રેસ્ટોરન્ટમાં ઢોસા ખાતા સારા અલીએ એવો પ્રશ્ન પૂછ્યો કે અમૃતાને મોઢું છુપાવવું પડ્યું – આવો હતો પ્રશ્ન

પોતાની મમ્મી સાથે એક રેસ્ટોરન્ટમાં ઢોસા ખાતી સારા અલીએ પોતાની મમ્મી અમૃતાને પૂછ્યો એક એવો સવાલ જેનાથી અમૃતાસિંઘ શરમાઈ ગઈ, સારા અલી ખાને સોશલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

બોલિવૂડ સાથે સંકળાયેલા ઘણાં સમાચારો સામાન્ય લોકો માટે રસનો વિષય બની જાય છે, પછી આવા સમાચાર સોશ્યલ મીડિયા પર ફેલાય જાય છે. કઈક આવું જ થોડાં સમયથી થઈ રહ્યું છે, જ્યારે બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા પોતાની મમ્મી અમૃતાને એક સવાલ પૂછે છે, જે સાંભળીને અમૃતા પણ શરમની મારી પોતાનું મોઢું છુપાવી રહી છે. એવું તો શું થયું? ચાલો તમને જણાવીએ.

મમ્મી સાથે એક રેસ્ટોરન્ટમાં ઢોસા ખાતી હતી સારા અલી ખાન:

સારા અલી ખાને હમણાં હમણાં ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે લોકોને ખૂબ ગમ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન એક મોટો ઢોસો બતાવી રહી છે જ્યારે તેની માં અમૃતા સિંઘ મોઢું છુપાવીને બેઠી છે. જો કે આ વીડિયો સારા પોતે દેખાતી નથી પણ તે વિડીઓ ઉતારી રહી છે. આ વીડિયોમાં સારા અલી પોતાની મા અમૃતા સિંઘને એવો પ્રશ્ન પૂછી રહી છે કે, મમ્મી આજે તમને થયું છે શું? કે, આ રીતે ખાઈ રહી છો? અને આ સવાલ સાંભળતા જ અમૃતા શરમની મારી પોતાનું મોઢું છુપાવી રહી છે.

સારા અલી ખાને આ વિડીઓ શેર કરતા લખ્યું હતું કે, જ્યારે હુ અને મારી મમ્મી જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયા હતા, ત્યારે અમે ડાયટનું ‌કોઈ ટેન્શન રાખ્યા વિના જમ્યા હતા. આવી રીતે ખાવું કઈ સહેલું નથી. ખાવાના સ્પર્ધકોને પણ તે અઘરું થઈ જાય છે. આવી વાતો કરતી સારા આ વીડિયોમાં પોતાની મમ્મી અમૃતા સાથે મજાક કરતી નજરે ચઢે છે, સાથે જ આ વિડીઓ લોકપ્રિય બની રહ્યો છે.

જો કામની વાત કરીએ તો, સારા અલી ખાન કાર્તિક આર્યનની સાથે ફિલ્મ લવ આજ કલ-2 માં શૂટિંગ કરી રહી છે, તે સાથે ફિલ્મ કુલી નંબર – 1ની સિક્વલના શૂટિંગમાં વ્યસ્ત છે.

મનોરંજનના આવા સમાચાર માણવા માટે જોડાયેલા રહો અમારી સાથે, જ્ઞાન સાથે ગમ્મત સાથે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!