શિલ્પા શેટ્ટીએ કર્યો ખુલાસો – આ કારણે રહી 13 વર્ષ ઇન્ડસ્ટ્રીઝથી દુર અને કર્યું આ કામ

બોલીવુડની ફીટનેસ આઇકન શિલ્પા શેટ્ટી ફરી એકવાર પર્દા પર કમબેક કરવા જઈ રહી છે. જી હા, શિલ્પા શેટ્ટી 13 વર્ષ પછી હવે કમબેક કરવા જઈ રહી છે. જેના કારણે તે ખુબ જ વધુ ઉત્સાહિક છે. આ ઉત્સાહમાં તેને બોલીવુડથી 13 વર્ષ દુર રહેવાનું કારણ જણાવતા તેનો અનુભવ શેર કર્યો. શિલ્પા શેટ્ટીએ તેના કરિયરની શરૂઆત સુપરહિટ ફિલ્મથી જ કરી હતી. પરંતુ વધુ સમય તેનું કરિયર ચાલ્યું નહિ અને તેને બ્રેક લઇ લીધો.

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં તેની આવનારી ફિલ્મને લઈને ચર્ચામાં છે. જી હા, ઘણા સમય પછી તેને સ્ક્રીન પર જોવા માટે તેના ફ્રેન્ડ્સ ખુબ જ ઉત્સાહિક છે, અને તેનાથી વધુ ઉત્સાહિક તે ખુદ છે. એવામાં તેના ફેંસ એ જાણવા માંગે છે કે શિલ્પા શેટ્ટી આખરે બોલીવુડથી 13 વર્ષ દુર કેમ રહી? જો કે ટીવી પર હંમેશા કામ કરતી જ રહી પરંતુ ફિલ્મોમાં તેના ફેંસએ તેને ખુબ જ મિસ કરી.

હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છું – શિલ્પા શેટ્ટી :

13 વર્ષ ફિલ્મની દુનિયાથી દુર રહેનાર શિલ્પા શેટ્ટીએ મીડિયા સાથે વાતચીત કરીને કહ્યું કે, હું ગમે ત્યાં રહું પરંતુ હંમેશા ફિલ્મનો હિસ્સો બનીને જ રહી છું અને રહીશ. કેમ કે જ્યારે તમે લાઇમલાઇટથી દુર રહો ત્યારે એવું લાગે છે કે તમે ઘણું બધું હારી રહ્યા છો.

જો કે તેને કહ્યું કે મારી સાથે આવું નથી થયું, કેમ કે હું હંમેશા ટીવી પર કામ કરતી રહી, તેથી લોકો સાથે મુલાકાતો થતી રહી. પરંતુ જો તમે લાઇમલાઇટથી દુર રહો તો પબ્લિક તમને ભૂલી જાય છે.

આ કારણે થઇ હતી દુર – શિલ્પા શેટ્ટી :

 

મીડિયા સાથે વાત કરતા શિલ્પા શેટ્ટીએ કહ્યું કે બોલીવુડથી દુર થવું મારો અંગત નિર્ણય હતો, જે મેં મારી મરજીથી લીધો હતો. તેને કહ્યું કે હું એક્ટ્રેસ તો લક બાઈ ચાન્સ બની ગઈ હતી અને મેં 15 વર્ષની ઉંમરે કામ કરવાનું ચાલુ કરી દીધું હતું, પરંતુ બાદમાં મને બ્રેકની જરૂરત લાગી, તેથી મેં મારા કરિયરથી બ્રેક લઇ લીધો અને ટીવી માં કરિયર બનાવ્યું, એ સફર ખુબ જ સારી રહી. તો મિત્રો મતલબ સાફ છે કે શિલ્પાએ ખુદ બોલીવુડથી દુર ગઈ હતી.

આ ફિલ્મમાં આવશે નજરે :

શિલ્પા શેટ્ટીના ફેંસ માટે સારા અને ખુશીના સમાચાર છે કે તેને ફેવરીટ હિરોઈન તુન્ખ જ સમયમાં પર્દા પર જોવા મળશે. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી સબ્બીર ખાનની ફિલ્મ નિકમ્મા માં જોવા મળશે, જેના કારણે તેના ફેંસ ઘણા ઉત્સાહિત છે. મતલબ સાફ જ છે કે શિલ્પા શેટ્ટી માટે આ મોટો ચાન્સ હશે જેમાં તે તેના ફેંસનાં ફરી વખત દિલ જીતી લેશે. તો હવે જોવાનું એ રહેશે કે શિલ્પા શેટ્ટીને 13 વર્ષ માળ લોકો કેટલી પસંદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!