બોલીવુડ સુપરસ્ટાર શાહિદ પણ આ વસ્તુથી ડરી જાય છે – કહ્યું કે, “આ વસ્તુને જોઇને મને બીક લાગે છે અને…”

બોલીવુડના ચોકલેટી બોયથી ઓળખાતા શાહિદ કપૂર હાલમાં અલગ અલગ વસ્તુને લઈને ચર્ચાઓમાં છે. પાછલા થોડા દિવસો થી તે મીડિયાથી દુર હતા પરંતુ તેની ફિલ્મ કબીરસિંહ હિટ જતા એટલે ફરી તે ચર્ચાઓમાં આવવા લાગ્યા. થોડા સમય પહેલા તે નેહા ધુપીયાના શોમાં પહોંચ્યા હતા. જ્યાં તેને પોતાની જિંદગી વિશે અજાણી વાતો કરી હતી, એ સંભાળીને તેના ફેંસ હેરાન થઈ ગયા.

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરે તેના કરિયરમાં ઘણી બધી ફિલ્મો કરી છે. જેમાં અમુક ફિલ્મો સુપરહિટ રહી જ્યારે અમુક ફિલ્મો ફ્લોપ પણ ગઈ. એવામાં શાહિદ કપૂર એક સુપરસ્ટાર તરીકે ઓળખાય છે. આજે અમે શાહિદ કપૂર વિશે એવી વાતો લઈને આવ્યા છીએ જેના વિશે તમે ક્યારેય નહિ જાણતા હોય. એટલું જ નહિ શાહિદે આ વાતમાં તેના ડર વિશે પણ જણાવ્યું, જેમાં તેને ખુબ જ બીક લાગે છે.

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર ભલે ફિલ્મોમાં મોટી મોટી એક્શન કરતા જોવા મળે છે, પરંતુ રીયલ લાઈફમાં તે એક વસ્તુથી ખુબ જ ડરે છે, જેનો ખુલાસો તેને ખુદે કર્યો હતો. જણાવી દઈએ કે શાહિદ કપૂરને ફ્લાઈટમાં બીક લાગે છે. તેથી તે ફ્લાઈટ ની સફર ઘણી મુશ્કેલીથી કરે છે. જો કે તેને જણાવ્યું કે તેને અચાનક જ હવે બીક લાગવા લાગે છે, પરંતુ જ્યારે નાના હતા ત્યારે એકલા જ ફ્લાઈટમાં પણ મુસાફરી કરતા.

દીકરી પણ  ઓળખી ન શકી :

શાહિદ કપૂરે તે સમયે જણાવ્યું હતું કે તેની દીકરી તેને ઓળખી શકી નહતી. તે સમયે તે પદ્માવતનાં શૂટિંગમાં વ્યસ્ત હતા. તેથી તેની દાઢી વધી ગઈ હતી. એવામાં તે ક્લીન શેપ કરાવીને ઘરે ગયા અને દીકરીને ગોદમાં લીધી તો તે રોવા લાગી. તેથી તેને એવો અહેસાસ થયો કે તે તેને ઓળખી ન શકી.

કબીર સિંહની સફળતાથી ખુબ જ ખુશ છે શાહિદ :

શાહિદ કપૂરે ઘણા સમયે સુપરહિટ ફિલ્મ કરી છે, તેની ખુશીમાં આજે પણ તે ઝૂમી રહ્યા છે. વાત કરી રહ્યા છીએ ફિલ્મ કબીરસિંહની જે આ વર્ષની સૌથી હિટ ફિલ્મ બની ચુકી છે , જો કે ફિલ્મ પદ્માવતે પણ ધમાલ મચાવી હતી પરંતુ તેને ક્રેડીટ રણવીર સિંહ અને દીપિકા લઇ ગયા. તેથી શાહિદની હિટ ફિલ્મ કબીરસિંહ થી તે ખુબ જ ખુસ છે, તેને વર્ષોથી એક હિટ ફિલ્મની રાહ હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!