ક્યારેક બધા ડાયરેક્ટરોની પહેલી પસંદ હતો અભિનેતા, 9 વર્ષ પાગલખાનામાં રહી ને હવે થઇ ગયો ગુમ

70 અને 80 દાયકના હીરો તરીકે જાણીતા રાજ કિરણ જેને ઘણી જ ફિલ્મોમાં કામ કર્યું છે, શરૂઆત તેમણે ” કર્ઝ “, ફિલ્મ થી કરી જે સુપર ડુપર હિટ થઇ, ત્યાર પછી એમને “બસેરા”, “બુલંદી”, “ઘર હો તો એસા” ઘણી ફિલ્મો માં કામ કર્યું,

આટલા લોકપ્રિય અભિનેતા પણ  જીવનના ખરાબ દિવસો વિતાવી રહ્યા છે, તે આજકાલ અમેરિકા ના ટેક્સાસ શહેર માં રહે છે, પણ ખાસ વાત એ છે કે તેઓ તેના પરિવાર સાથે નથી રહેતા, જે લોકો મગજ થી અસ્થિર હોય તેની સાથે રહે છે, અને પોતાનો જીવન નિર્વાહ કરે છે,

આ અભિનેતા નું પૂરું નામ રાજ કિરણ મહેતાની છે, ઘણા સમય થી જોવા ના મળતા તેના ચાહકો એ તેને ગુમ થઇ ગયા છે એવું માની લીધું, 2011 માં જ્યારે ફિલ્મ “કર્ઝ” નું રીમીક્ષ ફિલ્મ આવી ત્યારે ઋષિ કપૂરે તેના ભાઈ ગોવિંદ મહેતાની ને વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તે અમેરિકા ના પાગલ ખાના માં રહે છે,

તેના પરિવારે તેનો સાથ છોડી દેતા તે ડિપ્રેશન માં આવી ગયા તેથી તેની ત્યાં સારવાર ચાલે છે, તે છેલ્લા 10 વર્ષ થી અમેરિકા ના પાગલ ખાના માં છે,

છેલ્લે તેમને શેખર સુમન ના શો માં જોવા મળ્યા હતા, થોડા સમય પહેલા અભિનેત્રી દિપ્તી નવલ ને તેને અમેરિકા માં ટેક્સી ચલાવતા જોયા હતા, રાજ કિરણ ની દીકરી એ ઋષિ કપૂર ની વાત ને નકારતા કહ્યું કે એના પિતા 9 વર્ષ થી લાપતા છે,

અને તેને પોલીસ સ્ટેશન માં એફ.આર.આઈ. પણ લખાવી છે, રાજ કિરણે ફિલ્મો માં કામ કરવાનું બંધ કર્યું તો ફિલ્મ ઇન્ડ્રસ્ટી વાળા પણ તેમને ભૂલી ગયા,

સૂત્રો ના જણાવ્યા અનુસાર રાજ કિરણ ભલે ફિલ્મ લાઇન છોડી હોય પણ એમની પાસે ખૂબ પૈસા છે, પણ એની બીમારી અને ડિપ્રેશન માં બધા પૈસા ખર્ચ થઇ ગયા, આ બહુ જ દૂ:ખ ની વાત કહેવાય 80 ના દાયકા નો સુપર સ્ટાર જેને બધા ભૂલી ગયા,

અને પોતાના દિલ માથી પણ કાઢી નાખ્યા, એમની કલાકારી ખૂબ સરાહનીય છે, તેથી હજુ જૂની ફિલ્મો જોઈને ત્યારે તેમની યાદ આવી જાય,

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!