્યાદિત ખાવા પીવાની સતત આદતોના કારણે માથાના દુખાવાની તકલીફ સામાન્ય થઈ ગઈ છે. જેમને 9 થી 10 કલાકની નોકરી અથવા ધંધો કરનારા વર્ગમાં તો માઈગ્રેન પણ જોવા મળે છે. આ માથાના દુખાવાનો ઈલાજ ટાઇમસર ન કરવામાં તો તેના કારણે ગંભીર સમસ્યાના રૂપમાં પણ રૂપાંતર થઈ શકે છે.

આ જીવનમાં માથાના દુખાવાની તકલીફનો બહુ બધા લોકો સામનો કરી રહ્યા છે. સામન્ય રીતે દિવસ દરમિયાન કામકાજનું જોરદાર પ્રેશર રહેવાથી માથાના દુખાવા જેવી પરેશાનીઓ થાય છે. તણાવ, પૂરતી ઊંઘ ના લેવી, વધારે અવાજ, ફોન પર વધારે સુધી વાત કરવી, વધારે વિચારવું, થાક, માથામાં લોહીનો પ્રવાહ ઓછા હોવા જેવા બહુ બધા ઘણા કારણોથી આપણે માથાના દુખાવા જેવી પરેશાનીનો વધુ સામનો કરવો પડે છે.

માથાના દુખાવામાં દરરોજ દવા ખાવાથી પણ શરીરનું નુકસાન થઈ શકે છે. તેથી જરૂરી છે કે દવા લીધા વિના જ માથાના દુખાવાનો દરરોજનું કોઈ એક ઈલાજ કરવામાં આવે. કેવી રીતે દૂર કરી શકાય માથાનો દુખાવો એ પ્રશ્ન તમારા મનમાં ફરતો રહેતો હોય તો આ રહ્યો તેનો ઉત્તર. આ સામાન્ય કસરત અને ઘરેલું ઈલાજ કરવાથી માથાનો દુખાવો હંમેશા માટે દુર થઈ શકે છે.

તમને જાણ ખાતર કહી દઇએ કે દરરોજ બે ટાઇમ 10-20 મીનિટ ધ્યાન કરવાથી શરીર અને મન બંનેને પૂરતા પ્રમાણમાં આરામ મળે છે. માથામાં લોહીનો પ્રવાહ વધે છે. જેના લીધે તમને માથાના દુખાવાની પરેશાનીથી પૂરતી રાહત મળે છે.

માથાના દુખાવાની સમસ્યાથી વધુ જલદી છુટકારો મેળવવા માટે સારું એ રહેશે કે તમે શરીરને ડિહાઇડ્રેટ થતા બચાવો જેના માટે તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવો જેનાથી માથાના દુખાવાથી બચાવ કરી શકો છો.

મસલ્સ અને શરીરમાં ખેંચાણ રહેવાથી પણ માથાનો અત્યંત દુખાવો થાય છે આવામાં સારું રહેશે કે તમે થોડા થોડા સમયે સ્ટ્રેચિંગ કરો આવું કરવું તમારા માટે સારું રહેશે. આ ઉપાયોને કરવાથી તમે માથાના દુખાવાથી જલ્દી રાહત મેળવી શકો છો.

આ સિવાય તરત રાહત મેળવવા માટે યોગ કારગાર એક ઉપયોગી ઉપાય છે. શરીરમાં ઑક્સીજનની ઘટથી પણ માથાના દુખાવાની સમસ્યાથી આરામ મેળવી શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!