બાપુ સાથે જોડાયેલ આ પ્રશ્નોના જવાબ આપીને સુષ્મિતા સેને ઐશ્વર્યાને પાછળ છોડીને મિસ ઈન્ડિયાનો બિરુદ મેળવેલો

સુષ્મિતા સેન એક જાણીતી બોલીવુડ અભિનેત્રી છે, જેણે માત્ર ૧૮ વર્ષની ઉંમરે ‘ મિસ વર્લ્ડ’ નો ખિતાબ જીત્યો હતો. મિસ યુનિવર્સ તરીકે ઓળખાતો આ તાજ જીતીને સુષ્મિતાએ બોલીવુડમાં એન્ટ્રી મારી હતી. તે બીવી નંબર.૧, મૈં હું ના, મૈને પ્યાર ક્યો કિયા, સિર્ફ તુમ, વાસ્તુશાસ્ત્ર, ક્યોંકિ મૈં જૂઠ નહિ બોલતા વગેરે ફિલ્મ માં નજરે ચઢી હતી. છતાં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો વિતાવ્યા પછી પણ સુસ્મિતાને જે મુકામ પ્રાપ્ત થવો જોઈએ તે નથી થયો.

ફિલ્મ ‘ ચિંગારી’ માં સુષ્મિતાએ એક વેશ્યાની ભૂમિકા ભજવી હતી. જેમાં તેણે કમાલનો અભિનય કર્યો હતો જેના માટે તેને ઘણા એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયા હતા. વર્તમાન સમયની વાત કરીએ તો સુષ્મિતા સેન બોલિવૂડથી દૂર છે, પણ સોશ્યલ મીડિયા દ્વારા તે પોતાના ફેન્સના ટચમાં રહે છે. આજકાલ સુષ્મિતા પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. તેનું અફેર હાલમાં રોહમન શોની સાથે છે, અને મીડિયાના રીપોર્ટસ મુજબ તે બન્ને જલદી લગ્ન પણ કરી શકે છે.

૪૪ વર્ષની છે, સુષ્મિતા સેન :


આજ એટલેકે,૧૯ નવેમ્બરે સુષ્મિતા સેનનો જન્મ દિવસ છે. આજે સુસ્મિતા પોતાનો ૪૪મો જન્મ દિવસ મનાવશે. પાછલા થોડા વર્ષોથી સુષ્મિતા સેન ફિલ્મોથી દૂર છે. આ સમય તે પોતાના પરિવાર સાથે અને મિત્રો સાથે પસાર કરી રહી છે.આજે, સુસ્મિતા સેનના જન્મ દિવસે અમે તેના જીવનના મહત્વપૂર્ણ દિવસનો એક કિસ્સો રજૂ કરવા જઇ રહ્યા છીએ. આ એ દિવસોનો કિસ્સો જ્યારે સુસ્મિતા ૧૯૯૪ માં મિસ ઇન્ડિયા બની હતી. તમને જણાવી દઈએ કે, મિસ ઈન્ડિયાની આ સ્પર્ધામાં સુસ્મિતા સેન અને ઐશ્વર્યા રાય બન્નેએ ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતાનુ આયોજન ગોવામાં યોજાયું હતું. એ સમયે બધાયે સુસ્મિતા સેન અને ઐશ્વર્યા રાય પર શરત લગાવી હતી કેમ કે, બન્ને મજબૂત દાવેદાર હતી.


તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય આ સ્પર્ધા જીતતા જીતતા રહી ગઈ હતી અને તેના હાથમાંથી મિસ ઇન્ડિયાનો તાજ સુસ્મિતા સેને આચકી લીધો હતો. છેલ્લા રાઉન્ડ સુધી પહોંચતા પહોંચતા તો બન્ને વચ્ચે ટાઈ થઈ હતી. નિર્ણાયકો દ્વારા બન્નેને ૯.૩૩ પોઈન્ટ મળ્યા હતા. ત્યાર બાદ આ ટાઈને તોડવા માટે એવું નક્કી કરાયું હતું કે બન્નેને એક એક સવાલ પૂછવામાં આવશે અને જે આ સવાલનો સટિક અને સારો જવાબ આપશે તેને આ સ્પર્ધામાં વિજેતા જાહેર કરવામાં આવશે.

સૌપ્રથમ નિર્ણાયકોએ ઐશ્વર્યા રાયને પૂછયું કે, “તમે તમારા પતિમાં કેવી ગુણવત્તા જોવા માંગો છો? રીજ ફોરેસ્ટરની જેવો બોલ્ડ અને બ્યુટીફુલ કે મૈસન કૈપવેલ જેવો?” તમને જણાવી દઈએ કે, આ બન્ને હોલીવુડ સિરીઝના પાત્રોના નામ છે. આ પ્રશ્નો પર ઐશ્વર્યા રાયે જવાબ આપ્યો હતો, “મૈસન. અમારા બન્નેમાં ઘણી સામ્યતા છે. મૈસન દરેકની કાળજી રાખે છે અને તેની સેન્સ ઓફ હ્યુમર પણ સારી છે, જે મારા પાત્ર સાથે મેળ ખાય છે.”

ત્યાં, સુષ્મિતાને પને નિર્ણાયકો એ પૂછ્યું, ” તમને આપણા દેશના ટેકસટાઇલ હેરિટેજ વિષે શુ જાણકારી છે?જે ક્યારથી શરૂ થયો અને તમે શું પહેરવાનું પસંદ કરશો?”આ વિષે સુસ્મિતા સેને કહ્યું હતું કે, “ટેક્સટાઈલ હેરિટેજ મહાત્મા ગાંધીના સમયથી શરૂ થયો હતો.. જેને ઘણો લાંબો સમય પસાર થઈ ગયો છે.” બીજા પ્રશ્નનો જવાબ આપતા સુસ્મિતાએ કહ્યું હતું કે,”મને ભારતીય અને એથનિક પોશાક પહેરવો ખુબ પસંદ છે. હું મારા વોર્ડ રોબમાં ભારતીય પોશાક રાખવાનું પસંદ કરીશ.” બસ સુસ્મિતાએ પોતાના આવા સટિક જવાબોથી ઉપસ્થિત નિર્ણાયકોનું દિલ જીતી લીધું અને મિસ ઈન્ડિયાનો તાજ પોતાના નામે કરી લીધો.

વર્ષ,૧૯૯૪ મિસ ઈન્ડિયા બન્યા પછી સુસ્મિતા મિસ વર્લ્ડની સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી હતી, જયા તેણે ભારત તરફથી આ તાજ તેના નામે કર્યો હતો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!