સુંદરકાંડમાં જણાવેલી આ 3 વાતો, દરેક હિંદુ મિત્રોએ અવશ્ય વાંચવી જોઈએ – જિંદગી બદલાઈ જશે

દોસ્તો દરેક માણસ પોતાના જીવનમાં સુખી થવું હોય અને પ્રખ્યાત બનવું હોય છે. પણ આજના આ સમયમાં આ હરીફાઈમાં દરેક એક સાથે દોડ લગાવી રહ્યા છે. એમાંથી સફળ બનવું ખુબ જ સમસ્યા વાળું છે. પણ દોસ્તો આપણા હિંદુ શાસ્ત્રોમાં બધા ગ્રંથોમાં સફળતા કેમ મેળવવી અને કેવી રીતે સફળ બનવું તેના ઉપયોગો વિશે જણાવવામાં આવ્યા છે. જેના અનુચરણથી આપણે સફળતાને મેળવી શકીએ છીએ. તો આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવશું સુંદરકાંડ દ્વારા જણાવવામાં આવેલા કેટલાક એવા તથ્યો જે તમને સફળતા તરફ લઇ જશે. તો આવો જાણીએ કેવી રીતે બની શકાય સફળ.

દોસ્તો આપણા ધર્મગ્રંથોમાં દૈનિક જીવનની તકલીફોથી બચવા માટે ઘણા સુત્રો કહ્યા છે. જે પૈકી એક છે શ્રી રામચરિત માનસ. જેમાં આપણા જીવનના દરેક  કઠીન અને તકલીફ યુક્ત પરિસ્થિતિના ઉપાયો કહ્યા છે અને તેની સાથે સાથે તેના ઉપાયો પણ કહ્યા છે. જે પૈકી ઘણા પ્રસંગમાં આપણને ઘણી બધી શીખ મળે છે. તો આવો જાણીએ સફળતાના કેટલાક સુત્રો વિશે.

તેમાં સૌથી પહેલું સૂત્ર છે બાધાને પાર કરવી અને આગળ વધવું :

દોસ્તો આપણે આ લેખમાં સુંદરકાંડના આધાર પર જોઈએ. દોસ્તો હનુમાનજી સીતાજીને શોધવા માટે સમુદ્ર ઉપર પસાર કરી રહ્યા હતા. એ સમયે હનુમાનજીને ઘણી બધી તકલીફોનો સામનો કર્યો હતો. જેમાં હનુમાનજીને સુરસા તથા સિહીકા નામની બે રાક્ષસીઓ વચ્ચે બાધા રુપ બની હતી. જેમણે હનુમાનજીને રોકવા માટે પ્રયત્નો કર્યા હતા. પણ આ રાક્ષસીઓ દ્વારા હનુમાનજીને ઘણી બાધાઓ ઉભી કરી હોવા છતાં પણ લંકા સુધી પહોંચી ગયા હતા. તો તેવી જ રીતે આપણા આપણા જીવનમાં પણ વિવિધ બાધાઓ અને તકલીફો આવતી હોય છે. જેનો આપણે સામનો પણ કરવો પડે છે.

તો આ વાત પરથી આપણને એવું કહેવામાં આવે છે કે કોઈ પણ તકલીફ હોય તેનો સામનો નીડરતાથી કરવો જ જોઈએ અને ક્યારેય અટકવું ન જોઈએ. બને ત્યાં સુધી રૂકાયા વગર આગળ જ વધવું જોઈએ. જે એક દિવસ આપણને સફળ થવા માટે સક્ષમ બનાવી નાખે છે અને આપણે જરૂર સફળતા મેળવીએ છીએ. પરંતુ આપણા જીવન માર્ગમાં એકલા અટક્યા વગર વ્હાલતું રહેવું જોઈએ.

ત્યાર બાદ બીજો બોધ છે બુદ્ધિથી કામ લેવું જોઈએ:

તો ઉપર કહ્યા પ્રમાણે એ જ પ્રસંગમાં આપણે સુરસાનું કિસ્સો જોઈએ. દોસ્તો હનુમાનજીને જ્યારે સુરસા તકલીફ સ્વરૂપે વચ્ચે આવી ત્યારે બુદ્ધિ સાથે કામ લીધું હતું. કારણ કે એ સમયે હનુમાનજીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો હતો. જ્યારે સુરસા વચ્ચે આવી ત્યારે હનુમાનજી તેની સાથે યુદ્ધ કરીને પણ આગળ નીકળી શકતા હતા. પણ હનુમાનજીને યુદ્ધ કરવું યોગ્ય ન લાગ્યું.

ત્યારે હનુમાનજીએ ફક્ત પોતાના શરીરના સ્વરૂપને મોટું કરી નાખ્યું. પણ સુરસા હનુમાનજીને ખાવા માંગતી હતી, તેથી હનુમાનજીનો આકાર જોઇને સુરસા પોતાના મુખને વધુ મોટું કરી નાખ્યું. ત્યારપછી હનુમાનજીએ પોતાનું સ્વરૂપ નાનું કરી નાખ્યું અને સુરસાના મુખમાં પ્રવેશી ગયા. પણ તે તરત જ પાછા પણ આવી ગયા. તો હનુમાનજી દ્વારા કરવામાં આવેલા આ પરાક્રમથી સુરસા પ્રસન્ન થઇ અને હનુમાનજીના માર્ગમાંથી દૂર થઈ ગયા.

તો આ બાબત પરથી આપણને એવું જાણવા મળ્યું છે કે આપણે કોઈ પણ ખોટી જગ્યાઓ પર સમય ઓછો ન કરવો જોઈએ. એવા સમયે થોડું વિચારીને બુદ્ધિથી કામ લેવું જોઈએ. તેમાંથી ચોક્કસ કોઈ રસ્તો મળી આવે છે અને બધી જ બાધાથી દુર થઇ જાવ છો.

ત્રીજું સૂત્ર છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સંયમિત જીવન જીવો.

તમને બધાને ખ્યાલ છે કે હનુમાનજી બળ બ્રમ્હ્ચારી હતા, તથા સંયમિત રહેવાને કારણે જ તે ખુબ તાકાતવર હતા. હમણાં બધા લોકોની મોર્ડન લાઈફના કારણે બધું અસંયમિત થઇ ગયું છે. તો શરીરના સ્વાસ્થ્ય પણ ધ્યાન રહેતું નથી આજકાલ. તેમાં પણ વિદ્યાર્થીઓએ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાની અંદરની શક્તિને ઓળખીને તેને વ્યર્થમાં ગુમાવવાને બદલે સંયમરૂપી જીવન જીવી તેને યોગ્ય દિશામાં વાળવી જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!