શાહરૂખ ખાન વિશે ખુલાસો કરતા રવિના ટંડને કહ્યું, “તે જ્યારે પણ મળતા હતા ત્યારે મારી નજીક આવીને…”

બોલીવુડના કિંગ ખાન તરીકે ઓળખાતા અભિનેતા શાહરૂખ ખાનની દોસ્તી ઘણીબધી અભિનેત્રીઓ સાથે છે. હવે રવિના ટંડને પણ શાહરૂખ ખાન સાથે જોડાયેલ એક ખાસ વાત જણાવી છે. રવિના ટંડનનું કહેવું છે કે શાહરૂખ ખાનને તેની સુગંધ સારી લાગે છે. તેમજ તેને જણાવ્યું કે શાહરૂખ ખાન તેના પતિને પણ કહેતા કે તેની પાસે એક પત્નીના રૂપમાં સૌથી સારી ખુશ્બુ વાલી અભિનેત્રી છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં રવિના ટંડને જણાવ્યું કે “જ્યારે પણ હું અને શાહરૂખ ખાસાથે હોઈએ છીએ તો, શાહરૂખ ખાન રવિના ટંડન નાં પતિ અનીલને કહે છે કે તમારી પાસે પત્નીના રૂપમાં સૌથી સારી ખુશ્બુ વાલી એક્ટ્રેસ છે” શાહરૂખ ખાન પણ કહે છે કે જ્યારે પણ હું રવિના ટંડન સાથે કામ કરું છું અને તેની નજીક જાવ છુ અને તેની ખુશ્બુને મહેસુસ કરું છુ તો મને સારું લાગે છે.

જણાવી દઈએ કે રવિના ટંડને શાહરૂખ ખાન સાથે પહેલી વાર ફિલ્મ “જમાના દીવાના” માં કામ કર્યું હતું. અ ફિલ્મ ફેમસ નિર્દેશક રમેશ સિપ્પીએ નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ વર્ષ 1995 માં રીલીઝ થઇ હતી, જો કે ફિલ્મ કોઈ ખાસ કમાણી કરી શકી ન હતી. ત્યાર બાદ વર્ષ 2004 માં ફિલ્મ “યે લમહે જુદાઈ કે” મા પણ રવિના અને શાહરૂખ ખાઈ એક સાથે કામ કર્યું હતું. જો વાત કરીએ રવિના ટંડન ની તો હાલ તે નાના પરદા પર જોવા મળે છે, હમણા જ સ્ટાર પ્લસ નાં એક રીયાલીટી શો “નચ બલિયે”માં જજ તરીકે જોવા મળી હતી.

શાહરૂખ ખાનની વાત કરીએ તો તે ગયા વર્ષે રીલીઝ થયેલ ફિલ્મ ઝીરો પછી કોઈ પણ ફિલ્મમાં જોવા મળ્યા નથી. તેમજ હજુ તેને તેની આવનારી કોઈ ફિલ્મ વિશે જાણકારી પણ નથી આપી. રવિના ટંડન 90માં દશકની સૌથી હિત અભિનેત્રીઓમાની એક છે, જો કે આજે પણ તે એટલી જ ફેમસ છે. આજે ૪૫ વર્ષની હોવા છતાં રવિના બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીમાની એક છે. આટલી ઉંમરે પણ તેની સુંદરતા ઝાંખી નથી પડી.

રવિના ટંડને અજય દેવગન, અક્ષય કુમાર, ગોવિંદા સાથે કામ કર્યું છે, તેને એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. મોહરા ફિલ્મનનો “ટીપ ટીપ બરસા પાની” અને “ટુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત” સોંગમાં રવીનાનો ડાંસ આજે પણ લોકો યાદ કરે છે. રવિના ટંડને તેના કરિયરની શરૂઆત 1991 માં “પથ્થર કે ફૂલ” થી કરી હતી.

તે ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં સલમાન ખાન હતા. એક સમયે અક્ષય સાથે રવિનાની અફેરની ચર્ચાઓ ખુબ થતી હતી. પરંતુ રવિના ટંડને ફિલ્મ નિર્માતા અનીલ દદાની સાથે લગ્ન કરી લીધા. લગ્ન પહેલા રવિનાએ બે દિકરીઓ ગોદ  લીધી હતી જેમાંથી એકના લગ્ન થઇ ગયા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!