સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ ફોટોમાં અક્ષય કુમાર સાથે રહેલી આ મહિલા કોણ છે? – વાંચો

હિન્દી ફિલ્મ જગતના સૌથી બહેતરીન અભિનેતાઓમાંના એક એવા ખેલાડી અક્ષય કુમાર હંમેશા પોતાના શાનદાર અભિનય માટે જાણીતા છે. હાલમાં જ અક્ષયની લેટેસ્ટ ફિલ્મ “હાઉસફુલ-4” રીલીઝ થઈ છે, આ કોમેડી ફિલ્મએ ઘણી સારી કમાણી પણ કરી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 100 કરોડની કમાણી કરી લીધી છે અને હિટ લિસ્ટમાં સામેલ થઈ ચુકી છે.

જોકે, આ તો વાત થઈ અક્ષયની પ્રોફેશનલ લાઈફ વિશે, પણ હવે જો એની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો હમણાં થોડા દિવસથી અક્ષયનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક વૃદ્ધ મહિલા સાથે દેખાઈ રહ્યા છે. તસ્વીરમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા વ્હિલ ચેરમાં બેઠી છે અને અભિનેતા અક્ષય કુમાર એમની પાછળ ઉભા છે. આ તસ્વીર જોઈને અક્ષય કુમારના બધા ફેન્સ જાણવા માંગે છે કે કોણ છે આ મહિલા? એમના સંબંધી છે, ફેન્સ છે કે કોઈ પડોશી છે?

ટ્વિન્કલનાં નાનીમા સાથે દેખાયા અક્ષય કુમાર :

 

View this post on Instagram

 

Grandmother’s 80th with family, friends and loads of laughter #ShilimDiaries

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

એ વાત તો બધા જાણે છે કે, અક્ષય કુમારને જ્યારે કામમાંથી સમય મળે ત્યારે તેઓ પોતાનો બધો સમય પોતાના પરિવારને આપે છે. હાલમાં જ ફિલ્મની સફળતા બાદ તેઓ ફેમીલી સાથે સમય વિતાવવા માટે શિલ્લીમ ગયા હતા, જેના કેટલાક ફોટો ટ્વિન્કલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યા હતા. જણાવી દઈએ કે, ટ્વિન્કલ ખન્નાએ જે ફોટો શેર કર્યા છે એમાં જ આ ફોટો છે, જે એમની નાની બેટ્ટી કાપડિયાનાં જન્મદિવસની પાર્ટીનાં છે.

તસ્વીરો શેર કરતા ટ્વિન્કલે લખ્યું છે કે, “પરિવાર, દોસ્તો અને ઘણી બધી ખુશી સાથે નાનીનો 80મો જન્મદિવસ”. તમે જોઈ શકો છો કે, આ પોસ્ટમાં ટ્વિન્કલ ખન્નાએ કુલ 3 તસ્વીરો શેર કરી છે, જેમાં ત્રીજી તસ્વીરમાં અક્ષય કુમાર ટ્વિન્કલની નાની સાથે નજરે ચડે છે. એમણે બ્લૂ અને બ્રાઉન કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને અક્ષય કુમાર એની સાથે સ્માઈલ આપતા દેખાય છે.

 

View this post on Instagram

 

Who needs iTunes when you have a feathered Lata Mangeshkar serenading you with her music. #songbird #paradisefound

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on


તમને જણાવી દઈએ કે, ટ્વિન્કલ ખન્નાએ આ તસ્વીરો શેર કરતા પહેલા પણ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણીએ એ જગ્યાનાં ફોટો દેખાડ્યા હતા કે જ્યાં તેઓ વેકેશન માણવા માટે ગયા હતા. શિલ્લિમ મુંબઈનાં ઘોંઘાટથી એકદમ દૂર શાંત જગ્યાએ છે અને પક્ષીઓનો મીઠો અવાજ આ જગ્યાને વધુ સુંદર અને ખુશનુમા બનાવે છે. આ શાનદાર જગ્યા દેખાડતા ટ્વિન્કલ ખન્ના ઇન્સ્ટાગ્રામ પર લખે છે કે, “આઈટ્યૂનની કોને જરૂર છે, જ્યારે આપણી પાસે પાંખોવાળી લતા મંગેશકર છે અને પોતાનો મધુર અવાજ સંભળાવી રહી હોય.”

તમને જણાવી દઈએ કે, ટ્વિન્કલ ખન્ના આમ તો ફિલ્મોથી ઘણું અંતર બનાવી ચુકી છે એમ છતાં તેણી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની પોસ્ટથી તેણી હંમેશા ચર્ચામાં રહે છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!