ટોલબુથ પર મળતી રસીદ ફક્ત પૈસા ભર્યાની પહોંચ નથી – જાણો આ રસીદ દ્વારા આટલી સર્વિસ મફત મળે છે

જયારે પણ તમે પોતાનું પ્રાઈવેટ વાહન લઈને બહાર જતા હોય એટલે મેઇન હાઈવે પર ટોલ ગેટ આવતા હોય છે અને અહી તમે ટોલ ટેક્ષ તરીકે અમુક રકમ પણ ભરતા હસો. મોટા ભાગના લોકો આ રસીદ ત્યાંથી નીકળીને ફેંકી દેતા હોય છે અથવા ફાડી નાખતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે તે રસીદ માત્ર ગેટ પાર કરવા માટે જ નથી હોતી તેનાથી અન્ય ફાયદાઓ પણ થાય છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ રસ્તાઓ પરની મુસાફરી દરમીયાન તમને જે રસીદ આપવામાં આવે છે તેનો ઉપયોગ માત્ર ટોલ ગેટ પાર કરવાનો જ નથી? તો પછી તે બીજું શું છે?  ચાલો આજે જોઈએ કે ટોલ ગેટ પર ટેક્ષ ભરતી વખતે મળતી રસીદનાં અન્ય શું શું ફાયદાઓ છે.

તબીબી ઈમરજન્સી વખતે તમે રસીદની પાછળ આપેલ નંબર ફોન કરીને એમ્બ્યુલન્સને બોલાવી શકો છો, તેનો મહત્વનો ફાયદો એ છે કે તે એમ્બ્યુલન્સ માત્ર 10 જ મિનીટમાં આવી જશે.

જો તમારે વાહનઆ કોઈ વાંધાને લઈને સહાય જોતી હોય એટલે કે જો વાહનમાં પંચર પડ્યું હોય તો ત્યાં આપેલા બીજા નંબર પર કોલ  કરવાથી પણ તમને થોડા જ સમયમાં સહાય મળી રહેશે.

જો તમારા વાહનમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસ ખતમ થઇ ગયો હોય તો પણ તમારે કોઈ જ  ચિંતા કરવાની જરૂર નથી આવા સમયે તમને 5 થી 10 લીટર પેટ્રોલ અથવા ડીઝલ આપવામાં આવશે. જો કે તેના પૈસા ભરીને તમે વધુ પણ મેળવી શકો છો.

જણાવી દઈએ કે તમે ટોલ નાકા પર જે ટેક્ષ ભરો છો તેમાં આ બધી જ સેવાઓનો સમાવેશ થાય છે, ઘણા લોકો આ વાતથી અજાણ હોય છે. અને જ્યારે પણ આ પ્રકારની મુશ્કેલીઓ આવે ત્યારે ખોટી રીતે હેરાન થતા હોય છે. મિત્રો કૃપા કરીને આ મેસેજ દરેક લોકો સુધી શેર કરુર કરો જેથી અન્ય લોકો પણ આ વાત જાણી શકે અને આવા સમયે સહાય મેળવી શકે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!