૫ ચિત્ર-વિચિત્ર લગ્ન – ક્યાંક વ્હીલ ચેર પર ફેરા થયા તો ક્યાંક ૨૩ વર્ષની દુલ્હન અને ૬૫ વર્ષના ભાભા…

મિત્રો તમે આ વર્ષ માં ઘણા બધા લગ્ન જોયા હસે.પરંતુ આજે અમે તમને જે પ્રકારના લગ્ન વિષે જણાવવાના છીએ જે તમે ક્યારેય નહીં જોય હોય. વર્ષ ૨૦૧૯ માં થયેલા ૫ આવા લગ્ન તમને આશ્ચર્ય ચકિત કરી દેશે. આ પ્રકારના લગ્ન બધાનું ધ્યાન ખેચે એવા ચિત્ર વિચિત્ર છે. તો ચાલો આપણે ફોટો દ્વારા એ બધા વિષે જાણીએ.

પહેલા વિચિત્ર લગ્ન:

સૌથી પહેલા અમે તમને પંજાબ માં થયેલા એક વિચિત્ર લગ્ન વિષે જણાવીએ. આ લગ્ન માં વિચિત્ર એ છે કે આ લગ્ન ૨૩ વર્ષની જુવાન છોકરી અને ૬૫ વર્ષના ભાભા વચ્ચે થયા છે. આ વાત જાણીને કોઈને પણ આશ્ચર્ય થાય કે એક ૨૩ વર્ષની જુવાન અને સુંદર છોકરી જેને તેની જ ઉમર નો સારો જુવાન છોકરો લગ્ન માટે મડી જાય તો પછી તે શા માટે આવા ૬૫ વર્ષના ઘરડા સાથે લગ્ન કરે ?

પણ તેની પાછડ જે કારણ છે એ પણ જાણવા જેવુ જ છે.

એમાં વાત એવી છે કે એ જુવાન છોકરી ના માતા પિતા બહુજ ગરીબ છે અને પેલા ૬૫ વર્ષના ઘરડા ભાભા ની પત્ની નું મૃત્યુ થઈ ગયેલું છે. સાથે જ તે ભાભા બહુજ ધનવાન છે. એના થી પણ સારી વાત એ છે કે તે ભાભા એ લગ્ન માટે એક પણ રૂપિયાનું દહેજ લીધું નથી. એટલા માટે દીકરી નું ભવિષ્ય સારું થાય એ જોઈ ને તેના માતા પિતા એ બંને પરિવાર ની સંમતિ થી એમની ૨૩ વર્ષ ની જુવાન જોત છોકરી ના લગ્ન એ ૬૫ વર્ષના ઘરડા સાથે કરાવ્યા છે.

છે ને એક ચિત્ર વિચિત્ર લગ્ન ?

ચાલો જાણીએ બીજા ચિત્ર વિચિત્ર લગ્ન વિષે.

બીજા વિચિત્ર લગ્ન:

બીજા લગ્ન છે હરિયાણા માં થયેલા એક દેશભક્ત વરરાજા ના જેને પોતાની જાન લઈ જતાં પહેલા દેશના શહીદો ને નમન કર્યું. આ ઉપરાંત આ વરરાજા ની જાણ માં શરણાય ને બદલે ભારત માતા ની જાય ના નારા લાગ્યા અને લગ્ન ગીત ને બદલે ‘એ મેરે વતન કે લોગો’ એ ગીત ગાયું.

હરિયાણા ના જુલાના કસબાના દેવગઢ ગામ ના આ દેશ ભક્ત વરરાજા એ પોતાની જાન માં જતાં પહેલા કોઈ મંદિર માં જય ભગવાનના આશીર્વાદ લેવાને બદલે પોતાના ગામ માં સ્થિત શહીદો ની પ્રતિમા પાસે જયને પોતાના લગ્ન જીવન માટે શહીદો ના આશીર્વાદ લીધા. હરિયાણા ના દેવગઢ ગામમાં રહેતા આ મજૂરનાં દીકરાએ લગ્ન ની પહેલા શહીદો ના આશીર્વાદ લેવાની એક નવી શરૂઆત કરી છે. છે ને આ પણ એક વિચિત્ર લગ્ન ?

ત્રીજા વિચિત્ર લગ્ન:

હવે પછીના લગ્નનો કિસ્સો પણ કઈક આવો જ વિચિત્ર છે. આ કિસ્સો છે એક દવાખાના માં વ્હીલચેર પર બેસીને લગ્ન કરનાર દુલહનનો. આ લગ્નનો કિસ્સો હિસાર ના એક ગામ મોહબ્બતપૂર છે. આ ગામમાં રહેતી એક નીલમ નામની કોન્સટેબલ ના લગ્ન રવી નામના એક કોન્સટેબલ સાથે થવાની હતી. પરંતુ લગ્ન ના ચાર દિવસ પહેલા એક રસ્તા માં થયેલ દુર્ઘટના ને કારણે નીલમ સર્વોદય નામના દવાખાના માં દાખલ થવું પડ્યું. આ વાત જાણી ને પણ એના મંગેતર કોન્સટેબલ રવિ ને કોઈ ફરક પડ્યો નહીં. અને લગ્ન ના દિવસે તે પોતાની જાણ ગામના સર્વોદય દવાખાના માં લઈ ગયો અને ત્યાં ભગવાનને સાક્ષી માનીને વ્હીલચેર પર બેસેલી નીલમ સાથે સાત ફેરા લીધા.

ચોથા વિચિત્ર લગ્ન:

ચોથો લગ્ન નો કિસ્સો એવો છે કે જેમાં વરરાજાના પિતાએ લગ્ન ની કંકોત્રી માં એવી વાત લખી કે જે તેમના સમાજમાં પ્રેરણા રૂપ બની ગઈ છે. આ લગ્ન ના એક દિવસ પહેલા વરરાજા ના પિતા જે એક ખેડૂત છે એને એક રક્ત દાન કેમ્પ નું આયોજન કરાવ્યુ. સાથે જ લગ્નની કંકોત્રી માં પણ પોતાના સગા સંબંધીઓ ને રક્તદાન કરવાનો આગ્રહ કર્યો. એની પાછડ નું કારણ પણ જાણવા જેવુ છે. વાત એ છે કે હરિયાણા ના રોહતક જિલ્લા ના સાંધી ગામમાં રહેતા ખેડૂત તસવીર સિંઘ હુડ્ડા એ ૩૬ વર્ષ પેહલા એક રસ્તા પર થયેલી એક દુર્ઘટના ને લીધે ૨ વ્યક્તિઓ ને લોહી ની કમી ને લીધે રસ્તા પર જ તડપીને મારતા જોયા હતા. ત્યારથીજ એમને નક્કી કર્યું કે પોતે રક્તદાન કેમ્પ સાથે જોડાસે અને જરૂરિયાત વાડા વ્યક્તિઓ ની મદદ કરશે. આને લીધે જ તેમણે પોતાના દીકરા ના લગ્નની કંકોત્રી માં પણ લોકો ને રક્તદાન કરવાનો આગ્રહ કર્યો.

છેને આ પણ એક વિચિત્ર લગ્ન ?

પાંચમાં વિચિત્ર લગ્ન:

હવે પાંચમા અને છેલ્લા વિચિત્ર લગ્ન વિશે જાણીએ જે તમારા હોશ ઉડાવી દેશે.

આ લગ્ન એક યુવક અને યુવતી ની વચ્ચે થવાને બદલે બે યુવતી વચ્ચે થયેલ છે. વાત હરિયાણા માં નાનપણ થી સાથે રહેતી બે બહેનપણીઓ ની છે જે એક બીજાના પ્રેમમાં આટલી બધી ગાંડી થઈ ગઈ કે એમાં થી એકે પોતાનું લિંગ પરીવર્તન કરાવીને સ્ત્રી માથી પુરુષ બની ગઈ અને બંને એ લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પચે બંને પોતાના ઘરે ગયા જેમથી પુરુષ બનેલી છોકરી ના ઘરના સભ્યોએ તો આ બંને ને સ્વીકારી લીધા પણ છોકરી ના ઘરના એ આ બંને ને સ્વીકાર્યા નહીં. એટ્લે છોકરી ના ઘરના એ તે બંને ને સાથે મળવા પર પ્રતિબંધ મૂકી દીધો. ત્યારે પતિએ પોલીસ સ્ટેશન માં તેની પત્ની ને ન મળવા દેવા વિશે ની ફરિયાદ લખાવી. પોલીસે બંને પક્ષો ને બોલાવીને સમજાવીને વાત ને ત્યાજ પૂરી કરવા નો પ્રયત્ન કર્યો પણ તે વાત ત્યાં પૂરી થઈ જ નઇ. આ વાત ની આખા ગામ માં બહુ જ ચર્ચા થઈ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!