બસંતીને સાચો પ્રેમ કરનાર એકમાત્ર આશિક હતા શોલેના ઠાકુર – આ કારણે આખી જીંદગી એકલું રહેવું પડ્યું

જ્યારે પણ હિન્દી સિનેમાની સુપરહિટ ફિલ્મોનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે શોલ્લેનો ઉલ્લેખ થયા વગર રહેતો જ નથી. જી હા, ફિલ્મ શોલેએ દર્શકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. તેથી આજે પણ ટીવી પર લોકો આ ફિલ્મ ઉત્સાહ થી જોવે છે. આ ફિલ્મનો એક એક કિરદાર લોકોને સારી રીતે યાદ છે એવામાં આજે આપણે વાત કરીશું શોલે ફિલ્મમાં ઠાકુરનો કિરદાર નિભાવનાર હીરોની જે હવે આપની વચ્ચે નથી. પરંતુ તેનો ઠાકુર વાળો કિરદાર આજે પણ આપણા દિલમાં છે.

ફિલ્મ શોલેમાં ઠાકુરનો કિરદાર નિભાવનાર સંજીવ કુમારએ 47 વર્ષની ઉંમરે જ દુનિયા છોડી દીધી હતી. ત્યારબાદ તે લોકોની યાદમાં રહી ગયા છે. જ્યારે પણ ક્યાંક શોલે ફિલ્માંની વાત કરવામાં આવે તો ઠાકુર ના રૂપમાં તેનો ચહેરો બધાના મનમાં આવી જાય. આજે આપણે વાત કરવાના છીએ તેની લવ લાઈફ વિશે, જેના કારણે તેને આખી જીંદગી લગ્ન કર્યા વગર જ વિતાવી અને એકલા જ દુનિયા છોડીને ચાલ્યા ગયા.

હેમા માલિનીને કરતા હતા પ્રેમ :

સંજીવ કુમારે જેવી રીતે ફિલ્મમાં ગંભીરતાથી એક્ટિંગ કરી એટલા જ ગંભીરતાથી તેને પ્રેમ પણ કર્યો. તેને પોતાની આખી જીંદગીમાં માત્ર એક જ વખત કોઈ છોકરીને લગ્ન કરવા માટે પ્રપોઝ કરેલું અને તેને નાં પાડી દીધી.ત્યારબાદ તેને કોઈને પ્રપોઝ જ ન કર્યું.

ખરેખર માં સંજીવ કુમાર હેમા માલિનીને ખુબ જ પ્રેમ કરાતા હતા અને હેમા પણ તેને ખુબ જ પસંદ કરતી હતી. પરંતુ ધર્મેન્દ્ર વચ્ચે આવી ગયા, ત્યારબાદ હેમાએ સંજીવને રીજેક્ટ કરીને ધર્મેન્દ્ર સાથે લગ્ન કરી લીધા. આ સમયે સંજીવ કુમાર ખુબ જ ખરાબ રીતે દુખી થયા હતા.

આ કારણે કુવારા હતા સંજીવ કુમાર :

મીડિયા રીપોર્ટની વાત માનીએ તો સંજીવ કુમારે હેમા માલિનીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પરંતુ થયું એવું કે બરોબર તે  જ સમયે ધર્મેન્દ્રએ પણ હેમાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. તેથી હેમાએ સંજીવ નું પ્રપોઝ ન સ્વીકાર્યું અને ધર્મેન્દ્ર સાથે લગ્ન કરી લીધા. ત્યાર બાદ સંજીવે આખી જિંદગી કુવારું રહેવાનું નક્કી કરી લીધું અને ત્યારબાદ કોઈ પણ છોકરીને લગ્ન માટે પ્રપોઝ કર્યું જ નહિ. તેમજ તેને 47 વર્ષની ઉંમરે દુનિયા છોડી દીધી અને ખુદ જ એક ઈતિહાસ બની ગયા.

મળી ચુક્યો છે નેશનલ એવોર્ડ :

સંજીવ કુમારે તેના કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો કરી છે. જેમાંથી તેની મોટાભાગની ફિલ્મો યાદગાર સાબિત થઇ. બધી જ ફિલ્મો માટે તેને એવોર્ડ પણ મળ્યા, તેમાં ફિલ્મ “દસ્તક” પણ સામેલ છે. જેમાં શ્રેષ્ઠ એક્ટિંગ માટે તેને નેશનલ એવોર્ડ થી સન્માનિત  કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને તેના કરિયરમાં પાછુ વાળીને જોયું નહિ અને એકથી એક જોરદાર ફિલ્મો આપી જે, બોક્સ ઓફીસ પર સુપરહિટ સાબિત થઇ. જણાવી દઈએ કે સંજીવ કુમાર બાળપણ થી જ હદયનાં દર્દી હતા તેથી તેનું મૃત્યુ નાની ઉંમરમાં થઇ ગયું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!