સચિન તેંદુલકરનો બંગલો કોઈ મહારાજના મહેલ થી ઓછો નથી – બેડરૂમમાં રાખે છે આ ખાસ વસ્તુ
ક્રિકેટ જગતના ભગવાન સચિન તેંડુલકર ના અનોખા રેકોર્ડ વિશે તમે બધા જાણકાર જ હશો. પણ શું તમે એ જાણો છો કે સચિન જે ઘરમાં રહે છે તે છેવટે કેવું દેખાય છે. આજે અમે તમને સચિનના ઘરની અંદરની તસવીરો બતાવીશું જે તમે પહેલા ક્યારેય પણ જોઈ નહીં હોય.

સચિનનું આ બંગલો મુંબઈના બાંદ્રામાં સ્થિત છે જે 6000 સ્કવેર ફૂટમાં આવેલ છે. આ ઘરમાં અદ્ભુત સુવિધાઓ સાથે સજ્જ આ ઘરને ખૂબ જ અલગ પણ બનાવવામાં આવ્યું છે. સચિનનું ઘર કુલ 5 માળનું બનેલું છે જેમાં 2 માળ જમીનની અંદર છે અને 3 માળ જમીનની ઉપર. આ ઘરને 2007માં આશરે 40 કરોડમાં ખરીદવામાં આવ્યું હતું.
સચિનના આ આખા ઘરમાં સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા છે. ઘરમાં સીસીટીવી કેમેરા તથા સેન્સર લગાવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘરની બહાર પણ સીસીટીવી કેમેરા છે, જે બધી જ હિલચાલ વિશે માહિતગાર કરે છે. નીચેના અંડરગ્રાઉન્ડ માળ પર 45-50 કાર માટે પાર્કિંગનો સ્લોટ આવેલ છે જયારે એના ઉપરના માળ પર રસોડું, સર્વન્ટ ક્વાર્ટર, તથા સિક્યોરિટી રૂમ આવેલ છે.
નીચેના ફ્લોર પર ડ્રોઈંગ રૂમ, ડાઇનિંગ રૂમ, ભગવાન ગણેશનું મંદિર તથા દુનિયાભરથી મળેલા બધા જ ઇનામ, મેડલ, ટ્રોફીઓ સજાવા માટે એક મોટો હોલ આવેલો છે.
સંપૂર્ણ હોલની ડિઝાઇન કંઈક એવી રીતે બનાવવામાં આવેલી છે કે ભગવાન ગણેશની નજર હોલમાં લાગેલા શો-કેસમાં સજેલા પુરસ્કારોની તરફ જોતી રહે.
સચિન તેંડુકરને મૂવી જોવાનો ખુબ જ શોખ છે, માટે બંગલામાં મીની થીએટર પણ આવેલ છે, જેના પર સચિન પોતાના પરિવાર તથા મિત્રોની સાથે મૂવી પણ જોવે છે.
સચિન તથા તેમની ધર્મપત્નીનો રૂમ ઘરના ટોપ ફ્લોર પર છે અને બંને બાળકોના રૂમ અને ગેસ્ટરૂમ બીજા ફ્લોર પર આવેલા છે. જ્યા તેમની દીકરી સારા અને દીકરો અર્જુન રહે છે. સંપૂર્ણ બંગલામાં વિશ્વભરની આધુનિક વસ્તુઓ જરૂરિયાત પ્રમાણમાં લગાવવામાં આવી છે.
આ સંપૂર્ણ ઘરની કિંમત 80 કરોડ રૂપિયા છે. આ બંગલો સચિને વર્ષ 2007માં એક પારસી પરિવાર પાસેથી 40 કરોડમાં લીધી હતો અને પછી આ ઘરને રિનોવેટ કરાવવામાં પણ 40 કરોડનો ખર્ચ અલગથી થયો છે. જેથી આ બંગલોની કુલ કિંમત 80 કરોડ રૂપિયા છે.
ક્રિકેટ જગતના ભગવાન સચિન રમેશ તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973માં થયો હતો. સચિન ક્રિકેટના ઇતિહાસ માં પૂર્ટવી પરના સર્વશ્રેષ્ઠ ક્રિકેટમાં ગણના થાય છે. ભારતના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન થી સમ્માનિત થનારા તે સર્વપ્રથમ તથા સૌથી નાની ઉંમરના બલ્લેબાજ ખેલાડી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.