બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝને લઈને યામિ ગૌતમે કર્યો મોટો ખુલાસો, કહ્યું “અહીં લોકો માત્ર…”

બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંની એક યામી ગૌતમ હાલમાં તેની ફિલ્મ બાલાને લઈને ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં યામીએ જબરદસ્ત એક્ટિંગ કરી છે, જેથી લોકો ફરી વખત તેના દીવાનાઓ બન્યા છે. ફિલ્મ પ્રમોશન વખતે યામીએ એક ઇન્ટરવ્યુંમાં તેના આ જબરદસ્ત સફર વિશે અમુક ખાસ વાતો કહેલી જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહી છે. જી હા, તેને તેના શરૂઆતના કરિયર વિશે ખુલીને વાત કરી હતી.

બોલીવુડ અભિનેત્રી યામિ ગૌતમે તેના કરિયરમાં એકથી એક હિટ ફિલ્મો આપી છે, જેમાં લોકોએ તેની એક્ટિંગ ખુબ જ પસંદ કરી છે. યામિ ગૌતમ માત્ર દેખાવમાં જ સુંદર નથી પરંતુ તે એક્ટિંગ પણ ખુબ જ સારી રીતે કરે છે. એવામાં તેને મોટી મોટી ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો છે, તેને મોકાનો લાભ પણ ઉઠાવ્યો. યામીના ફેંસ તેની ફિલ્મના દિવાના થાય છે.

યામિ ગૌતમે જણાવી સચ્ચાઈ :

અભિનેત્રી યામિ ગૌતમે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં કરિયર બનાવવાને લઈને એક મોટો ખુલાસો કર્યો, તે દરમિયાન તેને જણાવ્યું એક સામાન્ય માણસ માટે ઇન્ડસ્ટ્રીઝમાં આવીને જાતે જ સેટ થવું કેટલું મુશ્કેલ હોય છે. એટલું જ નહિ મોટાભાગના પ્રતિભાશાળી લોકો ડાયરેક્ટર, નિર્દેશક ની આસપાસ જઈ પણ નથી શકતા. એવામાં હું ખુબ જ લકી છું કે અહી સુધી પહોંચી શકી, નકર મારી હાલત પણ એ જ હાલત હોત અને કોઈ બીજી ફિલ્ડમાં લાગી ચુકી હોય. મતલબ સાફ છે કે બોલીવુડમાં ઓળખાણ વગર પહોંચી શકાતું નથી.

હું ખુદને એક્ટ્રેસ નથી માનતી – યામિ ગૌતમ :

બોલીવુડ અભિનેત્રી યામિ ગૌતમે કીધું કે મેં ભલે એક થી એક સફળ ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ આજે પણ હું ખુદને એક્ટ્રેસ નથી માનતી. હું આજે પણ તમારા બધા માટે એક સામાન્ય ચંદીગઢવાળી એ જ છોકરી છું. એવામાં મને કોઈ ફર્ક જ નથી પડતો. ખરેખરમાં યામિ પોતાના સ્ટારડમને લઇને વાતચિત કરતી હતી, જેના કારણે તેને થોડીક વધુ ખુલ્લીને વાતચિત કરી લીધી. એટલું જ નહિ હાલમાં તે પોતાની ફિલ્મને લઈને ખુબ જ ચર્ચામાં છે.

હું ખુદને લકી માનું છું – યામિ ગૌતમ :

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કરિયર બનાવવાની મુશ્કેલીઓ પર વાત કરતા તેને કહ્યું કે હું ખુદને ખુબ જ લકી માનું છું કે મેં મોટામાં મોટા ડાયરેક્ટરો સાથે કામ કર્યું. પરંતુ આપના દેશમાં એવા ઘણા લોકો છે જે અહી સુધી પહોંચી જ નથી શકતા. સાથે તેને કહ્યું કે મારી ફિલ્મ બાલા પણ મારા માટે ઘણી સારી સાબિત થઇ. જણાવી દઈએ કે આ ફિલ્મમાં યામિ ગૌતમ સાથે આયુષ્માન ખુરાના પણ છે અને બોક્સ ઓફીસ પર આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!