દીકરી અને વહુ વચ્ચેની એક પાતળી ભેદરેખા જે પરિવારના દરેક સભ્યોએ સમજવા જેવી… જરૂર વાંચો

જ્યારે કોઈના ઘરે દીકરી નો જન્મ થાય છે. ત્યારે તે કોઈક ની બહેન બને છે. કોઈકની ફોઇ તો કોઈકની માસી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. જ્યારે તેના મેરેજ થાય છે ત્યારે કોઈના ઘરની વહુ બને છે પત્ની બને છે. ભાભી બને છે નણંદ પણ બને છે. માણસ તો એક જ છે. પણ તેનામાં અનેક પરિવર્તન આવે છે એટલા માટે તેમાં ધીમે ધીમે ફર્ક જોવાનું ચાલુ થાય છે.

કેટલીક પરિસ્થિતિ તથા અમુક સંજોગો વ્યક્તિને કેમ પોતાના સાચા વર્તનથી ચેન્જ કરી દે છે. કારણકે તમે બીજાના કારણે પોતાનું સાચું વર્તન કરી નથી શકતા. કેમ પોતાના મનને વધારે ડર આપો છો. કેમ તે ડરને સામનો કરવાની શક્તિ નથી આપી શકતા..?

આજનો મારો મુખ્ય ટોપીક એ છે કે દીકરી અને વહુમાં ફર્ક શું…???

દુનિયા ધીમે ધીમે બદલાવા જઈ રહી છે સમાજ પણ ધીમે ધીમે બદલાયો છે. વિશ્વમાં થોડાક સારા માણસો છે જે ક્યારેય પણ પોતાની દીકરી તથા વહુમા થોડો પણ ફર્ક નથી સમજતા. અને તે માણસો પોતાનું જીવન ખુશીઓથી તથા આનંદથી વ્યતિત કરે છે. એમ જ નવી ચાલતી જનરેશનને એક્સેપ્ટ કરવાની ભાવના પણ ધરાવે છે. પણ આ વાત અમુક માણસો પૂરતુ જ સીમિત છે.

દરેક માતા પિતા માટે પોતાની દીકરી લાડકવાયી હોય છે. એટલે એનો ઉછેર પણ ખૂબ લાડથી થાય છે. જ્યારે તે નાની હોય અને સ્કૂલમાં ભણતી હોય ત્યારે, મમ્મી ઘરનું કઈ જ કામ નથી બતાવતી. બેટા તારી ભણવાની ઉંમર છે તું ખાલી ભણ. જ્યારે તે જ દીકરી કોલેજમાં ભણતી થાય અથવા તો ધીમે ધીમે જોબ કરતી થાય, ત્યારે તેના પપ્પા તરત જ બોલી ઊઠે બેટા થાકી ગઈ હશે તુ થોડોક આરામ કરી લે. મમ્મી ગમે તેટલી એટલે બૂમો પાડે કે આ કામ કર, પપ્પા તરત બોલી ઊઠે હમણાં જ કામ કરીને આવી છે મારી દીકરીને થોડીકવાર તો આરામ કરવા દે…

આમ ને આમ દીકરીનું ભણવાનું પૂરુ થઈ જાય છે નોકરી પણ ચાલુ થઈ જાય છે અને તેવામાં લગ્નની વાતો પણ ઘરમાં શરૂ થઈ જાય છે. સારું ઘર મળતાં મા-બાપ તેને ત્યાં પરણાવી દે છે.

હવે તે દીકરીમાંથી અચાનક જ કોઈક ના ઘરની વહુ બની ગઈ છે. હવે તેનામાં ધીમે ધીમે પરિવર્તન થયું એટલા માટે તેનામાં ફરક જોવાનો ચાલુ થયો…

ફર્ક ફક્ત એટલો જ કે તે કોઈના ઘરની વહુ છે પત્ની છે.

વહુ બનતાં ની સાથે જ તેના માથામાં બોજ તથા જિમ્મેદારી આવી જાય છે. લગ્ન પછી સાસુ-સસરા તરત જ બોલી ઉઠશે વહુ બેટા હવે ઘરની બધી જ જિમ્મેદારી તારે જ પૂરી કરવાની છે.

હું તમને આ લેખ દ્વારા ખાલી એટલું જ કહેવા માંગુ છું કે થોડુંક તો સમજો. જે માણસ પોતાનું ઘર છોડીને આવી છે તે વ્યક્તિને જિમ્મેદારી આપતા પહેલા પોતાની બનાવવાનો પ્રયત્ન તો થોડો કરો. તેને પ્રેમથી પોતાના ઘરની રીતભાત તો શીખવાડો. વાતવાતમાં ટોન્ટ તથા મહેણા તાણા મારવાની બદલે એની એક-બે ભૂલને લેટ ગો કરવાની ભાવના પણ ધરાવો. તેની એકદમ નાની નાની વસ્તુઓ નોટિસ કરવાની બદલે ઇગ્નોર કરો કરો. તથા પણ ખબર પડશે કે તેની આ ભૂલ હોવા છતાં પણ સામેવાળી વ્યક્તિએ તેને કઈ પણ નથી કર્યું તો નેક્સ્ટ ટાઈમ એ ભૂલ ક્યારેય નહીં કરે. તેની ભૂલને દરરોજ કહીને બતાવશો તો તે ફરીથી ભૂલ કરશે જ. તેના મગજમાં એક જ ડર રહેશે કે હું આ કરીશ તો સામેવાળો વ્યક્તિ મને બોલશે. તેના મનમાં ડરની ભાવના નહીં પરંતુ પ્રેમની ભાવના ઉત્પન્ન કરો. તેને ડર નહિ થોડોક પ્રેમ આપો. અને તેને એવું લાગવું જોઈએ કે કે તે ભલે પોતાના મા-બાપને ભૂલીને આવી છે પણ તેના સાસુ-સસરા નહીં પરંતુ તેના બીજા મા-બાપના ઘરે આવી છે.

લોકો વેકેશન પર થોડાક દિવસ જાય છે તો પણ પોતાનું ઘર ક્યાંક ને ક્યાંક યાદ તો આવી જ જાય છે. એવામાં એક દીકરી આખી જિંદગી પોતાનું ઘર છોડીને આવી છે. તેને એડજસ્ટ થવામાં થોડો સમય તો લાગે જ ને. આવામાં તમારી દીકરી હોય તો તમે શું કરો..?

દીકરી સવારે સવારે થોડુંક લેટ ઉઠે તો ચાલે. પણ વહુ કોઈવાર લેટ ઉઠે ત્યારે તે તરત જ બોલી ઊઠે કે અમારા ઘરના સંસ્કાર આવા નથી. અમે તો તમારી ઉંમરના હતા ત્યારે પાંચ વાગ્યે વહેલા ઊઠી જતા. જ્યારે કોઈ દીકરી પોતાના મા-બાપની ભૂલ પર કંઈક પણ કહે ત્યારે લોકો એવું કહે કે પોતાની દીકરી મા-બાપને સમજાવે છે. પણ જ્યારે જ આ જ બનાવ વહુ સાસુ-સસરાને કેસે તો લોકો તરત જ બોલી ઊઠશે કે વહુ સામે બોલે છે થોડાક પણ સંસ્કાર નથી.

જ્યારે કોઈપણ દીકરી જમવાનું બનાવે અને મીઠું વધારે પડે તો મા-બાપ તરત જ બોલી ઉઠતા કંઈ નહિ બેટા આવું થાય હવે બીજા દિવસે થોડુંક ધ્યાન રાખજે. પરંતુ જો આ જ ભૂલ વહુથી થાય તો તરત જ બોલી ઉઠતા આટલું નથી આવડતું તને જમવાનું બનાવતા.

દીકરી જો નોકરી કરતી હોય તો તરત જ માતા પિતા આવીને બોલે બેટા તું થોડોક આરામ કર તું. પણ જો વહુ નોકરી કરીને ઘરે આવે અને આરામ કરે તરત જ બોલી ઊઠે ઘરનુ કામ હવે કોણ કરશે.

દીકરી એટલે કે તેની નાની મોટી ભૂલો માફ કરી દેવાની અને વહુ એટલે તેની નાની મોટી ભૂલો કાઢવાની…

કેટલાક માણસો એવું પણ કહેતા હોય છે કે અમે તો સારા છીએ મારી વહુને અમે બધી જ છૂટ આપી છે પણ તે જ અમારી સાથે ખરાબ વર્તન કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!