મોટાપો ઓછો કરવા માટે તજ તથા આદુની ચા નો આ ઘરેલું ઉપચાર, પૂરી વિગત વાંચજો જરૂર

આજના સતત ઝડપી તથા ભાગદોડ વાળા જીવનમાં લોકો પોતાના ખોરાક બાજુ ધ્યાન આપતા જ નથી. તે ઉરાંત જીભના ચટાકા માટે જલ્દી જંક ફૂડ વધુ ખાવાનું પસંદ કરે છે. પૌષ્ટિક આહાર ઓછો ખાવા તથા બહારનું વધારે ખાવાને લીધે લોકોમાં મોટાપાની તકલીફ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મોટાપો દુર કરવાં લોકો બજારમાં મળતી બહું બધી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પણ તેનાથી એમને કોઈ ખાસ ફેરફાર નથી થતો અને પૈસાનો દુરુપયોગ થાય એ તો અલગ. પણ એના માટે સરળ અને શુદ્ધ દેશી ઉપાય કરવામાં આવે તો એ તમને આ તકલીફ માંથી છુટકારો મળી શકે છે.

જો તમે પણ શરીરના વધતા વજનથી પીડાઓ છો, તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ખાસ ઉપચાર. આ ઉપાયમાં બે ખુબ જ ફાયદાકારક તત્વ તજ તથા આદુનો પ્રયોગ કરવામાં આવે છે અને તેમાંથી ચા બનાવવામાં આવે છે, જે મોટાપો ઓછો કરવા માટે ઉપયોગી છે. સાંભળવામાં સામાન્ય લાગતી આ ચા હકીકતમાં એટલી ફાયદાકારક છે, કે જો તમે તેનું દરરોજ રીતે સેવન કરો છો, તો તે વજન ઓછું કરવામાં હેલ્પ કરે છે, અને ફકત આટલું જ નહિ પણ તે શરીરના મેટાબોલીઝમને પણ સુધારે છે. આવો આ આર્ટિકલમાં જાણીએ કે શું છે તે બનાવવાની રીત અને શું છે તેના સેવન કરવાની સાચી રીત.

આ ચા બનાવવા માટે ૫ ગ્રામ તજ તથા ૫ ગ્રામ આદુના ટુકડા એકસાથે લઈને તેને એક સાથે ઘસી લો. ત્યારપછી એને ૨૦૦ ગ્રામ પાણીમાં ભેગું કરીને ઉકળવા માટે છોડી દો. હવે જયારે ઉકળતા ઉકળતા આ પાણી અડધું એટલે કે ૧૦૦ ગ્રામ બાકી રહે તો તેને ગાળી લો તથા પીવાય એટલું ઠંડુ થવા દો. અને ઠંડુ થઈ જાય એટલે એને પી લો. તમે ઈચ્છો તો સ્વાદ માટે તેમાં લીંબુ પણ બહારથી ઉમેરી શકો છો.

જે લોકોને પણ મોટાપાની તકલીફ છે એમણે આ ચા ને રોજ દિવસમાં બે વાર જરૂર પીવી જોઈએ. એનો સમય પણ તમને કહી દઈએ. તમારે એને એક વખત તો સવારે ખાલી પેટ તથા બીજી વખત સાંજે સૂર્ય આથમતી વખતે પીવાની છે. તેનું સેવન કર્યા બાદ જો ૧૫-૨૦ મિનીટ સુધી કાઈપણ કાર્ય કરવામાં આવે તો તે સોનામાં સુગંધ વાળી વાત બની જાય છે.

તમને જાણ ખાતર કહી દઈએ કે આ ચા નું દરરોજ દિવસમાં બે વાર સેવન કરવાથી, આ ચા એક મહિનામાં ૩-૫ કિલો સુધી વજન ઘટાડી શકાય છે. આ ચા પાચનતંત્રને પણ ઘણું સુધારે છે. અને એનું હમેશા સેવન કરનારની શરીરની કુદરતી ક્રિયાઓને દુરસ્ત કરે છે. તજ જે શરીરના શુક્ષ્મ છિદ્રો ખોલે છે અને શરીરમાં જામેલ વધારાની ચરબીને ઓગાળવાનું કામ પણ કરે છે. આ ચા માં રહેલ આદુ શરીરમાં પરસેવો પેદા કરીને તેના દ્વારા ઓગળેલી ચરબીને શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય કરે છે.

જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો આને લાઇક તથા શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અમને કૉમેન્ટમાં જરૂર જણાવજો

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!