પિતૃઓ ના સંકેત સમજી જશો તો બેડો પાર થઇ જશે – આ અલગ અલગ રીતે પિતૃ સંકેત આપતા હોય છે…

આપણા હિંદુ ધર્મમાં બહું બધી પ્રથા અને ધાર્મિક પરંપરાઓ રહેલી છે. તે ઉપરાંત તે આજથી જ નહિ પણ પ્રાચીન કાળથી દેખવા મળે છે.એમાંથી એક છે પિતૃ એટલે કે મરણ પામેલા પૂર્વજોને તર્પણ કરવાની પ્રથા. આ પ્રથા પણ ઘણી બધી પ્રાચીન માનવામાં આવે છે. એના માટે આપણા પંચાંગમાં શ્રાદ્ધપક્ષના સોળ દિવસ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કોઈપણ વ્યક્તિ પોતાના પૂર્વજોને યાદ કરે છે અને તેમનું તર્પણ કરાવીને તેને શાંતિ અને તૃપ્તિ પૂરી પાડે છે. જેથી તમને તેમના આશીર્વાદ અને સાથ હમેશા મળતો રહે.

આપણે ત્યાં એવી કહેવત પ્રખ્યાત છે કે જે વ્યક્તિ પિતૃ પક્ષમાં પોતાના પિતૃને તર્પણ, પીંડદાન તથા એમનું શ્રાધ જેવા જરૂરી કાર્યો નથી કરતા તેમણે પોતાના જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આજે અમે તમને થોડા એવા સંકેત વિશે કહીશું, જે તે વાત તરફ ઈશારો કરે છે કે તમારા પિતૃ તમારાથી નાખુશ છે કે પછી ખુશ. તો આવો તમને આ લેખ દ્વારા કહીએ આ થોડાક સંકેતો વિશે.

જો તમારા પિતૃ તમારાથી નારાજ છે અને તમારા ઉપર પિતૃદોષ છે તો થોડા આવા સંકેત મળે છે :

1. સંતાન સાથે જોડાયેલી સમસ્યા :

તમને કહી દઈએ કે તમારા પિતૃ તમારાથી ખુશ નથી, તો આવામાં તમારે જીવન દરમ્યાન સંતાન સાથે સંકળાયેલી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એમાં સંતાન પેદા ન થવું, પેદા થયા પછી પણ જીવિત ન રહેવું અને સંતાનનું હંમેશા બીમાર રહેવું વેગેરે જેવા વિવિધ સંકેતો હોય છે. આ બધા સંકેતો એ કહે છે કે તમારા પિતૃ તમારાથી ખુશ નથી, અને તમારે તેને ખુશ કરવા માટે તરત જ કોઈ ઉપાય કરવા જોઈએ.

2. બની રહે છે ધનની તંગી :

જે માણસના ઘરમાં દરરોજ આર્થીક તંગી બની રહેતી હોય, અને ભેગકારેલા પૈસા પાણીની જેમ ખર્ચ થતાં હોય છે, તે ઉપરાંત કોઈ પણ પ્રકારના કોઈ લાભ મળતો નથી. તો આ બધા સંકેત પિતૃ દોષના ગણવામાં આવે છે.

3. લગ્નમાં આવે છે અડચણ :

તમારા મેરેજમાં તકલીફ આવવી પણ પિતૃદોષનું લક્ષણ હોય છે. આને કારણે કન્યાના લગ્ન ઘણી મુશ્કલીથી થાય છે, અને તેમ ઉપરાંત પણ એમને મનપસંદ વર નથી મળી શકતો.

4. ઘરમાં હંમેશા કંકાસ-ઝગડા થાય છે :

તમને જાણકારી માટે કહી દઈએ કે જે ઘરમાં પિતૃ નાખુશ રહે છે, તે ઘરમાં દરરોજ જ કંકાસ અને લડાઈ ઝગડાનું વાતાવરણ રહે છે. ઘરમાં શાંતિ જાળવવા નથી અને તે કારણે જ પરિવારના લોકો જ એક બીજાના દુશ્મન બની જાય છે.

5.  પરિવારના કોઈ ને કોઈ સભ્યનું બીમાર રહેવું :

ઘરમાં પિતૃનો આશીર્વાદ ન હોવાને લીધે હંમેશા કોઈને કોઈ વ્યક્તિ શારીરિક રીતે બીમાર રહે છે. કે પછી ક્યારે ક્યારે તો કોઈ ગંભીર બીમારી સામે પણ ઝઝૂમવું પડી જાય છે. આ પણ એક સંકેત છે જે તમને મળે છે.

હવે જો પિતૃનો આશીર્વાદ તમારી ઉપર રહેલો છે અને તે તમારાથી ખુશ છે, તો તમને કાંઈક આવા સંકેત મળે છે.

1) તમને શ્રાદ્ધ કાળ દરમ્યાન ઓચિંતો ધનની પ્રાપ્તિ થાય, કે રૂકાવટ પામેલા કામ શરુ થઇ જાય, તે ઉપરાંત નવા કામ શરુ થવા આ બધા પિતૃની કૃપાના સંકેત છે.

2) તે ઉપરાંત જો તમારા ઘરના કોઈ અવસાન પામેલા માણસને યાદ કરતા માત્રથી તમારા કામોમાં આવી રહેલી અડચણો દુર થઇ જાય છે, તો એનો સીધો અર્થ છે કે તમારી ઉપર પિતૃની અનેક કૃપા છે

3) ત્રીજો સંકેત એ મળે છે કે જો તમને સપનામાં દરરોજ પિતૃ એટલે પૂર્વજ ખુશ અને આશીર્વાદ આપતા જોવા મળે છે, તો તમારા પિતૃ તમારાથી ખુશ છે.

4) તમારા સપનામાં જો તમે સાંપને પોતાની સુરક્ષા તથા સહયોગ કરતા જોવ છો, તો એ પણ તમારા પર પિતૃના આશીર્વાદ હોવાના સંકેત છે.

5) અમાસ કે તે તિથીની નજીક જયારે લોકોને હંમેશા તકલીફ થાય છે, ત્યારે તમને અનેક લાભ થવો કે વાહન સુખ મળવું, એ પણ તમારા પર પિતૃની કૃપાનો સંકેત જ હોય છે.

6) છેલ્લી તથા અંતિમ વાત એ છે, કે જે વ્યક્તિના પોતાના માતા-પિતા સાથે સારા સંબંધ બની રહે છે, તે ઉપરાંત ઘરમાં ક્યારેય કોઈનું આકસ્મિક મૃત્યુ ન થયું હોય તો તેવા પરિવાર ઉપર પિતૃની અનેક કૃપા રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!