શું સરદાર પટેલ સંઘને નફરત કરતા હતા? આરએસએસ વિરોધી હતા? જાણો સચ્ચાઈ..

અવારનવાર રાષ્ટ્રવાદી વિચારધારા સામે સેક્યુલર મંદબુદ્ધિજીવીઓ ઝેર ઓકતા રહે છે. હમણાં તેઓએ સરદાર પટેલની જન્મજયંતિનાં દિવસે ફરી એકવાર રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા સંગઠન આરએસએસને નિશાનો બનાવ્યો. કેટલાંક અલ્પમતિ ધરાવતા સેક્યુલરો એવું શોધી લાવ્યા કે, સરદાર વલ્લભભાઈ પટેલ સંઘથી નફરત કરતા હતા. સરદાર સાહેબ આરએસએસ વિરોધી હતા.

આશ્ચર્યજનક વાત એ છે કે, રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા લોકોને સોશિયલ મીડિયામાં બદનામ કરવાના સેક્યુલર સેલનાં કાવતરાને કેટલાંક સામાન્ય લોકોએ ખરું પણ માન્યું! વાસ્તવિક રીતે જેમનું ઈતિહાસ વિશેનું જ્ઞાન સાવ શૂન્ય છે, જેને ન તો ભાગલા વિશે કે ન તો ૧૯૪૭નાં રમખાણો વિશે કશી સમજ-જાણકારી છે તેઓએ પણ આંખ મીચી માન્યું કે હા, હશે સરદાર સાહેબ આરએસએસ વિરુદ્ધ હશે. કારણ કે, સરદાર સાહેબનાં પત્રનાં કેટલાંક અંશ પરથી આ બાબત સત્ય લાગે એવી રીતે રજૂ કરવામાં આવી છે. પરંતુ ના, એવું નથી. એ પત્રની હકીકત કઈક બીજી જ છે.

આરએસએસને બદનામ કરવાના કાવતરામાં બુદ્ધિહીન પરમ મંદબુદ્ધિજીવીઓ જાણી જોઈને એક ભૂલ કરી બેઠા છે. તેમણે ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮નાં એ પત્રને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો જે પત્ર સરદાર પટેલ સાહેબે ગોલવલકરજીને લખ્યો હતો. જેમાં તેમણે ઈરાદાપૂર્વક એક અગત્યનાં ફકરાને કાઢી નાખ્યો છે. એ અતિ અગત્યનાં ફકરામાં એવું તો શું છે જે કાઢી નાખવામાં આવ્યું એ હું તમને કહીશ, પરંતુ તે પહેલાં કેટલીક બાબત સ્પષ્ટ કરવી જરૂરી જણાય છે.

ગાંધીજીની હત્યા કરવામાં આવે છે, ગોલવલકરજીની ધરપકડ કરવામાં આવે છે, સંઘ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, પરંતુ જ્યારે તેમની વિરુદ્ધ કોઈ જ પુરાવા મળતા નથી ત્યારે હત્યાનો કેસ પરત ખેંચી ગોલવલકરજીને ઓગસ્ટ ૧૯૪૮ સન્માનપૂર્વક જેલમાંથી છૂટા કરવામાં આવે છે, પરંતુ સંઘ પરથી પ્રતિબંધ હટાવવામાં આવતો નથી અને આ પ્રતિબંધને દૂર કરવા માટે ગોલવલકરજી સરદાર પટેલ સાહેબને એક પત્ર લખે છે.

જેના જવાબમાં ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮માં સરદાર પટેલ સાહેબ ગોલવલકરજીને એક વળતો પત્ર લખે છે, જેમાં તેમણે સંઘને ઘણા સૂચનો અને પ્રસ્તાવ આપ્યા છે. સડેલી વિચારધારા ધરાવતા સેક્યુલરો રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા સંઘને બદનામ કરવા એ પત્રમાંથી અતિ અગત્યનો એક ફકરો કાઢી એવું જણાવી રહ્યાં છે કે, જૂઓ સરદાર સાહેબ સંઘ વિરોધી હતા, સંઘથી નફરત કરતા હતા. લેકિન, કિન્તુ, પરંતુ અગાઉ કહ્યું તેમ એ સાચું નથી. સોશિયલ મીડિયામાં સરદાર સાહેબ દ્વારા ગોલવલકરજી પર લખેલા પત્રનો અતિ અગત્યનો એ ફકરો આ મુજબ છે.

“હું તમને ફરીથી કહેવા માંગુ છું કે તમે મારા જયપુર અને લખનઉનાં ભાષણો પર વિચાર કરો અને એ ભાષણોમાં મેં જે માર્ગ સંઘને બતાવ્યો છે તેનો સ્વીકાર કરો. મને ખાતરી છે કે તેમા જ સંઘ અને દેશનું ભલું છે. તમે આ માર્ગ સ્વીકાર કરશો તો દેશનાં કલ્યાણ માટે આપણે હાથ મિલાવી શકીશું. મને પૂર્ણ વિશ્વાસ છે કે, સંઘ દેશભક્તિનું કાર્ય કોંગ્રેસમાં આવીને જ કરી શકશે, અલગ રહીને કે વિરોધ કરીને નહીં.

હવે સમજાયું-જાણ્યું? સરદાર પટેલ સાહેબ સીધા જ ગોલવલકરજીને કહી રહ્યાં છે કે, સંઘનાં સ્વયંસેવકો કોંગ્રેસમાં જોડાઈ જવા જોઈએ. હવે હું તમને એ પણ જણાવવા માંગીશ કે, સરદાર પટેલ સાહેબે આ પત્રમાં પોતાના જયપુર અને લખનઉનાં ભાષણોનો ઉલ્લેખ કર્યો છે એની હકીકત શું છે? હકીકતમાં, ડિસેમ્બર ૧૯૪૭માં જયપુરમાં અને જાન્યુઆરી ૧૯૪૮માં લખનઉમાં પોતાના ભાષણોમાં સરદાર પટેલ સાહેબે જાહેરમાં કહ્યું હતું કે, સંઘના લોકો દેશભક્ત છે. જી હા.. સરદાર સાહેબને સંઘથી નફરત નહીં પરંતુ મહોબ્બત હતી. તેઓ તેવું ઈચ્છતા હતા કે, સંઘ કોંગ્રેસમાં જોડાઈ જાય. કારણ કે,

* જો સરદાર સાહેબનાં મતે સંઘ ઘૃણાસ્પદ સંસ્થા હોત તો કેમ સરદાર સાહેબ ગોલવલકરજીને પત્ર લખી સંઘને કોંગ્રેસમાં સમાવેશ થઈ જવાનું કહેતા?
* જો ગાંધીજીની હત્યામાં સંઘનો હાથ હોતો તો પછી બાપુનાં સાચા શિષ્ય પટેલ તેમને પોતાના પક્ષમાં લાવવા કેમ માંગતા હતા?

આટલું જ નહીં સરદાર પટેલ સાહેબે લખેલા પત્રમાં તેમણે જે કહ્યું તેના પર કામ પણ કર્યું હતું. ઘણાબધાને ખબર જ છે કે, તે જમાનામાં કોંગ્રેસની અંદર નેહરુનાં જૂથ જેટલું જ શક્તિશાળી એક જૂથ હતું. જેમાં પટેલ, ટંડન, રાજેન્દ્ર જેવા હિન્દુવાદી નેતાઓ હતા. હવે મૂળ વાત. સંઘમાંથી પ્રતિબંધ હટાવ્યાના થોડા સમય પછી કોંગ્રેસ કાર્યકારી સમિતિએ એક ઠરાવ પસાર કર્યો હતો કે, સંઘનાં સ્વયંસેવકો કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જ્યારે ઠરાવ પસાર થયો ત્યારે નેહરુ રાષ્ટ્રમંડળ સંમેલનમાં ભાગ લેવા લંડન ગયા હતા. આ દરખાસ્તથી નહેરુ અને તેમના મેનન પ્રકારનાં સમર્થકો આશ્ચર્યચકિત થઈ ગયા. ભારત આવીને તરતજ નેહરુએ કાર્યકારી સમિતિને આ પ્રસ્તાવ પાછો ખેંચવાની ફરજ પાડી અને પ્રસ્તાવ પાછો ખેંચી લેવામાં આવ્યો.

ભલું થાય ચાચા નેહરુનું કે, તે દરખાસ્ત રદ્દ થઈ ગઈ. નહીં તો જનસંઘ અને પછી આજનાં ભાજપનું અસ્તિત્વ જ કેવી રીતે હોતું? આથી કહી શકાય કે, નહેરુએ આ એક કામ તો સારું કરી રાષ્ટ્રનું સારું કર્યું છે. કોંગ્રેસને નુકસાન થયું એ આડ વાત છે. પણ ભારતનું ભલું થયું.

મને લાગે છે કે, સરદાર પટેલ સાહેબ સંઘને કોંગ્રેસમાં જોડીને કોંગ્રેસને હિન્દુત્વ તરફ લઈ જવા ઈચ્છતા હશે. એ પાછળનું મજબૂત કારણ એ છે કે, ૧૯૫૦માં સરદાર પટેલે જવાહરલાલ નહેરુની ઈચ્છા વિરુદ્ધ હિન્દુવાદી નેતા ટંડનને કોંગ્રેસ અધ્યક્ષ બનાવ્યા હતા, એ જ વર્ષે ૧૯૫૦માં સરદાર પટેલે જવાહરલાલ નહેરુની ઈચ્છા વિરુદ્ધ અન્ય એક હિન્દુવાદી નેતા રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા.

કેટલીક વાતો નીકળી જ છે તો અન્ય એક વાત.. મહાત્મા ગાંધીજીની હત્યાનાં આગલા દિવસે ૨૯ જાન્યુઆરી ૧૯૪૮નાં રોજ નહેરુએ કહ્યું હતું કે, ‘હું સંઘને કચડી નાખીશ’. બીજા દિવસે ગાંધીજીની હત્યાથી નેહરુને તેની આકાંક્ષાઓ પૂરી કરવાની તક પણ મળી ગઈ. નેહરુએ સંઘને કચડી નાખવાના ઘણા પ્રયત્ન કર્યા. બીજી તરફ જ્યારે ગુરુ ગોલવલકરજીની ૧ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ મહાત્મા ગાંધીજીની હત્યાનું કાવતરું રચવા માટે નાગપુરથી ધરપકડ કરવામાં આવી ત્યારે ગોલવલકરજીએ તેમના સ્વયંસેવકોને કહ્યું હતું કે, ‘જલ્દી શંકાનાં વાદળો હટી જશે અને આપણે નિષ્કલંક બહાર આવીશું.’

અને આજે ૭૨ વર્ષ પહેલાં નહેરુ અને અને ગોલવલકરજીએ જે આગાહી કરી હતી તેમાંથી કોની આગાહી સાચી સાબિત થઈ અને ઓની ખોટી તેનો નિર્ણય તમારા પર છોડવામાં આવે છે. જય હિંદ.. જય ભારત..

Author: ભવ્ય રાવલ લેખક-પત્રકાર
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!