સુષ્માની સ્વરાજ સાથે આ રીતે થયેલી પહેલી મુલાકાત – પતિના નામને જ અટક બનાવી અને રોશન કર્યું પતિનું નામ

આ વર્ષે એટલે કે 2019માં જ ભારતીય જનતા પાર્ટીની સિનિયર લીડર સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. એમનું મૃત્યુ દિલ્હીનાં એઈમ્સ હોસ્પિટલમાં થયું હતું. તમને જણાવી દઈએ કે, કિડનીની બીમારીને કારણે એમનું મૃત્યુ થયું હતું. સુષ્મા સ્વરાજ દિલ્હીનાં પહેલા મહિલા મુખ્યમંત્રી હતા. સુષ્મા સ્વરાજ જેવા શક્તિશાળી વ્યક્તિત્વ જવાથી આખા દેશ ઉપરાંત રાજનૈતિકથી લઈને ફિલ્મ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે બધે જ સન્નાટો છવાઈ ગયો હતો.

એમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે બધા મોટા-મોટા રાજનેતા એમના ખબરઅંતર પૂછવા આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી પણ એમના પાર્થિવ દેહને જોઈને રડી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે, વિદેશમંત્રી તરીકે સુષ્મા સ્વરાજે ઘણા સરાહનીય કાર્ય કર્યા છે. એમના ઉમદા કાર્યનાં વખાણ સામાન્ય જનતાથી લઈને રાજનેતા પણ કરતા હતાં. એમના અંતિમ સંસ્કારમાં માનવ મહેરામણ તૂટી પડ્યું હતું.

ઘરમાંથી મળી હતી RSS ની શિક્ષા :


સુષ્મા સ્વરાજનું નામ આવતા જ આપણા મનમાં એક શક્તિશાળી અને સશક્ત મહિલાની છબી આવે છે. સુષ્મા સ્વરાજ જ્યારે ભાષણ આપતા ત્યારે લોકો કલાકો સુધી એમને સાંભળતા. એમને ભારતીય રાજનીતિની એક કુશળ રાજનેતા માનવામાં આવે છે. હરિયાણાનાં અંબાલા કેન્ટમાં 14 ફેબ્રુઆરી 1952નાં રોજ સુષ્મા સ્વરાજનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ હરદેવ શર્મા અને માતાનું નામ લક્ષ્મી દેવી હતું.

સુષ્મા સ્વરાજનાં માતા-પિતા મૂળ રૂપે પાકિસ્તાનનાં લાહોર સ્થિત ધરમપુરાનાં રહેવાસી હતાં. સુષ્માનાં પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મોટા કાર્યકર્તા હતા. એટલે એમને ઘરમાં નાનપણથી જ સંઘનું શિક્ષણ મળવા લાગ્યું હતું. સુષ્માજીએ અંબાલાની સનાતન ધર્મ કોલેજથી સંસ્કૃત અને રાજનીતિમાં પોતાની ડીગ્રી મેળવી. ત્યારબાદ એમણે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી વકીલની ડીગ્રી મેળવી. સુષ્માજીનું બોલવાનું હુન્નર બધાને પ્રભાવિત કરતું હતું. એવામાં એમણે હરિયાણાનાં લેન્ગવેજ ડિપાર્ટમેન્ટની સ્પર્ધામાં સળંગ 3 વર્ષ સુધી સર્વશ્રેષ્ઠ હિન્દી વક્તાનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

કોલેજમાં થઈ હતી પતિ સાથે પહેલી મુલાકાત :


મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચંદીગઢની કોલેજમાં વકીલના અભ્યાસ દરમિયાન એમની મુલાકાત સ્વરાજ કૌશલ સાથે થઈ હતી. બંનેની પ્રેમ કહાની કોલેજ કાળથી શરૂ થઈ ગઈ હતી. વર્ષ 1973માં સુષ્માએ સુપ્રીમ કોર્ટમાં પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. એ દરમીયાન તેઓ પોતાના પતિ સ્વરાજ કૌશલ સાથે જ્યોર્જ ફર્નાન્ડિઝ બરોડા ડાઈનામાઈટ કેસ (1975-77) માં લીગલ ડિફેન્સ ટીમનો ભાગ હતા. 13 જુલાઈ 1973માં ઈમરજન્સી દરમિયાન સુષ્માએ સ્વરાજ કૌશલ સાથે લગ્ન કર્યા. એ સમયે સ્વરાજ કૌશલ સુપ્રીમ કોર્ટમાં સિનિયર વકીલ તરીકે કામ કરતા હતા. સુષ્મા સ્વરાજે એવા સમયે પ્રેમ વિવાહ કર્યા કે જ્યારે હરિયાણામાં પ્રેમ વિવાહ કરવા તો દૂરની વાત હતી, એ વિશે વિચારવું પણ ખૂબ મોટી વાત ગણાતી. જણાવી દઈએ કે, સુષ્મા સ્વરાજની એક દિકરી પણ છે જેનું નામ બાંસુરી સ્વરાજ છે.

1977માં સુષ્મા સ્વરાજે જનતા પક્ષની ટિકિટ પરથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી અને 25 વર્ષની ઉંમરે હરિયાણાનાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બનવાનું બહુમાન મેળવ્યું. એ વખતે તેમને શ્રમ અને રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. બીજી ટર્મમાં તેમણે શિક્ષણ અને અન્ન તથા નાગરિક પુરવઠા મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. 1984માં સુષમા ભાજપમાં સામેલ થયાં અને પક્ષ સચિવ બન્યાં. પક્ષમાં તેમની કામગીરીની કદર કરવામાં આવી અને ટૂંક સમયમાં જ તેમને પક્ષનાં મહાસચિવ બનાવાયા.

વર્ષ 2018માં સુષ્મા સ્વરાજને કિડનીની બિમારી થઈ. 10 ડિસેમ્બરે દિલ્હીની એમ્સમાં સુષ્માજીની સ્વરાજની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ 6 ઓગષ્ટ 2019ના રોજ તેમનું મૃત્યુ થયુ.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ પ્રેરણાદાયી આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!