વર્ષો જૂના આ દેશી નુસ્ખા ને અપનાવો, ત્વચા થઈ જશે એકદમ ધોળી દૂધ જેવી, જોઈ બધા વખાણ કરશે

હમણાં દિવસની વ્યસ્તતા ની વચ્ચે લોકોને ત્વચાની સંભાળ કરવાનો સમય રહેતો નથી. તો બીજી બાજુ વાતાવરણમાં રહેલા પ્રદુષણ, ધૂળ માટી, બદલાતા વાતાવરણના લીધે ત્વચાનો રંગ પણ બદલાઈ જાય છે. આજે દરેક લોકો કોઈને કોઈ બાબતે તેમની ત્વચાને લઈને પરેશાન હોય છે. તમે પણ આ આર્ટિકલ ના માધ્યમ દ્વારા જાણી શકશો કે ત્વચાની સાળ સંભાળ લેવા માટે આટલા ઉપાય કરવા જોઈએ

આવો જાણીએ ઘરગથ્થુ ઉપચાર

સુંદર ત્વચા મેળવવા માટે તરબૂચ અને કાકડી વધુ ઉપયોગી છે. તરબૂચ અને કાકડીના ટુકડાથી ધીમે-ધીમે ચહેરા પર માલિશ કરવી જોઈએ અથવા તરબૂચ અને કાકડીનું જ્યુસ પણ કરીને તેમાં લીંબુ ઉમેરી હળવા હાથે માલિશ કરો. એકદમ ડ્રાય થઈ ગયા પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ નાખો. આ ઉપચાર અઠવાડિયામાં 3થી 4 વખત કરવાથી ફાયદો થશે.

મસૂરની દાળને નાના ટુકડામાં પીસીનેં તેનો પાવડર બનાવીને તેમાં ઈંડુ, થોડું મધ તથા દહીંનો માસ્ક બનાવી ચહેરા પર લગાવો. ત્યારપછી હૂંફાળા ગરમ પાણીથી ચહેરા પર મસાજ કરતા-કરતા ધુઓ. આ ઉપચાર અઠવાડિયામાં ત્રણ વાર કરવાથી ચહેરો એકદમ સુંદર થઈ જાય છે.

બટેટાના 2 ભાગ કરીને તેને તમારા ચહેરા પર મસાજ કરીને રૂપાંતર કરો. 15 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાખો. આ ઉપચાર દરરોજ કરવાથી ત્વચાનો રંગ એકદમ નીખરી જશે.

હળદર અને દુધને ભેગું કરી તેને ચહેરા પર હળવા હાથે લગાવીને થોડા સમય પછી તેને ઠંડા પાણીથી સાફ કરી નાખો. અઠવાડિયામાં 2થી 3 વાર આ ઉપચાર કરવાથી ત્વચા ગોરી થઇ જશે.

ચહેરાની ચમક માટે રામબાણ ઉપચાર હોય તો તે છે લીંબુ અને ટામેટાનો ફેસ પેક. લીંબુ અને ટમેટામાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે ત્વચાના એલિમેન્ટ રંગને સાફ કરી દે છે. એક ટામેટું અને એક લીબુંને ભેગું કરીને ચહેરા પર લગાવી જોઈએ. આ પેક સુકાઈ ગયા પછી ગરમ પાણીથી મોઢાને સાફ કરી દો.

ચહેરાની ચમક માટે દુધ એક રામબાણ ઉપચાર છે. કાચા દૂધમાં રૂને ડુંબાવીને ચહેરા પર હળવા હાથે ઘસી મસાજ કરો. હમેશાં આ ઉપાય કરવાથી ચહેરા પરના દાગ-ધબ્બા દૂર થાય છે અને ચહેરો એકદમ સુંદર લાગે છે.

ઈંડામાં મધ તથા થોડી ખાંડ ભેગી કરીને ચહેરા પર લગાવી થોડીવાર માટે રાખી દો. ત્યારપછી હલકા હાથે મસાજ કરી હૂંફાળા પાણીથી સાફ કરી દો. આ ઉપચાર અઠવાડિયામાં 2 થી 3 વાર કરવાથી થોડા જ સમયમાં ત્વચાનો રંગ પહેલા કરતાં સારો થઈ જશે.

સંતરા અને પપૈયાને યોગ્ય રીતે ભેગું કરી દરરોજ ચહેરા પર લગાવો. હમેશાં આ ઉપાય કરવાથી થોડા જ દિવસમાં ચહેરો પહેલા કરતાં ચમકી ઉઠશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!