સલમાને લોન્ચ કરેલ અભિનેત્રીઓમાં અમુક સુપર હિટ તો અમુક છે ફ્લોપ – આ વર્ષે કરી રહ્યો છે આ અભિનેત્રીને લોન્ચ

સલમાન ખાન એક એવા એક્ટર છે કે જેના લીધે આજે ઘણા એકટરો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છે. બોલીવુડમાં સલમાને ઘણા હીરો અને હિરોઈનોને મોકો આપ્યો છે. ઘણા સાથે તેને કામ કર્યું છે જ્યારે ઘણાને તેને ફિલ્મોમાં લોન્ચ કર્યા છે. સોનાક્ષી, કટરીના, ડેજી શાહ જેવી અભિનેત્રીઓનું કરિયર બનાવી ચૂકેલ સલમાન આ દિવસોમાં મહેશ માંજરેકર ની દીકરી સઈ માંજરેકર નું કરિયર સેટ કરવામાં વ્યસ્ત છે.

જણાવી દઈએ કે સઈ માંજરેકર ફિલ્મ ‘દબંગ – 3’ થી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રીલીઝ થઇ શકે છે. ફિલ્મના ડાયરેક્ટર પ્રભુદેવા છે. ભાઈજાન હાલમાં તેની આવનારી ફિલ્મ ‘દબંગ-3’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આજે આપણે વાત કરવાના છીએ સલમાન ખાન દ્વારા બોલીવુડમાં આવેલ અભિનેત્રીઓ વિશે.

સઈ માંજરેકર :

સઈ માંજરેકર નિર્માતા-નિર્દેશક-એક્ટર મહેશ માંજરેકરની દીકરી છે. સઈ સલમાન ખાન સાથે ફિલ્મ ‘દબંગ-3’ માં જોવા મળશે. ખબરો અનુસાર મહેશ સલમાન ખાનનાં નજીકના ફ્રેન્ડ છે તેથી સલમાને તેની દીકરીનું કરિયર બનાવવાની જવાબદારી લીધી છે. ફિલ્મમાં સઈ સલમાન ખાન સાથે યંગ કિરદારમાં રોમાંસ કરતી જોવા મળશે.

અથિયા શેટ્ટી :

અથિયા શેટ્ટી એક સમયના પ્રખ્યાત એક્ટર સુનીક શેટ્ટીની દીકરી છે. સલમાને તેના હોમ પ્રોડક્શનમાં અથિયાને ફિલ્મ ‘હીરો’ થી લોન્ચ કરી હતી. આ ફિલ્માંમાં આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ પંચોલી પણ પણ નજરે આવ્યો હતો. અને તેની પણ આ પહેલી જ ફિલ્મ હતી.

સોનાક્ષી સિન્હા :

સોનાક્ષી સિન્હાનું બોલીવુડમાં ડેબ્યુ પણ સલમાન ખાનનાં કારણે જ થયું છે. ફિલ્મ ‘દબંગ’ માં સૌથી પહેલા સોનાક્ષી જોવા મળી હતી. આ ફિલ્મમાં લોકોએ સોનાક્ષીની એક્ટિંગ પસંદ કરી અને સોનાક્ષી બોલીવુડની ટોપ અભિનેત્રી બની ગઈ.

ડેજી શાહ :

ડેજી શાહ ફિલ્મોમાં આવ્યા પહેલા બેકગ્રાઉન્ડ ડાન્સર અને કોરિયોગ્રાફર હતી. પરંતુ સલમાને ડેજીનાં ટેલેન્ટને ઓળખ્યું અને તેને પોતાની ફિલ્મ ‘જય હો’ માં લીડ રોલ તરીકે મોકો આપ્યો. આજે ડેજી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રીઓ માંથી એક છે.

 

જરીન ખાન :

ખાનને પણ સલમાન ખાને બોલીવુડમાં તેની ફિલ્મ ‘વીર’ થી લોન્ચ કરી છે. ત્યાર બાદ તે અમુક ફિલ્મોમાં જોવા મળી પરંતુ તેનું કરિયર સફળ ન રહ્યું. જો કે તેમ છતાં બોલીવુડમાં જરીન તેની ઓળખાણ ઉભી કરવામાં સફળ રહી.

ભૂમિકા ચાવલા :

ભૂમિકા ચાવલા સલમાન ખાન સાથે ફિલ્મ ‘તેરે નામ’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સલમાન ખાને ગજબનું અભિનય કર્યું છે. તેમજ ભુમીકાએ આ ફિલ્મમાં નિર્જલા નો કિરદાર નિભાવ્યો હતો. જેને દર્શકોએ ખુબ જ પસંદ કર્યો હતો. જણાવી દઈએ કે ઇન્ડસ્ટ્રીઝમાં ભૂમિકાને પણ સલમાન ખાને જ લોન્ચ કરી હતી.

કટરીના કૈફ :

કટરીના કૈફ આજે બોલીવુડની ટોપ અભિનેત્રીઓ માંથી એક છે. પરંતુ જો સલમાન ખાન ન હોત તો તેના માટે આ મંજિલ સુધી પહોંચવું અશક્ય હોત. સલમાન ખાન હંમેશા કટરીનાના સપોર્ટ ઉભા રહ્યા છે. સલમાન ખાન પહેલી વાર કટરીના સાથે ફિલ્મ ‘મેને પ્યાર કયો કિયા’ માં જોવા મળ્યા હતા.

સ્નેહા ઉલ્લાલ :

સ્નેહા ઉલ્લાલને પણ સલમાન ખાને જ લોન્ચ કરી હતી. ઘણા લોકોનું માનવું છે કે એશ્વર્યાની હમશકલ હોવાના કારણે સલમાને તેને ફિલ્મોમાં લીધી છે. સ્નેહા ઉલ્લાલ ફિલ્મ ‘લકી – નો ટાઈમ ફોર લવ’ માં સલમાન ખાન સાથે જોવા મળી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!