જીવનમાં હંમેશા દુખી રહેશે આ 5 પ્રકારના લોકો – જોઇલો ક્યાંક તમે તો નથીને આમાં સામેલ?

બધા ના જીવન માં નાના મોટા ઉતાર ચડાવ તો આવતા જ હોય છે, તેનાથી ભાગવું એ સમસ્યાનું સમાધાન નથી, ક્યારેક આપણાં દુખણું કારણ આપણે અથવા તો આપણાં નિર્ણય હોય છે, સુખ, દૂ:ખ, પ્રેમ, ગુસ્સો આ બધા આવેગો હોય છે

જો તમારી અંદર કોઈ ખામી કે તમારી ખરાબ પરિસ્થિતી હોય તો તે દૂ:ખ માં પરિવર્તિત થઇ જાય છે, અને તમે હમેશા દુખની લાગણી અનુભવ કરશો, ક્યારેક એવો વિચાર પણ  આવે કે ભગવાન મારા નસીબ માં સુખ લખવાનું ભૂલી ગયા છે, તો આજે તમને જણાવીએ કે તમારી અંદર એવિ કેટલી બાબતો છે જેના લીધે તમે દુખી છો,

ઈર્ષા કરવા વાળા :- 

અમુક લોકો એવ હોય છે, કે જે હમેશા બીજા ની ઈર્ષા કરતાં હોય છે, પોતાના ફ્રેન્ડ કે ભાઈ બહેન ની પણ ઈર્ષા કરતાં હોય છે, ઈર્ષા વાળો સ્વભાવ અંદર થી માણસ ને બાલી નાખે છે, આની પાસે વધારે પૈસા છે, તે મારા કરતાં ભણવામાં આગળ છે, તે માંરા કરતાં પણ વધારે સુંદર છે, વગેરે ઈર્ષા ના કારણ હોય શકે છે, અમુક લોકો બીજા ની ખુશી જોઈ ને પણ ઈર્ષા કરતાં હોય છે, ભગવાને એને જે આપ્યું છે, એમાં એને સંતોષ નથી બસ આજ કારણ થી તેમના જીવન માં સુખ ઓછું અને દુ:ખ વધારે હોય છે,

બહુ જ જલ્દી હાર માની જાય :-

સમસ્યા બધા ના જીવનમાં આવે છે ને જાય છે, તો એના થી હાર માની ને બેસી જાસો તો ક્યારેય પણ જીવનમાં આગળ નહીં વધી શકો, અને જીવન માં તમને ઘેરી લેસે, તમારે તે સમસ્યા ને સમજી તેનો સામનો કરવો કરવો જોઈએ, અને તેના મૂળ  સુધી જઇ તેને ખત્મ કરવી જોઈએ, હાર ના માનો અને ઉદાસ થઇ ને ના બેસો જેથી તમારા ભવિષ્ય પર અસર પડે..

કોઈ પાસે વધારે આશા ના રાખો :- 

કહેવાઈ છે કે સંતોષી નર સદા સુખી પણ અમુક લોકો ને વધારે ને વધારે જોતું હોય છે, એમની પાસે જે કઈ છે એના કરતાં એને વધારે આશા રાખતા હોય છે, બધે થી દોડવામાં તે પોતાના કોઈ પણ કામ સારી રીતે નથી કરી શકતા..

જે ગુસ્સા પર કંટ્રોલ ના રાખી શકે :- 

જે લોકો નાની વાત પર ગુસ્સે થઇ જાય છે, અને હમેશા બાજવાના  મૂડ માં હોય આવા લોકો ક્યારેય પણ સુખી ના રહી શકે, એમના આવા સ્વભાવ થી લોકો ડરે છે, અને એમની સાથે વાત નથી કરતાં તો દિલ થી એમને પ્રેમ નથી કરતાં, આવા લોકો એકલા થઇ જાય છે, અને ક્યારેક ડિપ્રેશન માં જતાં રહે છે

બીજાને માન કે આદર ના આપતા હોય :- 

બધા નું એવું જ હોય છે, કે હું કહું એમ જ થાય અને બધા મને પૂછી ને જ કામ કરે, પોતે જેવુ જીવન જીવે છે એવું જ જીવન બીજા પણ જીવે, જ્યારે બીજા કોઈ પોતાનો નિર્ણય સૂચવે કે સૂજવ આપે તો તેને ગમતું નથી, જો તમે શાંતિ થી પોતાનું જીવન નિર્વાહ કરવા માંગતા હોય તો “જીવો અને જીવવા દો ” આ વાક્ય યાદ રાખી લો..

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!