OMG : આ એક ઝાડ માટે 24 કલાક જવાનો સુરક્ષા માટે રહે છે તૈનાત? એવુ તે શું છે ઝાડમાં – વાંચો…

આપણે આપણા જીવનમાં ક્યાંય ને ક્યાંક એવી રીતે જોયા હશે કે રાજકીય નેતા હોય કે સેલિબ્રિટી હોય તેને જ સિક્યોરિટી રાખવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે ક્યારે કોઈ ઝાડને સુરક્ષિત રાખવા માટે 24 કલાક સિક્યોરિટી હાજર હોય છે.

આજે અમે તમને એક એવા ઝાડ શિષ્ય વિશે જાણવા જઈ રહ્યા છીએ જે ઝાડને 24 કલાક સુરક્ષા જવાનો રાખવામાં આવે છે. તમને મનમાં થતું હશે કે એવું તે શું હશે આ ઝાડમાં કે તેની સુરક્ષા માટે 24 કલાક જવાનો ઊભા રાખવામાં આવે છે.

આ ઝાડ ફક્ત એક પીપળાનું ઝાડ જ છે. પરંતુ આ ઝાડનું મહત્વ બાકીના ઝાડ કરતા વધારે છે. હકીકતમાં આ પીપળાનું ઝાડ બુદ્ધ ઝાડ તરીકે ઓળખવામાં છે. આ ઝાડ મધ્યપ્રદેશમાં રાયસેન જિલ્લાના સાંચુ સ્તૂપ પાસે વાવવામાં આવ્યું છે. આ ઝાડને 21 સપ્ટેમ્બર 2012ના દિવસે શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહેન્દ્ર રાજપક્ષે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને વિશેષ રૂપથી ભેટ તરીકે આપવામાં આવ્યું હતું. આ ઝાડની નીચે મહાત્મા બુદ્ધે જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. આ ઝાડ બુદ્ધ વૃક્ષનો જ ભાગ છે.

આ વાત જાણીને તમને નવાઈ લાગશે કે, આ વૃક્ષ એક પહાડ પર સ્થિત છે. તો બીજી મહત્વની વાત એ છે કે આ વૃક્ષની સુરક્ષા માટે દરરોજ 2 થી 3 જવાનો રાખવામાં આવી છે, સાથે આ ઝાડની નજીક ઝાડી લગાવેલી છે. જેથી આ ઝાડને કોઈ પણ હાજરીમાં કોઈ પણ નુકશાનથી બચાવ કરી શકાય. દૂરથી જો કોઈ માણસ જુએ તો આ નોર્મલ વૃક્ષ જ લાગે છે પરંતુ વૃક્ષની નજીક સુરક્ષા જવાનોને તૈનાત જોઈને લોકો વિચારવા મંત્ર મુગ્ધ થઇ જાય છે.

આ ઝાડની મહત્વની વાત એ છે કે, આ વૃક્ષ જાળવવા માટે હમણાં સુધીમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા હાલ સુધીમાં 70 લાખનો ખર્ચો કરી ચાર જવાનોને સુરક્ષા માટે રાખ્યા હોય છે. આ બોદ્ધિ વૃક્ષમાં પાણી નાખવા દરરોજ ફાયરબ્રિગેડની ગાડી આવૅ છે. એક ડાળીથી વાવેલું આ વૃક્ષ આજે 15 ફૂટનું થઇ ગયું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!