એક વરરાજા સાથે બે દુલ્હન! બે છોકરીઓએ કર્યા એક જ છોકરા સાથે લગ્ન – આ કારણથી…

જાણો, શા માટે બે છોકરીઓએ એક જ છોકરાને પોતાનો પતિ માન્યો. આ વિષે જાણીને તમે પણ મોં માં આંગળા નાખી જશો. આ સમાચાર છે છત્તીસગઢ, દંતેવાડાના, કે જયા બે દુલ્હન એક વરરાજાને પરણી.

લગ્ન એ દરેક યુવક અને યુવતીનુ એક એવું સપનું છે જેમાં તે પોતાના જીવનસાથીને હંમેશ માટે તેના પોતાના જ બનાવી લે છે. પરંતુ આજ કાલ જે લગ્નો થાય છે તેના વિષે સાંભળીને ક્યારેક આશ્ચર્ય તો ક્યારેક તેની પ્રશંસા કરવાની પણ ઈચ્છા થઈ આવે છે. હા તો, તમે પણ ક્યારેક એવું સાંભળ્યું હશે કે એક પતિને ચાર પત્ની છે, તો આવું સાંભળીને આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે.

તમે ક્યારેક એવું પણ સાંભળ્યું હશે કે, કોઈ એક માણસને બે પત્નીઓ હોવાથી તે માણસે આત્મહત્યા કરી લીધી. જો કે, આવા તો સમાચાર સતત આવતા જ રહેતા હોય છે. આજે અમે આ પોસ્ટ માં એક એવા લગ્ન વિષે તમને જણાવીશું કે જે વાંચીને તમે સ્તબ્ધ થઈ જશો. ત્યાં સુધી કે, તમે પણ કહેશો કે બે છોકરીઓ આવું કરી જ કેમ શકે? કેમ કે, કોઈ પણ પત્ની નથી ઈચ્છતી કે તેનો પતિ કોઈ બીજી સ્ત્રીનો બને. તમારી જાણકારી માટે અમે દન્તેવાડા જિલ્લાની આ ખબર રજૂ કરીએ છીએ.

રાજ્ય – છત્તીસગઢ, જિલ્લો દંતેવાડાના બારસુર પ્રાંતના મુચનાર ગામના આ સમાચાર બધાયને આશ્ચર્યમાં ગરકાવ કરી દેશે. અહીંયા બે છોકરીઓએ એક જ છોકરાને પતિ તરીકે સ્વીકાર્યો. અને એક જ લગ્ન મંડપમાં લગ્ન પણ કર્યા. જ્યારે આ વાતની જાણ સમાચાર એજન્સીને થઈ ત્યારે એજન્સી વાળાઓને પણ નવાઈ લાગી અને તેઓએ આ વાતના મૂળ સુધી જવાનો વિચાર કર્યો. અને પછી ખબર પડી કે, મૂચનાર ગામમાં બીરબલ નામના એક છોકરા સાથે બે છોકરીઓએ લગ્ન કર્યા છે. આવો જાણીએ કે, એવું તો શું થયું કે જેના કારણે બીરબલે બે છોકરીઓ સાથે લગ્ન કરવા પડ્યા અને આ બન્ને છોકરીઓએ એક સાથે રહેવાનો નિર્ણય પણ લીધો!

વાત એમ છે કે,બીરબલ સુમની નામની એક છોકરી સાથે લગ્ન કર્યા વિના સાથે રહેતો હતો…
તમને જણાવી દઈએ કે, સુમની અને બીરબલ એક બીજાને પસંદ કરતા હતા અને લગ્ન કર્યા વિના સાથે જ રહેતા હતા. બન્ને વચ્ચે પતિ પત્ની જેવો જ સંબંધ હતો. પરંતુ એક દિવસ બીરબલ અને સૂમની વચ્ચે ઝઘડો થયો અને સુમની પોતાના પિયર ચાલી ગઈ. બિરબલનાં ઘણી જ સમજાવટ છતાં પણ સુમની પરત ન ફરી ત્યારે બીરબલે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યુ.

તેની નજીકમાં જ રહેતી પ્રતિભા નામની એક છોકરી સાથે સગાઈની વાત ચાલી અને લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ, લગ્નના દિવસે જ આ વાતની જાણ સુમનીને કોઈ પાસેથી થઈ અને એ જ સમયે સુમની પણ લગ્ન મંડપમાં પહોંચી ગઈ. અને લગ્ન રોકવા માટેના પ્રયત્નો કરવા લાગી. સુમનીની જીદને કારણે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો. ત્યારે પોલીસે તથા સમાજના માણસોએ પણ લગ્ન વાંચ્છુકોને સમજાવવાની કોશિશ કરી.

છેવટે સમાજના લોકોએ જ આ લગ્ન કરાવી આપ્યા..


સમાજના લોકો જ્યારે આ વાતની વચ્ચે આવ્યા ત્યારે તેમણે બન્ને છોકરીઓને સમજાવી ત્યારે તે બન્ને એ એવો જ નિર્ણય લીધો કે તેઓ બીરબલ સાથે જ લગ્ન કરશે. ત્યાર બાદ બન્ને છોકરીઓનું લગ્ન બીરબલ સાથે થયું અને એક જ મંડપમાં બેય છોકરીઓએ ફેરા પણ લીધા. સૂત્રો તો એવા પણ મળે છે કે, આ લગ્નના સમયે બન્ને છોકરીઓના પરિવારજનો પણ ત્યાં હાજર હતા.તથા તેઓ પોતાની છોકરીઓના બીરબલ સાથેના લગ્નથી ખુશ પણ હતા.

જો કે, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ બન્ને છોકરીઓએ એક જ છોકરા સાથે લગ્ન કરવાની જીદ કેમ કરી? તો તેનો જવાબ એ છે કે, બીરબલનો પહેલો પ્રેમ સુમની હતી. જ્યારે બીજી છોકરી પ્રતિભા સાથે બીરબલની સગાઈ થઈ તો તેણે પણ બીરબલને પોતાનો જીવનસાથી માની લીધો હતો. અને તે પણ કોઈ પણ સંજોગોમાં બીરબલ સાથે જ લગ્ન કરવા માંગતી હતી.

આવી રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!