૨૭ વર્ષના શાંતનુએ આ રીતે બીઝનેસ ટાયકુન રતન તાતા નો વિશ્વાસ જીતી બન્યો એમનો માહિતગાર
દેશના સૌથી વધુ જાણીતા ઉધોગપતિ રતનટાટા સાથે કામ કરવું સૌ કોઈની કિસ્મતમાં હોતું નથી. આજે બધા જ માણસો મુકેશ અંબાણી તથા રતન ટાટાની કંપનીમાં જોડે કામ કરવા માટે તૈયાર હોય છે. પણ તમને રતન ટાટા સામેથી ફોન કરીને નોકરી ઓફર કરે તો તે તમારા માટે તે સપનાથી ઓછું ના હોય. આવી જ કંઈક સાચી વાર્તા ‘હ્યુમન્સ ઓફ બોમ્બે’ના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવી છે.

બુધવારના રોજ 27 વર્ષના શાંતનું નાયડુએ આ સ્ટોરી શેર કરી છે.આ લખાય છે ત્યાં સુધી,આ 1.8 હજાર લોકો શેર કરી ચુક્યા છે. ‘હ્યુમસ ઓફ બોમ્બે’માં શાંતનુંએ કહ્યા પ્રમાણે, રતન ટાટા અને તેની મુલાકાત 2014માં થઇ હતી.
2014માં એન્જીનીયરીંગનું ભણતર પૂરું થયા પછી શાંતનું પૂનામાં ટાટા મોર્ટસના એક ભાગમાં કામ કરી રહ્યો હતો. એક દિવસ તે રાતે નોકરીથી ઘરે પાછો આવતો હતો ત્યારે ફૂલઝડપે આવેલી કારે એક કૂતરાને કચડી નાખ્યો હતો. શાંતનુંને પશુઓ પ્રત્યે વધુ લગાવ હોય તે દુઃખી થઇ ગયો હતો.
ત્યારપછી ખ્યાલ આવ્યો કે, અંધારાને લીધે અકસ્માતમાં ઘણા કૂતરોના મોત થાય છે. શાંતનુંએ આ સમાધાન માટેનું વિચારી પણ લીધું હતું. આ કામમાં શાંતનુંએ તેના મિત્ર સાથે મળીને રસ્તા પરના કુતરાના ગળામાં રેડિયમ વાળા ટકાઉ પટા લગાવ્યા હતા. જોતજોતામાં આ પટા શહેરના બધા જ કુતરાના ગળામાં બાંધી દેવામાં આવ્યા હતા.
શાંતનું દ્વારા રિસર્ચ દરમિયાન કરવામાં આવેલા આ કામની જાણકારી થોડા મહિના પછી રતનટાટા પાસે પહોંચી હતી. રતન ટાટાએ શાંતનુંને મુંબઈ સ્થિત ઓફિસે આવીને મળવાનું જણાવ્યું હતું. શાંતનુંની રતન ટાટા સાથેની આ મુલાકાત દોસ્તીમાં જોવા મળી હતી. ત્યારપછી રતન ટાટાએ શાંતનુંના કાર્ય માટે ફંડ પણ આપ્યું હતું.
તમને કહી દઈએ કે,રતન ટાટા અવિવાહિત હોવાને લીધે તેનો કોઈ પરિવાર તો છે નહીં. રતન ટાટાનો પશુ પ્રત્યેનો પ્રેમ બધાની વચ્ચે જાહેર કર્યો છે. રતન ટાટાના ઘરમાં રહેલા તેના કુતરા પણ તેની માટે ખાસ છે.
શાંતનુંએ કહ્યું હતું કે, થોડા મહિના પહેલા તેને રતનટાટાને કહ્યું હતું કે, તે એમબીએ કરવા માટે કોર્નેલ યુનિવર્સીટી જાય છે. શાંતનુંએ રતન ટાટાને કહ્યું હતું કે, તે એમબીએ કર્યા બાદ ટાટા કંપની માટે જ સેવા દેવા માંગે છે તે સમયે રતન ટાટાએ ખુશી આભાર કરી હતી.એમબીએ કર્યા પછી શાંતનું 2018માં પરત આવ્યો ત્યારે રતન ટાટાએ શાંતનુંને ફોન કરી મોટી જવાબદારી સોંપી હતી.
રતન ટાટાએ શાંતનુંને આગળ કહેતા જણાવ્યું હતું કે, તારી પાસે ઓફિસમાં ઘણું જ કામ કરાવવાનું છે. શું તું મારો આસિસ્ટન્ટ બનીશ?” શાંતનુંને આ વાત એકદમ નવી લાગતી હતી. તેને સપના જેવું લાગતું હતું. પણ આ સાચું હતું. તેણે ઊંડો શ્વાસ લીધો અને રતન ટાટાને ઉત્તર આપ્યો કે, ‘હા જરૂર.’
શાંતનું કેટલાક 18 મહિનાથી રતન ટાટા સાથે તેમના ટ્રસ્ટ માટે કામ કરી રહ્યો છે. શાંતનુંએ જણાવ્યું, “મને હજુ વિશ્વાસ નથી તો કે હું મારા સપનામાં જીવી રહ્યો છું. મારી ઉંમરના લોકો સારા મિત્રો અને ગુરુની શોધમાં કેટલું સહન કરે છે. હું નસીબદાર છું કે મને આ બધું મળ્યું છે. રતન ટાટા કોઈ સુપરહ્યુમનથી ઓછા નથી.”
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.