આ જ કારણે લગભગ બધાને (ખાસ કરીને બહેનોને) ગાડીમાં બેસતાની સાથે જ વોમિટ થતી હોય છે

આ વિશ્વ પર દરેક વ્યક્તિને બહાર ફરવા જવું ગમે છે. આપણે થોડોક સમય નીકાળીને ફરવા જઈએ પણ છીએ. ફરવા થી આપણી જગ્યા પણ ચેન્જ થાય છે સાથે સાથે લોકો પણ બદલાય છે. તોર-રીતો બદલાય છે. ખાણીપીણી બદલાય છે. ટુંકમાં કહીએ તો મુસાફરી મજેદાર બની જાય છે, પણ ઘણી વખત સફર માં આપણે બહુ બધું સહન પણ કરવું પડી જાય છે. ગાડી માં થોડાક લોકો ને પેટ ની તકલીફ લાગે છે. મોં માં ઉબકા આવવા લાગે છે. અને તેમને ઉલટી પણ આવી જાય છે.

શાસ્ત્રો માં તેને ‘મોશન સિકનેસ’ તરીકે ઓળખવામાં આવે છે. ‘મોશન’ એટલે ટુંકમાં હલચલ. ‘સિકનેસ’ એટલે બીમારી. તો મોશન સિકનેસ થઇ- હલચલ થી થવા વાળી એક ગંભીર બીમારી. સામાન્ય રીતે આપણે ગાડી, જહાજ અને હવાઈ-જહાજ માં મોશન સિકનેસની અસર થાય છે.

આ બધી તકલીફ થાય છે તાલમેલ માં કમી ના કારણે. કોના વચ્ચે નો તાલમેલ? આંખ અને કાન ના વચ્ચે તાલમેલ?

આ બધું શરુ થાય છે, જ્યારે ગાડી સ્ટાર્ટ થાય છે. આવું એટલા માટે થાય છે જ્યારે ગાડી તો સ્ટાર્ટ હોય છે પણ આપણે પાછળ ટકી રહી એ છીએ. આપણી આંખો ને ગાડી ના અંદર નો ભાગ દેખાય છે. આંખો ને દેખાય છે કે સીટ, પાસે વાળો માણસ બધું પોતાની જગ્યા પર ટકી રહે છે. એટલે બહાર ના દેખો તો આંખો ને દેખાય છે કે કંઈ પણ મુવ નથી થઇ રહ્યું. જયારે આપણા કાન હલચલ સાંભળી લે છે. અને આંખ અને કાન ની અલગ અલગ વાતો સાંભળીને મગજ એકદમ ખરાબ થવા લાગે છે અને ગડબડ થાય છે.

આંખ તથા કાન બે સિપાહી છે. તેમનું એક જ કાર્ય છે ‘કમાંડ હેડકવાર્ટર’ સુધી માહિતી પહોંચાડવાનું. કમાંડ હેડકવાર્ટર છે પોતાનું એક મગજ. સિપાહી કમાંડ હેડકવાર્ટર સુધી સુચના મોકલે છે. અને હેડકવાર્ટર નિર્ણય લે છે. નિર્ણય આદેશ હોય છે. અને બધા સિપાહી આદેશ નું પણ પાલન કરે છે.

મુસાફરી દરમિયાન આંખ અને કાન મગજ સુધી સિગ્નલ મોકલે છે. બન્ને જુદાં જુદાં સિગ્નલ આપે છે.

આંખો જણાવે છે – હલચલ નથી અથવા ઓછી હલચલ છે

કાન કહે છે – હલચલ છે ફાઇનલ હલચલ જ છે.

આ બંને વચ્ચેની ધમાલ જોઈને મગજ કહે છે – દયા! કુછ તો ગરબડ હે. મગજ માં નિર્ણય થાય છે અને પેટ ને એક ફરમાન નીકળે છે- ‘નીકાળો, નીકાળો. જે છે તે બધું નીકાળી દો. ઇટ્સ એન ઈમરજન્સી’ પેટ આદેશ નું પાલન પણ કરે છે.

આ ઉલટી-કાંડ ને વાંચીને તમારા કમાંડ હેડકવાર્ટર માં બે પ્રશ્નો ઉભા થવા જોઈએ.

પ્રથમ પ્રશ્ન – કાન ને હલચલનો ખ્યાલ કેવી રીતે આવે છે?

આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે આપણે બાયોલોજી ના બુકમાં કાન નો ડાયાગ્રામ જોવો પડશે. કાન ના અંદર વાળા ભાગ નો એક ભાગ હોય છે- ‘વેસ્ટીવ્યુલર સીસ્ટમ’. વેસ્ટીવ્યુલર’ સીસ્ટમ માં એક જગ્યા લીક્વીડ ભરેલ હોય છે અને કેટલોક વાળ હોય છે. જયારે હલનચલન થાય છે તો આ લીક્વીડ છલકે છે અને વાળ પણ હલે છે. અને અહીં થી મગજ ને કાન ના દ્વારા હલચલનો ખ્યાલ આવે છે.

દ્વિતીય પ્રશ્ન –  જુદાં જુદાં સિગ્નલ મળવા પર મગજ ઉલટી કરવાનું કેમ ચાલુ કરે છે?

તેનો સાચો જવાબ નથી ખબર. એક કારણ મનુષ્ય નું ઈવોલ્યુશન થઇ શકે છે. આપણી નસ્લ નો વધારે કરીને સમય જંગલ માં વીત્યો. ત્યારે એવી બંધ કેબીન વાળી ગાડીઓ નહોતી. પરંતુ ‘ન્યુરોટોક્સીન’ થતા હતા.

તમારી આંખો ને પણ એવું લાગવું જોઈએ કે હલનચલન થઇ રહ્યું છે. જો તમને મોશન સિકનેસ થાય છે તો પાછળ દબાઈને બેસવું જોઈએ નહિ. બને એટલું આગળ બેસો. અને મોબાઈલ-પુસ્તક વગેરે માં માથું ના ઘુસાડ્યા કરો. બારી થી બહાર જોતા રહો.

સારું થશે તમે હોરાઇઝન એટલે ક્ષિતિજ ની તરફ જોયા કરો. ક્ષિતિજ એટલે તે જગ્યા જ્યાં આકાશ તથા ધરતી ભેગી થાય છે. ત્યાં દેખવાથી તમારી આંખો ને સાફ સાફ હલનચલન દેખાશે જેથી તમને ઉલ્ટી થશે નહિ.

ગાડી ના ડ્રાઈવર ની આંખો ચોકન્ની થઈને બધી હલનચલન જોઈ શકે છે. તેથી આ થીયરી થી જણાવવામાં આવી શકે છે કે ડ્રાઈવર ને ઉલટી કેમ આવતી નથી, તેમ ગાડી ચલાવી ચલાવીને તેમની ટેવ પણ થઇ ચુકી હોય છે. થઇ શકે છે તેથી તેમનું મગજ તેના માટે હમેશા તૈયાર રહે છે અને તેમને ઉલટી આવતી નથી.

પરંતુ કેટલાક માણસો બારી થી મોં નીકાળીને પણ જોયા કરે છે, ત્યારે પણ ઉલટી થઇ જાય છે. તેમને તો આંખ-નાક-કાન બધું એક જ સિગ્નલ મોકલી રહ્યું હોય છે. પછી ક્યાં જાય છે આ કોન્ફિલક્ટિંગ સિગ્નલ વાડી થીયરી.

તેથી આ થીયરી ની સાથે નથી કહેવામાં આવી શકતું કે મોશન સિકનેસ નું એકલુ કારણ આ છે. આ બસ એક થીયરી છે. સૌથી વધારે પોપુલર થીયરી. તેને પરમસત્ય નથી માનવામાં આવી શકતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!