આ ખાસ કારણને લીધે સની દેઓલે અને શાહરૂખ ખાન સાથે 16 વર્ષ અબોલા રાખેલા – આ હતું કારણ

90ના દાયકામાં સન્ની દેઓલ એક જાણીતા સુપરસ્ટાર્સ હતા. જો કે આજે પણ તેની પોપ્યુલારિટી ઓછી નથી આજે પણ તેના લાખો ચાહકો છે. તેના ફેંસ તેના ફિલ્મી કરિયર સિવાય તેના અંગત જીવન માટે પણ પસંદ કરે છે. ફિલ્મોમાં ગુસ્સા વાળો સ્વભાવ ધરાવતા સન્ની પર્સનલ લાઈફમાં ખુબ જ શાંત અને વ્યવહારિક છે.

જ્યારે બીજી બાજુ વાત કરીએ શાહરુખ ખાન ની તો એ બૉલીવુડ ના કિંગ તરીકે ઓળખાય છે. એ 90 ના જમાના થી લઈને આજ સુધી ની બધી ફિલ્મો માં લીડ રોલ ની ભૂમિકા કરી છે. વર્ષ 1993 માં સન્ની દેઓલ અને શાહરૂખ ખાન ની “ડર” નામની ફિલ્મ આવી હતી, આ ફિલ્મમાં સન્ની અને શાહરુખ ની સાથે જુહી ચાવલા પણ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ થઇ હતી.

યસ ચોપરા ની આ ફિલ્મમાં સન્ની દેઓલ મુખ્ય પાત્ર માં હતા પરંતુ ફિલ્મમાં લાઈમ લાઇટ શાહરુખ ખાન લઇ ગયા. શાહરુખ ખાને આ ફિલ્મમાં સાઈકો વિલેનની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મમાં સન્ની કરતાં વધારે શાહરુખ ની ભૂમિકા સૌથી વધારે લોકપ્રિય થઈ અને મહત્વ ની વાત એ છે કે શાહરુખ ખાન ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં  નવા હતા જ્યારે સન્ની દેઓલ પહેલા થી જ એક મોટા સુપર સ્ટાર હતા. સૂત્રો ના જણાવ્યા અનુસાર સન્નીને આ જ વાત નું ખોટું લાગી ગયું. “ડર” ફિલમ માં શાહરુખ ખાન નું સૌથી બેસ્ટ અભિનય ગણવામાં આવે છે.

એવું માનવામાં આવે છે ફિલ્મ ના સુટિંગ દરમિયાન પણ શાહરુખ અને સન્ની વચ્ચે કોઈ ખાસ સંબંધો હતા નહિ. થોડા દિવસો પહેલા સન્ની દેઓલ રજત શર્મા ના શો “આપ કી અદાલત” પર આવ્યા હતા. ત્યારે એમને આ વાત નો ખુલાસો કર્યો કે તેને 16 વર્ષ સુધી શાહરૂખ ખાન સાથે વાત કરી નહોતી. સન્ની એ જણાવ્યુ કે સુટિંગ ના સમયે બધા એના થી ડરતા હતા. એમને કીધું કે જ્યારે ફિલ્મ સાઇન કરી ત્યારે કોઈ એ કીધું નો હતું કે શાહરુખ ખાન ની ભૂમિકા મનોરોગી (છોકરી નો પીછો કરવા વાળો ) ની છે. ફિલ્મમાં શાહરુખ ખાન ની ભૂમિકા બહુ જ લોકપ્રિય થઇ જે સન્નીને ગમ્યું નહિ.

જો કે પછી સન્નીએ કહ્યું કે ફિલ્મમાં લોકોએ શાહરૂખ ખાનની સાથે સાથે તેનું કામ પણ પસંદ કર્યું. જો કે મારી સમસ્યા માત્ર એટલી જ હતી કે એ ફિલ્મમાં વિલેનને વધુ ગ્લેમર અને ગ્લોરીફાઈ બતાવવામાં આવ્યો. હું એ જ ફિલ્મોમાં કામ કરું છું જેને હું દિલથી પસંદ કરું છું, અને મને ભરોસાથી કામ કરવાનું પસંદ છે. જો કે બાકીના સ્ટાર્સ આવું નહિ કરતા હોઈ કેમ કે તે ફેમસ થવા માટે કઈ પણ હદ સુધી જઇ શકે છે.

સન્ની એ ફિલ્મફેયર માં આપેલ ઈન્ટરવ્યુંમાં ખુલ્લીને વાત કરી કે મારી નારાજગી માત્ર ડાયરેક્ટર યશ ચોપડાથી છે. હું હવે પછી તેની સાથે ક્યારેય પણ કામ નહિ કરું. તે તેનું પ્રોમિસ નિભાવવામાં સફળ નથી, તેમજ તેને લઈને મારી પાસે કોઈ સારી યાદો પણ નથી. તેને મારો વિશ્વાસ તોડ્યો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!