આ હસીનાઓને દુનિયા સાથે કઈ લેવા દેવા જ નથી – તલાક બાદ પણ જીવે છે મસ્ત જિંદગી

બોલીવુડ સિતારાઓની જિંદગી ઘણી મુશ્કેલ ભરી હોય છે. તેના જીવનમાં ક્યારે શું થઇ જાય કાઈ કહી શકાતું નથી. અહી અમુક સ્ટાર્સ અચાનક લગ્નનો નિર્ણય લે છે તો અમુક અચાનક જ તલાક પણ લઇ લેતા હોય છે. અહી કઈ પણ નિશ્ચિત હોતું નથી. અવારનવાર સંબંધો બગડતા રહે છે અને બનતા રહે છે. અહી ઘણા તેની દીકરીની ઉંમરની એક્ટ્રેસ સાથે લગ્ન કરી લે છે તો અમુક તેનાથી 10 વર્ષ નાના છોકરાને તેનો સાથીદાર બનાવે છે.

બોલીવુડ પ્રખ્યાત જ આ બધા કારણો થી છે. જોવામાં આવે તો બોલીવુડમાં તલાક લેવા વાળા લોકોની સંખ્યા ઘણી વધારે છે જ્યારે અમુક સ્ટાર્સ લગ્ન બાદ જીવનભર સાથ નિભાવી જાય છે. તલાક પછી સામાન્ય લોકોના જીવનમાં તો ઉથલ પાથલ થઈ જાય છે પરંતુ આજે આપણે વાત કરવાના છીએ એવી હસીનાઓ વિશે જે તલાક પછી પણ એક મસ્ત અને ખુશહાલ જીવન જીવે છે, કહી શકાય કે તેને તલાકની કોઈ એસર જ નથી.

મલાઈકા અરોડા :

એક સમય એવો હતો જ્યારે મલાઈકા અરોડા અને અરબાજ ખાનની જોડી પહેલા નંબરે આવતી હતી. લોકો તેની જોડીને ઉદાહરણ તરીકે લેતા, પરંતુ અચાનક જ તેના તલાકની ખબરો સામે આવતા લોકો હેરાન થઇ ગયા. 19 વર્ષ સાથે રહ્યા પછી બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. જણાવી દઈએ કે  બંનેનો એક 19 વર્ષનો દીકરો પણ છે  જેનું નામ અરહાન છે. હાલમાં મલાઈકા અર્જુન કપૂર સાથે રીલેશનશીપમાં હોવાની ચર્ચાઓ છે.

કરિશ્મા કપૂર :

કરિશ્મા કપૂર તેના પતિ સંજય કપૂર સાથે વર્ષ 2016 માં તલાક લઇ ચુકી છે. જણાવી દઈએ કે કરિશ્મા કપૂરે વર્ષ 2003માં દિલ્લીના બિઝનેશમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ વધુ સમય ટક્યો નહિ અને આખરે વર્ષ 2016માં બંને અલગ થયા. હાલમાં ખબરો સામે આવે છે કે કરિશ્મા ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. જાણવા મળેલ માહિતી મુજબ કરિશ્મા હાલમાં સંદીપ તોષનીવાલ ને ડેટ કરી રહી છે અને ટૂંક સમયમાં તેની સાથે લગ્ન પણ કરી શકે છે.

સુજૈન ખાન :

હ્રિતિક રોશન અને સુજૈન ખાનનાં તલાકના સમાચાર સાંભળીને હરકોઈ હેરાન થઇ ગયા હતા. વર્ષ 2000 માં બંનેએ લગ્ન કાર્ય હતા અને વર્ષ 2014 માં તલાક થયા, 14 વર્ષ સાથે રહ્યા પછી તલાકના સમાચાર સામે આવ્યા પરંતુ તલાક લેવાનું સાચું કારણ આજ સુધી સામે આવ્યું નથી. સુજૈનના તલાકને ૫ વર્ષ વીતી ગયા છે પરંતુ આજે તે ખુબ જ ખુશ છે અને એક ખુશહાલ જીવન જીવી રહી છે.

પૂજા ભટ્ટ :

પૂજા ભટ્ટ ડાયરેક્ટર મહેશ ભટ્ટ ની દીકરી અને આલિયા ભટ્ટની મોટી બહેન છે. એક્ટિંગની દુનિયામાં નામ બનાવનાર પૂજાએ તેની રિયલ લાઈફમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે. વર્ષ 2003માં પૂજાના લગ્ન મનીષ માખીજા સાથે થયા હતા. પરંતુ લગભગ લગ્નના  11 વર્ષ પછી બંનેએ તલાક લીધા આજે પૂજા સિંગલ છે અને  તેની લાઈફ તેની મરજી થી જીવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!