પાણી બેઠા બેઠા પીવું જોઈએ, ઊભા રહીને પાણી પીવાથી શરીરને થાય છે આ નુકસાન, જાણો વધુ માહિતી

દોસ્તો આજનો આ લેખ તમારા માટે અતિ મહત્વનો છે. તેથી દરેક વ્યક્તિએ આ આર્ટીકલ ખૂબ ધ્યાનથી વાંચવો જ જોઈએ. કેમ કે આ વાત ખુબ જ નોર્મલ છે અને તે દરેક વ્યક્તિને લાગુ પડે છે. દોસ્તો એ વાત છે ઉભા ઉભા પાણી પીવું. આપણે બધા ઉભા રહીને જ પાણી પીએ છીએ પણ ભાગ્યે જ કોઈ એવું હસે જે હંમેશા બેસીને પાણી પીતા હોય. પરંતુ જો દોસ્તો તમે પણ ઉભા ઉભા પાણી પીઓ છો તો આજે જ છોડો આ ખરાબ આદત કારણ કે ઉભા રહીને પાણી પીવાથી તમારા શરીરને વધુ નુકસાન થાય છે.

માનવ શરીરનો  70% ભાગ તો ફક્ત પાણીનો જ બનેલો હોય છે. આ એક કારણ છે કે જીવતા રહેવા માટે પાણી ખુબ જ મહત્વનું છે. પાણી પીવાથી શરીરના વિવિધ તત્વો બહાર આવે છે. પણ શું તમે જાણો છો કે ફ્રીઝમાંથી બોટલ કાઢી ઊભા ઊભા એક સાથે પાણી પીવો છો તો હમણાં જ છોડો આ એક આદત કેમ કે આ આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને આ લેખના માધ્યમ દ્વારા ઉભા રહીને પાણી પીવાથી થતા નુકશાન વિશે જણાવીશું.

દોસ્તો આપણને સૌને પાણીની આવશ્યકતા અને મહત્વ વિશે તો જાણ જ છે કે ક્યારે પાણી પીવું જોઈએ કેટલા ઘટક માં પાણી પીવું પણ આપણે બધા એક વાતથી જાણતા નથી કેમ કે પાણી ક્યારેય ઉભા રહીને પીવું જોઈએ નહિ. બહુ ઓછા લોકો જાણતા હશે કે ઉભા રહીને પાણી પીવાથી થતું નુકશાન. મિત્રો આ આર્ટિકલ વાંચ્યા પછી કદાચ ઊભા ઊભા ક્યારેય પાણી પીશો નહિ

સામાન્ય રીતે દરેક માણસો ઉભા રહીને જ પાણી પિતા હોય છે. પણ ઉભા રહીને પાણી પીવાથી આપણા શરીરમાં બહું બધા ખરાબ પ્રભાવ પડે છે. જ્યારે આપણે ઉભા રહીને પાણી પિતા હોઈએ ત્યારે તરત જ તે આપણા શરીરમાં ડાયરેક્ટ પ્રવાહ થાય છે.

તે ઉપરાંત વધુ પ્રમાણમાં આપણા ઇન્ટેન્સટાઈનમાં પેસીને આપણા પેટની દીવાલ ઉપર જામે છે. એનાથી પેટની દીવાલ અને તેની આજુબાજુના અંગો પણ પ્રભાવિત થાય છે. અને જો બહુ દૂર સમય સુધી જો આવું જ ચાલે અને તે પેટની દીવાલ અને તેના આસપાસના ભાગને પ્રભાવિત કરતુ રહે તો તેનાથી તેની આડઅસર આપણી પાચનશક્તિ પર ક્યાંક ને ક્યાંક અંશે જોવા મળે છે. જ્યારે નીચે અથવા બેડ પર બેસીને પાણી પીવાથી આપણી માંસપેશીઓની સાથે સાથે નર્વસ સીસ્ટમ પણ આરામથી ધીમે કરે છે. જેથી નર્વસ સિસ્ટમ વધુ ઝડપથી તરલ પદાર્થ પચાવવામાં પણ હેલ્પ કરે છે. પરંતુ જો તમે દરરોજ ઉભા રહીને પાણી પિતા હોય તો તમે અપચાનો શિકાર પણ ઝડપી બની શકો છો.

ઉભા ઉભા પાણી પીવું તે આપણા શરીરમાં  રહેલા બીજા અન્ય તરેલા પદાર્થોનું સંતુલન પણ બગાડી શકે છે. અને આપણા શરીરમાં રહેલ સાંધામાં રહેલ તરલ પદાર્થની પણ ઉણપ પેદા કરે છે. તેનાથી સાંધાનો દુઃખાવો અથવા સંધિવા જેવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. તો દોસ્તો તમે બને એટલું જલ્દી સમજી લો કે જો તમે ઉભા રહીને પાણી પીશો તો તમને લાંબા સમય પછી ઘૂંટણ ના દુઃખાવાની સમસ્યા થઇ શકે છે.

પાણી ઉભા રહીને પીવાથી કીડની પર બહુ જ ખરાબ અસર ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે ઉભા ઉભા રહીને પાણી પીએ છીએ ત્યારે તે આપણી કિડનીમાંથી સીધું પસાર થઈને નીકળી જાય છે. જેથી લોહીમાં વધુ પ્રમાણમાં ગંદકી એકઠી થઇ શકે છે. જેનાથી કીડની અને હૃદયની બીમારી થવાની સંભાવના ઉત્પન્ન થઇ શકે છે. કીડની ખરાબ પણ થઇ શકે છે આ સિવાય યુરીન ઇન્ફેકશન પણ થઇ શકે છે.

ઉભા રહીને પાણી પીવું તે આપણને છાતીમાં બળતરા ઉપરાંત પેટમાં અલ્સર થવાની તકલીફ પણ થઇ શકે છે. તો ક્યારેય પણ ઉભા રહીને પાણી પીવું જોઈએ નહીં

આ સિવાય ઉભા રહીને પાણી પીવાથી સૌથી મોટી તકલીફ એ છે કે આર્થરાઈટીસ થવું. તમે રોજબરોજના જીવનમાં રોજ ઉભા રહીને જ પાણી પીવો છો તો ઘણા લાંબા સમય પછી આ આદત તમને આર્થરાઈટીસનો પણ જલ્દી શિકાર થઈ શકો છો.

આયુર્વેદમાં જાણવામાં આવ્યું છે પાણી દરરોજ બેસીને એક એક ઘૂંટ કરીને જ પીવું જોઈએ. આ રીતે બેસીને પાણી પીવાથી શરીરમાં એસિડનું પ્રમાણ જળવાઈ રહે છે. વધારાનું એસિડનું પ્રમાણ ધીમું થાય છે જ્યારે ઉભા રહીને પાણી પીવાથી એસિડનું સ્તર ઓછું થતું નથી તેથી એસીડીટી અને પેટમાં બળતરાની તકલીફ ઉત્પન્ન થઈ શકે છે.

તો આ લેખમાં બતાવ્યા પ્રમાણે ઉભા રહીને પાણી પીવું તે બહુ બધી સમસ્યાને નિમંત્રિત કરે છે. જેમાંથી અનેક સમસ્યા એવી છે જેના લક્ષણો તમને લાંબા સમય પછી દેખાય છે જેનું કારણ હોય છે ઉભા રહીને પાણી પીવાની ખરાબ આદત. તો મોડું થાય એના પહેલા આજે જ છોડો આ આદત અને ભલે તમારે ગમે એટલું મોડું થતું હોય પરંતુ તમારા શરીરને ધ્યાનમાં રાખીને આયુર્વેદમાં કહ્યા મુજબ બેસીને એક એક ઘૂંટડો જ પાણી પીવાનું ચાલુ કરો જેથી તેનો વધારેમાં વધારે લાભ મેળવી શકો તમે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!