તલાકનાં આટલા વર્ષો પછી સૈફ અલી ખાનને યાદ આવી એક્સ વાઈફ અમૃતા સિંહ – કહ્યું, “એક એ જ હતી જેને મને…”

બોલીવુડનો પટૌડી ખાનદાન અવારનવાર કંઇકને કંઇક કારણોસર ચર્ચાઓમાં રહે છે. ક્યારેક સૈફ અલી ખાનની લાડલી દીકરીઓ તો ત્યારેક તેની પત્ની કરીના કપૂર, પરંતુ આ વખતે નવાબ ખુદ ચર્ચામાં આવ્યા છે. જી હા, સૈફ અલી ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યું, જેમાં તેને તેની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાતો કરી. તે સમયે તેને તેની એક્સ વાઈફનું નામ પણ લીધું, તેના કારણે જ તેનું આ ઈન્ટરવ્યું આટલું વાઈરલ થયું.

સૈફ અલી ખાને હાલમાં જ એક ધમાકેદાર ઈન્ટરવ્યું ઈન્ટરવ્યું આપ્યું જેમાં તેને તેની એક્સ વાઈફનો ઉલ્લેખ કર્યો. તેમજ તેના કરિયરની શરૂઆતના સમયની પણ વાતો કરી હતી. એટલું જ નહિ પણ તેને તેના જીવનના અમુક હિસ્સાની ક્રેડીટ તેની એક્સ વાઈફને આપી હતી. જે સાંભળીને બેબોને જલન થઇ શકે છે. જી હા, કેમ કે સૈફ અલી ખાનનાં મોઢે થી અમૃત સિંહના વખાણ કદાચ કરીના કપૂરને સારા ન લાગે.

સૈફ અલી ખાને અમૃતા સિંહને આપી ક્રેડીટ :

 

ઈન્ટરવ્યુંમાં સૈફ અલી ખાને તેના અંગત જીવન પર વાત કરતા કહ્યું કે તેને 20 વર્ષની ઉંમરમાં તેનું ઘર છોડી દીધું હતું અને તે સમયે તેને અમૃતા સિંહ સાથે લગ્ન કાર્ય હતા. તેથી એ સમયે એક અમૃતા સિંહ જ હતી, જેને સૈફને દરેક પરિસ્થિતિમાં સાથ આપ્યો.

એટલું જ નહિ પરંતુ તેને કહ્યું કે આજે હું એક સફળ એક્ટર પણ મારી એક્સ વાઈફને લીધે છું. કેમ કે તે સમયે તેને મને બિઝનેશ એક્ટિંગ અને અન્ય વસ્તુઓ વિશે મને સારી રીતે સમજાવ્યું હતું અને મારું કરિયર જોયું હતું.

વર્ષ 1991માં સૈફ અલી ખાને માત્ર 20 વર્ષની ઉંમરે અમૃતા સિંહ સાથે લગ્ન કરી લીધા હતા, જે તેનાથી 12 વર્ષ મોટી હતી. આ મોકો જોઇને તેને અમૃતા નો ઘણો આભાર માન્યો. જણાવી દઈએ કે લગ્નના અમુક વર્ષોમાં જ સૈફ અલી ખાન અને અમૃતા સિંહના તલાક થઇ ગયા.

ત્યારબાદ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા અને અમૃતા સિંહ સિંગલ મધર બનીને બાળકોનાં ઉછેરમાં ધ્યાન આપ્યું અને બીજા લગ્ન ન કર્યા. જો કે સૈફ અલી ખાન બાળકોના ઉછેર માટે અમૃતા સિંહને પૈસા અને વસ્તુઓ આપતા રહે છે.

આ ફિલ્મોમાં જોવા મળશે :

વાત કરીએ સૈફ અલી ખાનના વર્ક ફ્રન્ટની તો તે ફિલ્મ ‘જવાની’ અને ‘જાની -જાનેમન’માં જોવા મળશે. તેમજ હાલમાં તેની વેબ સીરીઝ સેક્રેટ ગેમ રીલીઝ થઇ હતી, જે લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી. અને જો વાત કરીએ તેની પત્નીની તો તેની પાસે પણ હજુ 2 ફિલ્મો પડી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!